PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 06 JUL 2020 6:18PM by PIB Ahmedabad

 

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 06.07.2020

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: કોવિડના પરીક્ષણની કુલ લેબોરેટરીની સંખ્યા 1100 કરતાં વધી ગઇ; સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4.24 લાખ કરતાં વધારે નોંધાઇ, સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલાની સંખ્યા 1.7 લાખ વધુ; સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર વધીને 60.86% થયો

દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 માટે કરવામાં આવેલા પરીક્ષણોનો આંકડો 10 મિલિયન (1 કરોડ)ના સીમાચિહ્નથી આગળ વધી ગયો છે. આ બાબત બીમારીને નિયંત્રણમાં લાવવા માટે વ્યાપાક પ્રમાણમાં પરીક્ષણને આપવામાં આવેલું મહત્વ અને કેન્દ્રિત ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ વ્યૂહનીતિની સાથે સાથે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો સાથે મળીને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ફોલોઅપના માપદંડો અને પ્રયાસો સૂચવે છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કુલ 3,46,459 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 માટે કુલ 1,01,35,525 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં દેશમાં કુલ 1100 કરતા વધારે લેબોરેટરીમાં કોવિડ માટે પરીક્ષણ થઇ રહ્યું છે.

ભારત સરકાર દ્વારા કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને હાથ ધરવામાં આવેલા સંકલિત પ્રયાસોના કારણે કોવિડ-19 બીમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા આજે 4,24,432 સુધી પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 15,350 દર્દીઓ સાજા થઇ ગયા છે. અત્યાર સુધીની સ્થિતિ અનુસાર કોવિડ-19ના સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા 1,71,145 વધારે નોંધાઇ છે. આ સાથે દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર પણ વધીને 60.86% થઇ ગયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,53,287 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636823

 

કોવિડ પોઝિટીવિટીનો રાષ્ટ્રીય દર 6.73% જ્યારે સંખ્યાબંધ રાજ્યોમાં પોઝિટીવિટીનો દર ઓછો નોંધાયો; કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે દિલ્હીમાં પરીક્ષણોની સંખ્યામાં નોધપાત્ર વૃદ્ધિ થઇ જ્યારે પોઝિટીવિટીના દરમાં ઘટાડો નોંધાયો

સંકલિત પ્રયાસોના ભાગરૂપે, કેન્દ્ર સરકારે પરીક્ષણની સંખ્યામાં વધારો કરવા પર, તાત્કાલિક સંપર્ક ટ્રેસિંગ કરવા પર અને પોઝિટીવ નોંધાયેલા કેસોના સમયસર તબીબી વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂક્યો હતો. આના કારણે રાજ્યોમાં નોંધપાત્ર પ્રમાણમાં કોવિડના પરીક્ષણની ક્ષમતામાં વધારો કરવામાં મદદ મળી છે. આ પ્રયાસોના પરિણામે દેશમાં કોવિડના કેસોની પોઝિટીવિટીમાં ઘટાડો થયો છે. હાલમાં દેશનો સરેરાશ પોઝિટીવિટી દર 6.73% છે.

દિલ્હીમાં, કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોમાં કેન્દ્ર સરકારની મદદથી નોંધપાત્ર વેગ મળ્યો છે અને પરીક્ષણોની સંખ્યામાં વધારો થઇ શક્યો છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કેન્દ્રિત અને સઘન પ્રયાસોના પરિણામે, દરરોજ પરીક્ષણની સંખ્યા માત્ર 5481 (1થી 5 જૂન 2020) હતી તે હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં વધીને 1 થી 5 જુલાઇ 2020 દરમિયાન દરરોજ સરેરાશ 18,766 થઇ ગઇ છે. દિલ્હીમાં નોંધપાત્ર સંખ્યામાં પરીક્ષણો વધારવામાં આવ્યા હોવા છતાં, પોઝિટીવિટી દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને છેલ્લા ત્રણ અઠવાડિયામાં આ દર 30%થી ઘટીને અંદાજે 10% સુધી પહોંચી ગયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636787

 

સમગ્ર દેશમાં હાલમાં ચાલી રહેલી ખરીફ પાકની મોસમ દરમિયાન ખાતરની કોઇ અછત નથી: શ્રી ગૌડા

કેન્દ્રીય રસાયણ અને ખાતરમંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં હાલમાં ચાલી રહેલી ખરીફ પાકની મોસમમાં ખાતરની ક્યાંય પણ અછત નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારો સાથે વિચારવિમર્શ કરીને પૂરતા જથ્થાનું પૂર્વ-નિર્ધારણ કરવામાં આવ્યું છે. આ વર્ષે ચોમાસુ અપેક્ષિત પ્રમાણમાં હોવાથી મે અને જૂન મહિનામાં સમગ્ર દેશમાં ખાતરોના DBT સેલ્સમાં આ ખરીફ પાકની મોસમમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636792

 

વિશ્વ બેંક અને ભારત સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે કટોકટી પ્રતિક્રિયા કાર્યક્રમ માટે 750 મિલિયન ડૉલરના કરાર પર હસ્તાક્ષર કર્યા

વિશ્વ બેંક અને ભારત સરકારે આજે કોવિડ-19 કટોકટીના કારણે ગંભીર રીતે અસરગ્રસ્ત સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને સહાય કરવા માટે તેમાં નાણાંનો પ્રવાહ વધારવાના આશય સાથે MSME માટે કટોકટી પ્રતિક્રિયા કાર્યક્રમ માટે 750 મિલિયન ડૉલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વિશ્વ બેંકના MSME કટોકટી પ્રતિક્રિયા કાર્યક્રમથી અંદાજે 1.5 મિલિયન ટકવાપાત્ર MSMEને વર્તમાન મહામારીના કારણે લાગેલા આંચકાની સ્થિતિમાં ટકી રહેવા માટે અને લાખો લોકોની નોકરીઓ બચાવવા માટે તેમને તાત્કાલિક પ્રવાહિતાની જરૂરિયાત અને ધિરાણની જરૂરિયાતો છે તે પૂરી કરવામાં મદ મળી રહેશે. MSME ક્ષેત્રને વેગ આપવા માટે જરૂરી એવા વ્યાપક સુધારાઓની દિશામાં આ પ્રથમ પગલું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636790

 

NATMO દ્વારા કોવિડ ડૅશબોર્ડનું ચોથુ અપડેટ કરેલું સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયમાં આવેલા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત પેટા વિભાગ તરીકે કાર્યરત નેશનલ એટલાસ એન્ડ થેમેટિક મેપિંગ ઓર્ગેનાઝેશન (NATMO) દ્વારા તેમના સત્તાવાર પોર્ટલ http://geoportal.natmo.gov.in/Covid19/ પર 19 જૂન 2020ના રોજ બહાર પાડવામાં આવેલા કોવિડ-19 ડૅશબોર્ડનું ચોથુ અપડેટ કરેલું સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636782

