સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


સાજા થયેલા લોકોની સંખ્યા 4 લાખ કરતાં વધારે

સક્રિય કેસો અને સાજા થયેલા લોકોનો તફાવત અંદાજે 1.65 લાખની નજીક પહોંચી ગયો

प्रविष्टि तिथि: 05 JUL 2020 1:43PM by PIB Ahmedabad

સરકાર દ્વારા કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને હાથ ધરવામાં આવેલા સંકલિત પ્રયાસોના કારણે કોવિડ-19 બીમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા આજે 4,09,082 સુધી પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 14,856 દર્દીઓ સાજા થઇ ગયા છે.

અત્યાર સુધીની સ્થિતિ અનુસાર કોવિડ-19ના સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા 1,64,268 વધારે નોંધાઇ છે. સાથે દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર પણ વધીને 60.77% થઇ ગયો છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,44,814 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

21 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દર્દીઓ સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ વધારે છે. તેની વિગતો નીચે પ્રમાણે છે:

 

અનુક્રમ નંબર

રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ

સાજા થવાનો દર

1

ચંદીગઢ

85.9%

2

લદ્દાખ

82.2%

3

ઉત્તરાખંડ

80.9%

4

છત્તીસગઢ

80.6%

5

રાજસ્થાન

80.1%

6

મિઝોરમ

79.3%

7

ત્રિપુરા

77.7%

8

મધ્યપ્રદેશ

76.9%

9

ઝારખંડ

74.3%

10

બિહાર

74.2%

11

હરિયાણા

74.1%

12

ગુજરાત

71.9%

13

પંજાબ

70.5%

14

દિલ્હી

70.2%

15

મેઘાલય

69.4%

16

ઓડિશા

69.0%

17

ઉત્તરપ્રદેશ

68.4%

18

હિમાચલ પ્રદેશ

67.3%

19

પશ્ચિમ બંગાળ

66.7%

20

આસામ

62.4%

21

જમ્મુ અને કાશ્મીર

62.4%

 

દેશમાં કોવિડના પરીક્ષણ માટે લેબોરેટરીના નેટવર્કમાં સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં અત્યારે સરકારી ક્ષેત્રની 786 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 314 લેબોરેટરીઓ સાથે કોવિડ-19ના પરીક્ષણ માટે કુલ 1100 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે. તેની વિગતો પ્રમાણે છે:

વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 591 (સરકારી: 368 + ખાનગી: 223)

• TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 417 (સરકારી: 385 + ખાનગી: 32)

• CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 92 (સરકારી: 33 + ખાનગી: 59)

કોવિડ-19ના પરીક્ષણમાં અત્યાર સુધી જે અવરોધો આવતા હતા તે દૂર કરવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાં ઉપરાંતટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ” (પરીક્ષણ કરો, ટ્રેસ કરો, સારવાર કરો) રણનીતિના અપનાવવામાં આવી હોવાથી રાજ્યોમાં સેમ્પલના પરીક્ષણોની સંખ્યામાં દરરોજ એકધારો વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,48,934 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 97,89,066 સુધી પહોંચી ગયો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારાસામાન્ય તબીબી અને વિશેષજ્ઞ માનસિક આરોગ્ય સંભાળ સુવિધાઓ માટે માર્ગદર્શિકા દસ્તાવેજબહાર પાડવામાં આવ્યો છે. માર્ગદર્શિકા આપેલ લિંક પરથી ઉપલબ્ધ છે

https://www.mohfw.gov.in/pdf/MentalHealthIssuesCOVID19NIMHANS.pdf

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા

કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો

ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.


(रिलीज़ आईडी: 1636615) आगंतुक पटल : 325
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam