PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 05 JUL 2020 6:19PM by PIB Ahmedabad

 

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 05.07.2020

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: સાજા થયેલા લોકોની સંખ્યા 4 લાખ કરતાં વધારે; સક્રિય કેસો અને સાજા થયેલા લોકોનો તફાવત અંદાજે 1.65 લાખની નજીક પહોંચી ગયો

કોવિડ-19 બીમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા આજે 4,09,082 સુધી પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 14,856 દર્દીઓ સાજા થઇ ગયા છે. અત્યાર સુધીની સ્થિતિ અનુસાર કોવિડ-19ના સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા 1,64,268 વધારે નોંધાઇ છે. આ સાથે દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર પણ વધીને 60.77% થઇ ગયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,44,814 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. 21 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દર્દીઓ સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ વધારે છે. દેશમાં કોવિડના પરીક્ષણ માટે લેબોરેટરીના નેટવર્કમાં સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં અત્યારે સરકારી ક્ષેત્રની 786 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 314 લેબોરેટરીઓ સાથે કોવિડ-19ના પરીક્ષણ માટે કુલ 1100 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે. દરરોજ સેમ્પલના પરીક્ષણોની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,48,934 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 97,89,066 સુધી પહોંચી ગયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636615

 

સંરક્ષણમંત્રી, ગૃહમંત્રી અને આરોગ્યમંત્રીએ દિલ્હીમાં શરૂ કરવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહ તેમજ ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને દિલ્હીમાં આજથી કાર્યાન્વિત થયેલી 250 ICU બેડ સહિત 1,000 બેડની સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રાલય (MHA), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW), સશસ્ત્ર દળો, ટાટા સન્સ અને અન્ય ઔદ્યોગિક અગ્રણીઓના સહયોગથી માત્ર 12 દિવસના વિક્રમી સમયમાં આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંરક્ષણમંત્રીની સાથે આ મુલાકાતમાં દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી જી. કિશન રેડ્ડી પણ જોડાયા હતા. અનન્ય સેન્ટ્રલી એરકન્ડિશન્ડ આ તબીબી સુવિધા 25,000 ચોરસ મીટર વિસ્તારમાં ઉભી કરવામાં આવી છે અને તેમાં 250 ICU બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ICU બેડ મોટનિરિંગ ઉપકરણો અને વેન્ટિલેટરથી સજ્જ છે. આ હોસ્પિટલ સશસ્ત્ર દળ તબીબી સેવાઓના તબીબો, નર્સો અને સહાયક સ્ટાફ દ્વારા ચલાવવામાં આવશે જ્યારે આ સુવિધાની જાળવણી DRDO દ્વારા રાખવામાં આવશે. વધુમાં, દર્દીઓની માનસિક સુખાકારી માટે આ હોસ્પિટલમાં DRDO દ્વારા સંચાલિત એક સમર્પિત સાઇકોલોજિલ કાઉન્સેલિંગ કેન્દ્ર પણ ઉભું કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636657

 

રાજસ્થાનમાં આશા: કોવિડ-19 સામેની લાંબી લડાઇમાં નિઃસ્વાર્થ પ્રતિબદ્ધતા

કોવિડ-19 સામેની લડાઇમાં આશા વર્કરોનું કામ એક અભિન્ન સ્તંભ સમાન પૂરવાર થયું છે કારણ કે આ વર્ષે જયપુરમાં માર્ચ મહિનાની શરૂઆતમાં આ મહામારીનો પ્રથમ કેસ નોંધાયો ત્યારપછી તુરંત તેમનું કામ શરૂ થઇ ગયું હતું. રાજ્યમાં સહાયક નર્સ દાયણો (ANM)ના સહયોગ સાથે આશા વર્કરોના યોગદાનના કારણે અંદાજે 8 કરોડ પરિવારોમાં લગભગ 39 કરોડ લોકોને સક્રિય સર્વેલન્સ અને માહિતીના પ્રસારમાં આવરી લેવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે, લક્ષણો ધરાવતા કોઇપણ વ્યક્તિ વિશે ખૂબ જ સતર્ક રહીને આશા વર્કરોએ ગર્ભવતી મહિલાઓ, નવજાત શિશુઓ અને બાળકોને પણ તેમની સેવા આપવાનું ચાલુ જ રાખ્યું હતું. તેમણે જ્યારે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહોતી ત્યારે આરોગ્ય સુવિધાઓને પરિવહનમાં પણ મદદ કરી હતી.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636616

 

ઉપરાષ્ટ્રપતિએ લોકલભારતને ગ્લોબલભારતમાં રૂપાંતરિત કરવા માટે આત્મનિર્ભર ભારત અભિયાન અપનાવવા દરેક ભારતીયોને અપીલ કરી

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે સમૃદ્ધ દેશ માટે ઇનોવેશન અને ઉદ્યમશીલતા માટે અનુકૂળ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનું આહ્વાન કર્યું હતું અને લોકલભારતને ગ્લોબલભારતમાં રૂપાંતરિત કરવા માટે દરેક ભારતીયોને આત્મનિર્ભર ભારત અભિયાન અપનાવવાની અપીલ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ નિવાસ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એલિમેન્ટ્સ મોબાઇલ એપ્લિકેશનના વર્ચ્યુઅલ પ્રારંભ પ્રસંગે બોલતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરીને, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને, માનવ સંસાધનોને વધુ ઉન્નત કરીને તેમજ મજબૂત પૂરવઠા સાંકળ તૈયાર કરીને દેશની આર્થિક સંભાવનાઓમાં નવો વેગ લાવવા અને તેને મોટી છલાંગ લગાવવા માટે આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી સહિત આંતરિક અને બાહ્ય સમસ્યાઓનો દેશ જે પ્રકારે સામનો કરી રહ્યો છે તે અંગે વાત કરતા શ્રી નાયડૂએ જણાવ્યું હતું કે, ભારત ઇતિહાસમાં પણ કટોકટીની ક્ષણોમાંથી પસાર થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, પરંતુ આપણે અડગ અને દૃઢ રહેવું જોઇએ જેથી આપણે આ પડકારોને દૂર કરી શકીએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1636604

 

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત પરિવારોને ઘરે પાણીના નળના જોડાણો આપીને પરત ફરેલા વિસ્થાપિત કામદારોને રોજગારીની તકો આપવામાં આવે છે

આખી દુનિયા જ્યારે કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે ત્યારે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર આ મહા પડકારને એક વિશાળ તકમાં રૂપાંતરિત કરી રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકા પૂરી પાડવાના તેમજ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાના વિશેષ પ્રયાસો થઇ રહ્યા છે. આ સંદર્ભમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન (GKRA)નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં વ્યાપક પ્રમાણમાં જાહેર કાર્યો હાથ ધરીને વતન પરત આવેલા વિસ્થાપિત કામદારો તેમજ અસરગ્રસ્ત સ્થાનિક ગ્રામીણ લોકો માટે સ્થાનિક સ્તરે જ રોજગારીની તકોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, દરેક ગામમાં લોકોના ઘરઆંગણા સુધી પાણી પહોંચાડવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલા જલ જીવન મિશન અંતર્ગત લોકોના ઘરે પીવાલાયક પાણી પહોંચાડવા સંબંધિત કાર્યો હાથ ધરીને કૌશલ્યવાન તેમજ અર્ધ કૌશલ્યવાન પરત ફરેલા વિસ્થાપિત કામદારો માટે રોજગારી નિર્માણની વિશાળ તકો ઉભી કરવામાં આવી રહી છે. આ રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે, અભિયાન હેઠળ સમાવી લેવામાં આવેલા જિલ્લાઓમાં આ કામગીરી શરૂ કરવામાં આવે જેથી દરેક પરિવાર સ્તર સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચવાની સાથે સાથે વિસ્થાપિત લોકો માટે રોજગારીનું નિર્માણ કરવામાં પણ મદદ મળશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1636608

 

મહામારીનો અંત લાવવા માટે વૈશ્વિક હોડમાં સ્વદેશી ભારતીય કોવિડ-19 રસીઓ છે
ભારત બાયોટેક દ્વારા કોવાક્સિન અને ઝાયડસ કેડિલા દ્વારા ઝાયકોવ-ડી નામની રસીની જાહેરાત કર્યા પછી કોવિડ-19ના કારણે ઘેરાયેલા અંધકારના વાદળો વચ્ચે દૂર ક્ષિતિજે એક આશાનું કિરણ દેખાયું છે. હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા CDSCO (કેન્દ્રીય દવા પ્રમાણભૂતતા નિયંત્રણ સંગઠન) દ્વારા માણસો પર રસીઓનું પરીક્ષણ કરવા માટે માપદંડો આપવામાં આવ્યા છે જેથી કપરા કાળના અંતની શરૂઆત થઇ છે. અગાઉના વર્ષોમાં, ભારત એક નોંધપાત્ર રસી ઉત્પાદન હબ તરીકે ઉભરી આવ્યું છે. ભારતીય ઉત્પાદકો યુનિસેફને કુલ જરૂરિયાતનો 60% રસીનો જથ્થો પૂરો પાડે છે. નોવલ કોરોના વાયરસ માટેની રસી દુનિયામાં કદાચ ગમે ત્યાં તૈયાર કરવામાં આવે પરંતુ જરૂરી માત્રામાં જથ્થાના ઉત્પાદન માટે ભારતીય ઉત્પાદકોને સામેલ કર્યા વગર તે શક્ય નથી.