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • કેરળઃ રાજ્યના પાટનગર તિરુવનંતપુરમ શહેરમાં સવારે 6 વાગ્યાથી ત્રીજા લૉકડાઉનની શરૂઆત થતાં પોલીસે પાટનગર તરફ જતા તમામ સરહદી વિસ્તારો અને 100 વૉર્ડના વિવિધ મુખ્ય રસ્તાઓ ઉપર ચુસ્ત નાકાબંધી ગોઠવી દીધી હોવાથી શહેરનો નગરપાલિકા વિસ્તાર બહુ-સ્તરીય સુરક્ષા કવચ હેઠળ આવી ગયો હતો. જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી કે ટૂંક જ સમયમાં પાર્સલમાં ફૂડ પેકેટ પૂરાં પાડવા માટે દસ અંદાજપત્ર રૂપરેખાઓ નિર્ધારિત કરવામાં આવશે. વધુમાં તેના માટે હોમ ડિલિવરી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. મંત્રી વી.એસ. સુનિલ કુમારે જણાવ્યું હતું કે, ઇર્નાકુલમ જિલ્લામાં ત્રીજું લૉકડાઉન લાદવા માટે કોઇ પરિસ્થિતિ ઉપસ્થિત થઇ નથી. જિલ્લામાં છ નવા ચેપગ્રસ્ત વિસ્તારો જાહેર કરવામાં આવ્યાં છે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના 225 નવા કેસોની પુષ્ટી થઇ હતી. અત્યારે 2,228 દર્દીઓ સારવાર હેઠળ છે અને વિવિધ જિલ્લાઓમાં 1,77,995 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.
  • તામિલનાડુઃ પુડુચેરીમાં કોરોના વાયરસના કેસો 1,000નો આંકડો વટાવી ગયા છે. મુખ્યમંત્રીએ ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે બેઠક યોજી હતી. આજે રાજ્યમાં 62 નવા કેસો નોંધાયા હતા. તામિલનાડુ દ્વારા ચેન્નઇમાં 236 મૃત્યુઓના કેસમાં ઉકેલ લાવવા માટે રચવામાં આવેલી સમિતિએ આરોગ્ય વિભાગને પોતાનો વિગતવાર અહેવાલ સુપરત કર્યો છે. આ મૃત્યુનો સમાવેશ રાજ્યના મૃત્યુઆંકમાં કરાયો નહોતો. 4 જુલાઇથી સ્થાનિક સંસ્થાએ પરીક્ષણની સંખ્યા 11,114 સુધી વધારી હોવાથી, ચેન્નઇના પોઝિટીવ કેસોની સંખ્યાનો દર અગાઉના 20 ટકાથી ઘટીને 16.52 ટકા થઇ ગયો છે. ગઇકાલે નવા 4,150 કેસો નોંધાયા હતા, 2,186 લોકો સાજા થયા હતા અને 60 લોકોના મરણ નીપજ્યાં હતાં. અત્યાર સુધી કુલ 1,11,151 કેસો નોંધાઇ ચૂક્યા છે, જેમાંથી 46,860 કેસો સક્રિય છે, 1,510 લોકોના મૃત્યુ થયા છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 24,890 છે.
  • કર્ણાટકઃ રાજ્યમાં ખાનગી હોસ્પિટલોએ કોવિડ-19ના દર્દીઓ માટે હોમ આઇસોલેશન પેકેજ ઉપલબ્ધ કરાવ્યું છે, જેમાં 7 દિવસના પેકેજની કિંમત રૂ. 2,450 રહેશે. તબીબી શિક્ષણ મંત્રી ડૉ. કે સુધાકરે કોવિડ દર્દીઓની સારવાર માટે ઇનકાર કરી રહેલી ખાનગી હોસ્પિટલો સામે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની અને ફોજદારી કેસ દાખલ કરવાની ચેતવણી ઉચ્ચારી છે. ખાનગી હોસ્પિટલોમાં સરકારે સૂચવેલા દર્દીઓને સુવર્ણ આરોગ્ય સુરક્ષા ટ્રસ્ટ અંતર્ગત વીમા કવચ પૂરું પાડવામાં આવશે. રવિવારે નોંધાયેલા 1,925 કોવિડ-પોઝિટીવ કેસોના 69.8% જેટલા દર્દીઓ કર્ણાટકમાં કોઇ સંપર્ક અથવા પ્રવાસ ઇતિહાસ ધરાવતાં નહોતા. ગઇકાલ સુધી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 23,474 છે, જેમાંથી 13,251 કેસો સક્રિય છે અને 372 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • આંધ્રપ્રદેશઃ પરીક્ષણ કરાતાં અને બહાર પડાતાં પરિણામો વચ્ચે મોટું અંતર ધ્યાન ઉપર આવતાં, વિશેષ મુખ્ય સચિવ (આરોગ્ય) કે.