નાણા મંત્રાલય
MSMEs અને NBFC માટે સરકારી યોજનાઓનો નોંધપાત્ર પ્રભાવ પડી રહ્યો છે- ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગાઇડન્સ સ્કીમ (ECLGS) અંતર્ગત રૂ. 79,000 કરોડથી વધુ ફાળવણી કરવામાં આવી
Posted On:
23 JUN 2020 2:43PM by PIB Ahmedabad
MSME ક્ષેત્ર માટે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા હવે ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. સરકારની બાંયધરી સાથેની ઇમરજન્સી ક્રેડિટ લાઇન માટે અત્યાર સુધીમાં જાહેર અને ખાનગી ક્ષેત્રો માટે પહેલાંથી જ રૂ. 79,000 કરોડથી વધુ મૂલ્યના ધિરાણને 20 જૂન 2020 સુધીમાં મંજૂરી આપવામાં આવી છે જેમાંથી રૂ. 35,000 કરોડથી વધુ રