સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


ભારતમાં પ્રત્યેક એક લાખની વસ્તીએ મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદર પૈકી એક છે

Posted On: 23 JUN 2020 1:50PM by PIB Ahmedabad

WHOનો 22 જૂન 2020નો 154મો પરિસ્થિતિ અહેવાલ દર્શાવે છે કે, ભારતમાં પ્રત્યેક એક લાખની વસ્તીએ કોવિડ-19ના કારણે મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદર પૈકી એક છે. ભારતમાં પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ મૃત્યુદર 1.00 છે જ્યારે વૈશ્વિક સરેરાશ મૃત્યુદર તેના ગણાથી પણ વધારે એટલે કે 6.04 છે. યુકેમાં  પ્રત્યેક એક લાખની વસ્તીએ કોવિડ-19ના કારણે 63.13 લોકોના મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે જ્યારે સ્પેન, ઇટાલી અને યુએસ માટે આંકડો અનુક્રમે 60.60, 57.19 અને 36.30 નોંધાયો છે.

ભારતમાં, કોવિડના કેસોની વહેલી ઓળખ, સમયસર પરીક્ષણ અને સર્વેલન્સ, સંપર્ક ટ્રેસિંગ શોધવા માટે સઘન કામગીરી અને સાથે સાથે અસરકારક તબીબી વ્યવસ્થાપનના પરિણામે મૃત્યુદર નિયંત્રણમાં રાખવા ઘણી મદદ મળી છે. કોવિડ-19ના નિયંત્રણ, નિરાકરણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને ભારત સરકારના તબક્કાવાર, પૂર્વ-સક્રિય અને પૂર્વ-અસરકારક અભિગમનું પણ પરિણામ છે.

કોવિડ-19ના દર્દીઓ સાજા થવાના દરમાં એકધારો વધારો થઇ રહ્યો છે. હાલમાં સાજા થવાનો દર 56.38% નોંધાયો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસની બીમારીમાંથી કુલ 2,48,189 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની બીમારીમાંથી 10,994 દર્દીઓ સાજા થઇ ગયા છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,78,014 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

કોવિડ-19ના પરીક્ષણ માટે દેશમાં સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 726 કરવામાં આવી છે અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 266 કરવામાં આવી છે જેથી દેશમાં અત્યારે કુલ 992 લેબોરેટરીમાં પરીક્ષણની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 553 (સરકારી: 357 + ખાનગી: 196)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 361 (સરકારી: 341 + ખાનગી: 20)

CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 78 (સરકારી: 28 + ખાનગી: 50)

અત્યારે દેશમાં દરરોજ કોવિડ-19ના પરીક્ષણની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,87,223 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 71,37,716 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો

ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન

નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS



(Release ID: 1633664) Visitor Counter : 182