એસ. જવાહર રેડ્ડીએ જિલ્લા પ્રશાસનોને તાત્કાલિક જરૂરિયાત અને પરીક્ષણના પ્રકારના આધારે પરીક્ષણ પ્રક્રિયાની પ્રાથમિકતા માટે પરીક્ષણ માટે લેવામાં આવેલા નમૂનાઓને કલર-કોડ કરવા નિર્દેશો આપ્યાં છે. રાજ્યમાં પ્રાથમિક શાળા માટે અઠવાડિયામાં એક વખત અને ઉચ્ચ પ્રાથમિક અને ઉચ્ચ સ્કૂલો માટે અઠવાડિયામાં બે વખત વર્ગો યોજવામાં આવશે. છેલ્લા 24 કલાક દરમિયાન 16,712 નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ 1,322 નવા કેસો નોંધાયા છે, 424 લોકોને રજા આપવામાં આવી છે અને સાત લોકોના મૃત્યુ નીપજ્યાં છે. કુલ કેસોની સંખ્યા 20,019 છે, જેમાંથી 10,860 સક્રિય કેસો છે, 8,920 લોકોને રજા આપવામાં આવી છે અને 239 લોકોના મૃત્યુ થયા છે.
  • તેલંગણાઃ વસાહતો અને ઝૂંપડપટ્ટીઓમાં ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવા અને નવા વિસ્તારોમાં બસ્તી દવાખાનાની સેવાઓ વિસ્તારવા માટે, બૃહદ હૈદરાબાદ નગરપાલિકા નિગમે (GHMC) દ્વારા ટૂંક જ સમયમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવા વધુ 33 ક્લિનિક શરૂ કરવામાં આવશે. ગઇકાલ સુધી કુલ કેસોની સંખ્યા 23,902 હતી, જેમાંથી 10,904 કેસો સક્રિય હતા, 295 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા અને 12,703 લોકોને રજા આપવામાં આવી હતી.
  • મહારાષ્ટ્રઃ રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની વર્તમાન સંખ્યા 2,06,619 છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવા 6,555 નવા દર્દીઓની પોઝિટીવ દર્દી તરીકે ઓળખ કરવામાં આવી છે. અત્યાર સુધી 1.11 લાખ દર્દીઓ સાજા થયા છે અને રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાંથી તેમને રજા આપવામાં આવી છે, જેના કારણે હાલ સક્રિય કેસોની સંખ્યા 86,040 છે. વધુ 151 દર્દીઓના મોતની સાથે રાજ્યનો અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 8,822 પર પહોંચી ચૂક્યો છે. BMCએ શહેરમાં વ્યાપક પરીક્ષણ શરૂ કરવા માટે ICMR માન્ય એક લાખ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કીટ્સ ખરીદી છે. તમામ લક્ષણો ધરાવતા કોવિડ-19 શંકાસ્પદ વ્યક્તિઓ અને સહ-બિમારી સાથે ઊચ્ચ-જોખમ ધરાવતાં લક્ષણ વગરના લોકો માટે આ પરીક્ષણ સૂચવવામાં આવ્યું છે.
  • ગુજરાતઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન નોંધાયેલા 725 નવા કેસોની સાથે કોવિડ-19 કેસોની સંખ્યા 36,123 ઉપર પહોંચી ગઇ છે. તેમાંથી સૌથી વધારે 218 કેસો સુરતમાંથી, જ્યારે 162 નવા કેસો અમદાવાદમાંથી નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સાજા થયેલા 486 દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ કોવિડ-19માંથી રોગમુક્ત થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 25,900 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને 8,278 ઉપર પહોંચી ગઇ છે.
  • રાજસ્થાનઃ  છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના વિક્રમજનક 632 પોઝિટીવ કેસો નોંધાતા રાજ્યમાં 20,164 કુલ નોંધાયેલા કેસોની સંખ્યા વધીને 20,164 પર પહોંચી ગઇ છે. પ્રતાપગઢ જિલ્લામાંથી સૌથી વધારે 65 નવા કેસો નોંધાયા હતા, ત્યારબાદ જોધપુર અને બિકાનેર દરેક જિલ્લા દીઠ 57 કેસો નોંધાયા છે. રાજસ્થાન સમગ્ર દેશમાં સૌથી વધારે 79% સાજા થવાનો દર ધરાવે છે.
  • મધ્યપ્રદેશઃ રવિવારે મધ્યપ્રદેશમાં 326 નવા કેસો અને 10 લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં, જેના કારણે રાજ્યમાં કોવિડ-19 કુલ કેસોની સંખ્યા વધીને 14,930 થઇ ગઇ છે. રાજ્યમાં અત્યારે 2,911 સક્રિય કેસો છે, જ્યારે 11,411 લોકો સાજા થયા છે અને અત્યાર સુધી કુલ 608 લોકોના મરણ થયા છે. રવિવારે નોંધાયેલા 326 નવા કેસોમાંથી ગ્વાલિયરમાંથી 64, ભોપાલમાંથી 61 અને મોરેનામાંથી 36 કેસો નોંધાયા હતા. મધ્યપ્રદેશ સમગ્ર દેશના મોટા રાજ્યની અંદર બીજા ક્રમનો સૌથી સારો રિકવરી રેટ ધરાવે છે.
  • છત્તીસગઢઃ છત્તીસગઢમાં 46 નવા દર્દીઓની ઓળખ થતાં રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 3,207 ઉપર પહોંચી ગઇ છે. તાજેતરમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજ્યમાં અત્યારે 615 સક્રિય કેસો છે.
  • ગોવાઃ રવિવારે કોવિડ-19ના નવા 77 દર્દીઓ નોંધાતા રાજ્યમાં કોવિડ-19 પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 1,761 થઇ ગઇ છે. તેમાંથી 936 દર્દીઓ સાજા થતા બાકી બચેલા સક્રિય કેસોની સંખ્યા 818 રહી ગઇ છે.
  • અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશમાં ઇટાનગર પાટનગર પ્રદેશ વહીવટીતંત્રએ આજે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થતાં લૉકડાઉન દરમિયાન સહકાર આપવા અને તમામ દિશા-નિર્દેશો અનુસરવા માટે લોકોને અપીલ કરી છે. અરૂણાચલ પ્રદેશ આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે અન્ય રાજ્યોમાંથી પાછા ફરતાં તમામ લોકો ઉપર કોવિડ-19 પરીક્ષણ કરવામાં આવ્યું છે. કુલ 26,808 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યાં છે, જ્યારે 12,925 RT PCR પરીક્ષણ હાથ ધરવામાં આવ્યાં છે.
  • આસામઃ કોવિડ-19 માટે પોતાની રીતે પ્રથમ પ્રકારના સામૂહિક પરીક્ષણની પહેલના ભાગરૂપે, રાજ્ય આરોગ્ય વિભાગ 7 જુલાઇ, 2020થી શરૂ કરીને ગુવાહાટી નગરપાલિકામાં પાંડુ વિસ્તારમાં આવેલા વૉર્ડ નં.2માં કોવિડ-19 ઘરે-ઘરે પરીક્ષણ હાથ ધરશે.
  • મેઘાલયઃ આસામથી તુરામાં પરત ફરેલો વધુ એક વ્યક્તિનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. રાજ્યમાં કુલ 29 સક્રિય કેસો છે અને 43 લોકો સાજા થયા છે.
  • મણિપુરઃ રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન, મણિપુરે જાહેરાત કરી છે કે કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રકારની જરૂરિયાતમાં મદદ કરવા માટે ચોવિસ કલાકના ધોરણે મનોવૈજ્ઞાનિકોની ટીમ ઉપલબ્ધ રહેશે, જેમનો ટેલિફોન નંબર 8787457035, 9402751364 ઉપર સંપર્ક સાધી શકાશે.
  • મિઝોરમઃ મિઝોરમમાં કોવિડ-19 વધુ 5 કેસો પોઝિટીવ નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા વધીને 191 થઇ છે, 58 કેસો સક્રિય છે અને 133 લોકો સાજા થયા છે.
  • નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં વધુ 32 કોવિડ-19 કેસોની પુષ્ટી થતાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 622 પર પહોંચી ગઇ છે, જેમાંથી 391 કેસો સક્રિય છે અને 231 દર્દી અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે.

 

 


(Release ID: 1636893) Visitor Counter : 273