સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ:


સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોનો આંકડો અંદાજે 1.6 લાખ વધારે;

દર્દીઓ સાજા થવાનો દર 60.81% નોંધાયો; 95 લાખથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું

Posted On: 04 JUL 2020 5:10PM by PIB Ahmedabad

કોવિડ-19માં દૈનિક દર્દીઓ સાજા થવાની સંખ્યામાં ઝડપી અને સતત વધારો થઇ રહ્યો છે. કોવિડ-19 બીમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા સક્રિય કેસોની સરખામણીએ 1,58,793 વધારે નોંધાઇ છે. આના પરિણામે, દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 60.81% નોંધાયો છે.

 

છેલ્લા 24 કલાક દરમિયાન, કુલ 14,335 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આ સાથે દેશમાં કુલ 3,94,226 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ ગયા છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,35,433 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

 

દેશમાં કોવિડના પરીક્ષણ માટે લેબોરેટરીના નેટવર્કમાં સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાથી આ શક્ય બન્યું છે. ભારતમાં અત્યારે સરકારી ક્ષેત્રની 780 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 307 લેબોરેટરીઓ સાથે કોવિડ-19ના પરીક્ષણ માટે કુલ 1087 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે.

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,42,383 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 95,40,132 સુધી પહોંચી ગયો છે.

 

 

GP/DS

 



(Release ID: 1636535) Visitor Counter : 219