પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોરિયન યુધ્ધ શરૂ થયાની 70મી વર્ષગાંઠે કોરિયા અને ત્યાંની પ્રજાને પ્રધાનમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી

Posted On: 25 JUN 2020 6:22PM by PIB Ahmedabad

1950માં કોરિયન યુધ્ધ શરૂ થયું તેની 70મી વર્ષગાંઠ પ્રસંગે ભારતના  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કોરિયન દ્વિપકલ્પમાં શાંતિ સ્થાપના માટે પોતાના જીવનના બલિદાન આપનાર વિરલાઓને ભાવભરી શ્રધ્ધાંજલિ આપી હતી.

સિઓલમાં પ્રસંગની ઉજવણી દરમ્યાન યોજાયેલા યાદગાર સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ સંદેશો મોકલાવ્યો હતો. સમારંભનું આયોજન રિપબ્લિક ઓફ કોરિયાના દેશ ભક્તો અને સેવા નિવૃત સૈનિક કાર્ય મંત્રાલયના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. રિપબ્લિક ઓફ કોરિયાના પ્રેસિડેન્ટ શ્રી મૂન જે-ઈનના પ્રમુખ પદે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીશ્રી પોતાના સંદેશામાં રિપબ્લિક ઓફ કોરિયાના યુધ્ધમાં ભારતે આપેલા યોગદાનને યાદ કર્યો હતો. યોગદાન 60 પેરાફિલ્ડ હોસ્પિટલના નિર્માણ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. હોસ્પિટલે યુધ્ધ દરમ્યાન સૈનિકો અને નાગરિકોને ઉમદા સર્વિસ પૂરી પાડી હતીપ્રધાનમંત્રીશ્રીએ યુધ્ધના અવશેષોમાંથી એક મહાન દેશનું નિર્માણ કરવામાં રિપબ્લિક ઓફ કોરિયાએ જે ધીરજ અને ખંત દાખવ્યો હતો તેની પ્રશંસા કરી હતી અને કોરિયન સરકારના, કોરિયન દ્વિપકલ્પમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે કોરિયન દ્વિપકલ્પમાં કાયમી શાંતિ માટે ભારત સરકાર અને ભારતના લોકો તરફથી શુભેચ્છા પાઠવી હતી.

કોરિયાના પ્રેસિડેન્ટ મૂન ઉપરાંત રિપલ્બિક ઓફ કોરિયાના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી, અન્ય કેબિનેટ મંત્રીઓ, યુધ્ધ દરમિયાન કોરિયાને સહાય પૂરી પાડનારા દેશોના રાજદૂતો અને કોરિયાના માનવંતા મહાનુભવો સમારંભમાં હાજર રહ્યા હતા.

 

GP/DS

 

 


 

 



(Release ID: 1634330) Visitor Counter : 189