 

વધુ વિગતો માટે:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1636625

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબ: કોવિડ-19ના કેસોની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી તેને ધ્યાનમાં રાખતા, પંજાબ સરકારે પંજાબમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો માટે એડવાઇઝરી બહાર પાડી છે. આ એડવાઇઝરી 7 જુલાઇથી લાગુ થશે. આ એડવાઇઝરી અનુસાર, પંજાબમાં કોઇપણ માધ્યમ એટલે કે જમીનમાર્ગ અથવા હવાઇમાર્ગ દ્વારા આવતી પુખ્ત અથવા સગીર વયની કોઇપણ વ્યક્તિને તેનો અમલ કરવાનો રહેશે અને આગામી આદેશ આપવામાં આવે ત્યાં સુધી, આવા લોકો પંજાબમાં પ્રવેશે ત્યારે તેમની તબીબી તપાસ થશે તેમજ તેમણે પંજાબમાં મુસાફરી શરૂ કરતા પહેલાં પોતાનું ઇ-રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રાજ્યની વારંવાર મુસાફરી કરતા લોકો સિવાય, પંજાબ આવતા તમામ મુસાફરોએ રાજ્યમાં આવ્યા પછી શરૂઆતમાં 14 દિવસ સેલ્ફ ક્વૉરેન્ટાઇનમાં રહેવું પડશે અને આ સમય દરમિયાન તેમણે દરરોજ COVA એપ્લિકેશન પર પોતાના આરોગ્યની સ્થિતિ અપડેટ કરવી પડશે અથવા 112 પર દરરોજ કૉલ કરવાનો રહેશે. જો તેમને કોઇપણ પ્રકારે સ્વાસ્થ્યમાં પ્રતિકૂળતા લાગે અથવા કોવિડ-19ના લક્ષણો જણાય તો, તેમણે તાત્કાલિક 104 પર કૉલ કરવાનો રહેશે. આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે શરૂઆતના 7 દિવસ સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન અને તે પછીના 7 દિવસ હોમ ક્વૉરેન્ટાઇનમાં રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
  • હરિયાણા: રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 હોવા છતાં પણ, હવે ઔદ્યોગિક અને વ્યાપારિક પ્રવૃત્તિઓ રાજ્યમાં તબક્કાવાર રીતે સામાન્ય સ્થિતિમાં આવી રહી છે. કોરોનાના સંક્રમણના સમયગાળા દરમિયાન બાળકોના શિક્ષણ પર મહામારીની અસર રોકવા માટે ઑનલાઇન માધ્યમોથી શિક્ષણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમય દરમિયાન ખાદ્યાન્નની ખરીદી સંતોષકારક રહી હતી. ઘઉંની ખરીદીની કામગીરી વધુ ઝડપી કરવા માટે સરકારે વધુ 1,800 ખરીદી કેન્દ્રો આ મોસમમાં ઉભા કર્યા હતા અને ઘઉં તેમજ અન્ય પાકોની વિક્રમી સંખ્યામાં ખરીદી થઇ હોવાનું નોંધાયું છે. દરમિયાન, ખેડૂતોને પણ પૂલ ખાતાં દ્વારા તેમના બેંક ખાતાંમાં સીધા જ નાણાંની ચુકવણી કરવામાં આવી છે.
  • હિમાચલ પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના નાયબ કમિશનરો અને બ્લૉક વિકાસ અધિકારીઓને સંબોધી રહ્યા હતા ત્યારે તેમને નિર્દેશો આપ્યા હતા કે, તેઓ રાજ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની યાદી તૈયાર કરે જેથી રાજ્ય સરકાર લાભાર્થીઓ સાથે બહેતર સંકલન અને જોડાણ જાળવી શકે. તેમણે જણાવ્યું હતું કે, લાભાર્થીઓ સાથે સરકાર સતત વાર્તાલાપ કરે તે આવશ્યક છે અને વિવિધ યોજનાઓ અંગે તેમની પાસેથી પ્રતિભાવો મેળવવા માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર ઉભું કરવામાં આવે તે પણ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અચૂકપણે કરવો જોઇએ. તેમણે BDOને નિર્દેશો આપ્યા હતા કે, તેમની પાસે પંચાયત સ્તરે લાભાર્થીઓ અંગેના વિગતવાર ડેટા હોવા જોઇએ જેથી માત્ર એક બટન ક્લિક કરવાથી તે ઉપલબ્ધ થઇ શકે.
  • કેરળ: મલપ્પુરમમાં મંજેરી મેડિકલ કોલેજ ખાતે અખાતી દેશમાંથી પરત આવેલા એક 82 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હોવાથી રાજ્યમાં કોવિડના કારણે કુલ 26 વ્યક્તિના મોત નોંધાયા છે. તેમને કોરોના પોઝિટીવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. કોટ્ટયમમાં કોવિડ-19ના કારણે ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવેલી એક વ્યક્તિ આજે ઢળી પડવાથી તેનું મૃત્યુ થયું હતું; તેમના સ્વેબના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રાજ્યના પાટનગર તિરુવનંતપૂરમમાં સંપર્કો અને અજ્ઞાત સ્રોતોમાંથી સતત કોવિડના કેસો વધી રહ્યા હોવાથી ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે. વધુ ચાર વૉર્ડને કન્ટેઇન્મેટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધુ પરીક્ષણો કરવામાં આવશે. અર્નાકૂલમ જિલ્લામાં પણ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઇ ગઇ છે. વધુ આઠ કેરળવાસીઓ રાજ્યની બહાર કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે જ્યારે અખાતી દેશોમાં આ વાયરસના કારણે વધુ 6 કેરળવાસીઓ મૃત્યુ પામ્યા છે. આમાંથી એક-એક વ્યક્તિ મુંબઇ અને દિલ્હીમાં મૃત્યુ પામી છે. કેરળમાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ 240 નવા પોઝિટીવ કેસ ગઇકાલે નોંધાયા હતા. આ સાથે હાલમાં રાજ્યમાં 2,129 દર્દીઓ કોવિડની સારવાર હેઠળ છે અને 1.77 લાખથી વધુ લોકોને અલગ અલગ જિલ્લામાં ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
  • તામિલનાડુ: પુડુચેરીમાં કોવિડ-19ના નવા 43 કેસ પોઝિટીવ નોંધાયા છે; આજે 43 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હોવાથી કુલ 448 દર્દીને રજા આપવામાં આવી છે; અત્યાર સુધઈમાં 14 દર્દીઓ આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે. AIADMK કોઇમ્બતૂર દક્ષિણના ધારાસભ્ય અમ્માન કે. અર્જૂનન (58)ને આજે ESI હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તામિલનાડુમાં શનિવારે 37 જિલ્લામાં કોવિડ-19ના નવા 4,280 કેસો નોંધાયા હતા જેથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો વધીને 1,07,001 થઇ ગયો છે જ્યારે વધુ 65 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ગઇકાલ સુધીમાં નોંધાયેલા કુસ સક્રિય કેસની સંખ્યા: 44956, મૃત્યુ પામ્યા: 1450, રજા આપવામાં આવી: 60592, ચેન્નઇમાં સક્રિય કેસ: 24195.
  • કર્ણાટક: રાજ્યમાં આગામી 2 ઑગસ્ટ સુધી દર રવિવારે સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. હોમ આઇસોલેશન માટે વય મર્યાદા વધારીને 60 કરવામાં આવી છે; દર્દીઓના આરોગ્યના દૈનિક અપડેટ માટે સમર્પિત ટેલિ- મોનિટરિંગ લિંક શરૂ કરવામાં આવશે. કોવિહ મહામારી સામે લડવા માટે રાજ્યની ટીમમાં વધુ બે મંત્રીઓને સામેલ કરવા માટે મુખ્યમંત્રીએ તેમનો સંપર્ક કર્યો હતો: નાયબ મુખ્યમંત્રી ડૉ. સી. એન. અશ્વંથનારાયણ કોવિડ સંભાળ કેન્દ્રો (CCC)ની દેખરેખ રાખશે અને મહેસૂલ મંત્રી આર. અશોક ખાનગી હોસ્પિટલો સાથે બેડની ઉપલબ્ધતા અંગે સંકલનની કામગીરી સંભાળશે. તબીબી શિક્ષણમંત્રી ડૉ. કે. સુધાકર કોરોના વાયરસ સંબંધિત નીતિઓ તૈયાર કરવા પર ધ્યાન આપવાનું ચાલુ રાખશે અને તેમને દરરોજ મીડિયા સમક્ષ બ્રિફિંગ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. રાજ્યમાં ગઇકાલે નવા 1839 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 439 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને 42 દર્દી મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં નોંધાયેલા કુસ કેસ: 21,549 સક્રિય કેસ: 11,966 મૃત્યુ પામ્યા: 335, સાજા થયા: 9244.
  • આંધ્રપ્રદેશ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 998 કેસોનો વિક્રમી સંખ્યામાં વધારો થયો છે જ્યારે વધુ 14 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 232 થયો છે. હાલમાં સક્રિય કેસનો આંકડો 10 હજારથી વધુ (10,043) નોંધાયો છે જ્યારે કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 18,697 થઇ ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,17,140 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. 17 TTD કર્મચારીઓને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાથી તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમના પરિવારના સભ્યોને તેમજ સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. TTD દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જુલાઇના અંત સુધીમાં દૈનિક યાત્રાળુઓની સંખ્યામાં કોઇ જ વધારો કરવામાં આવશે નહીં. રાજ્યએ લોકોમાં ચેપની તપાસ કરવા માટે 1.3 કરોડ જેટલા પરિવારો સુધી પહોંચવા માટે જોખમ કમ્યુનિકેશન અને સામુદાયિક જોડાણ કાર્યક્રમ શરૂ કરવા માટે યુનિસેફ સાથે જોડાણ કર્યું છે. તેનો ઉદ્દેશ કોવિડ માટે યોગ્ય વર્તણૂક વિશે લોકોમાં માહિતી ફેલાવવાનો છે.
  • તેલંગાણા: જુના શહેરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોરોના વાયરસ સામે લડવા માટે ધારાવી મોડેલ અપનાવવામાં આવ્યું છે. કોરોના વાયરસની ઘટનાઓના સંદર્ભમાં એક બહેતર સ્થિતિ ધરાવતું રાજ્ય ગણાતા તેલંગાણામાં પોઝિટીવિટી દર અથવા પ્રત્યેક 100 પરીક્ષણ દીઠ કુલ પુષ્ટિ થયેલા કેસનો દર છેલ્લા બે અઠવાડિયામાં 25% વધ્યો છેજે અગાઉના પખવાડિયાની સરખામણીએ લગભગ બમણો પોઝિટીવિટી દર છેઅને રાજ્ય પહેલી વખત મહારાષ્ટ્ર અને દિલ્હી રાજ્યો પછી કેસોમાં પ્રથમ નંબરે આવી ગયું છે. ગઇકાલ સુધીમાં નોંધાયેલા કુસ કેસ: 22312, સક્રિય કેસ: 10487, મૃત્યુ પામ્યા: 288, સાજા થયા:11537.
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશ સરકારના મુખ્ય સચિવે માહિતી આપી હતી કે, આરોગ્ય, પોલીસ અથવા આતિથ્ય સેવાઓ સહિત અગ્ર હરોળમાં લડી રહેલા તમામ યોદ્ધાઓનું લૉકડાઉનના સાત દિવસ દરમિયાન પરીક્ષણ કરવામાં આવશે જેથી તેઓ કોવિડ-19 મુક્ત હોવાનું સુનિશ્ચિત થઇ શકે.
  • આસામ: આસામના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી થોડા દિવસોમાં કોવિડ-19નમા 5 લાખ સેમ્પલનું પરીક્ષણ થઇ જશે.
  • મણિપુર: મણિપુરની સરકારે નિર્ણય લીધો છે કે, જિરિબામ શહેરમાં કોવિડ સંભાળ કેન્દ્ર ઉભું કરવામાં આવશે જેથી વધતા કેસોની સારવાર થઇ શકે. ચેપગ્રસ્ત લોકોને ઓળખી કાઢવા માટે સામૂહિક પરીક્ષણ કરવામાં આવશે. મણિપુર રાજ્ય સરકારે ICMR દ્વારા મંજૂરી મળ્યા પછી 50,000 રેપિડ પરીક્ષણ કીટ્સ માટે ઓર્ડર આપ્યો છે. આ કીટ્સ આવતીકાલે આવી જવાની સંભાવના છે.
  • મેઘાલય: શિલોંગમાં આજે BSFના કર્મચારીને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાની પુષ્ટિ થઇ છે. આ સાથે, મેઘાલયમાં કુલ સક્રિય કેસની સંખ્યા 27 થઇ છે અને અત્યાર સુધીમાં 43 દર્દી સાજા થઇ ગયા છે.
  • મિઝોરમ: મિઝોરમમાં ખાવઝાવ્લ જિલ્લા હોસ્પિટલમાંથી આજે કોવિડ-19માંથી સાજા થયેલા વધુ બે દર્દીને રજા આપવામાં આવી છે. ખાવઝાવ્લ રાજ્યમાં પાંચમો કોવિડના સક્રિય કેસ વગરનો જિલ્લો થઇ ગયો છે. કોઇ સક્રિય કેસ ના હોય તેવા અન્ય ચાર જિલ્લામાં નાહ્થીઆલ, સૈતુઅલ, કોલાસીબ અને સેર્શિપ છે.
  • નાગાલેન્ડ: કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોના કારણે અસરગ્રસ્ત વિસ્થાપિત શ્રમિકોને ભોજન અને આશ્રય પૂરો પાડવા માટે નાગાલેન્ડની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા પોઝિટીવ કેસનો આંકડો બે લાખ કરતાં વધી ગયો છે જેમાં છેલ્લા 24 કલાકમાં 7,074 નવા કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. સરકારના આરોગ્ય બુલેટીન અનુસાર, શનિવારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ 295 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8,671 થઇ ગયો છે. રાજ્યમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 83,295 છે. મુંબઇમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત વધુ 1,180 કેસ પોઝિટીવ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર પોલીસ વિભાગમાં કોરોના વાયરસના કારણે વધુ ચાર વ્યક્તિનાં મોત અને નવા 30 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્ર પોલીસ વિભાગમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ વધીને 5,205 થઇ ગયા છે જેમાંથી 1,070 સક્રિય કેસ છે.
  • ગુજરાત: ગુજરાતમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસની સંખ્યા 35,398 સુધી પહોંચી ગઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 712 કેસ પોઝિટીવ નોંધાયા છે જેમાંથી 205 કેસ સુરતમાં અને 165 નવા કેસ અમદાવાદમાં નોંધાયા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 8,057 છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4.04 લાખ સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
  • રાજસ્થાન: આજે સવારે રાજ્યમાં વધુ 224 કેસને કોરોના પોઝિટીવ હોવાનો રિપોર્ટ આવ્યો છે જ્યારે વધુ 6 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના કુસ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 19,756 થઇ છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 3,640 છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોવિડ-19ના નવા 307 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ નોંધાયેલા કેસની સંખ્યા 14,604 થઇ છે જ્યારે વધુ 5 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. હાલમાં આજની તારીખે રાજ્યમાં 2,772 સક્રિય કેસ છે. કિલ કોરોના અભિયાન અંતર્ગત મધ્યપ્રદેશમાં 1 જુલાઇથી 15 જુલાઇ દરમિયાન 61.54 લાખ લોકોનો સર્વે કરવામાં આવશે અને 10 હજારથી વધુ લોકોના સેમ્પલ પરીક્ષણ માટે એકત્ર કરવામાં આવશે. આ માટે શહેરી વિસ્તારોમાં 1,776 ટીમ અને ગ્રામીણ વિસ્તારોમાં 8975 ટીમો સર્વેનું કામ કરી રહી છે.
  • છત્તીસગઢ: છત્તીસગઢમાં કોવિડ-19ના નવા 96 પોઝિટીવ કેસ ઓળખી કાઢવામાં આવ્યા છે જેથી રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસનો આંકડો વધીને 3,161 થઇ ગયો છે. તાજેતરના અહેવાલો અનુસાર હાલમાં રાજ્યમાં 621 સક્રિય દર્દીઓ સારવાર હેઠળ છે.
  • ગોવા: રાજ્યમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત વધુ 108 દર્દીઓ ઓળખી કાઢવામાં આવ્યા હોવાથી રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1,684 થઇ છે. તેમાંથી, અત્યાર સુધીમાં 825 દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 853 છે. રાજ્યમાં કોનવેલેસેન્ટ પ્લાઝ્મા થેરાપી શરૂ કરવા માટે ICMR પાસેથી મંજૂરી મેળવવા અંગે હાલમાં ગોવા સરકાર વિચાર કરી રહી છે.

 

 

 

 

 

 



(Release ID: 1636714) Visitor Counter : 285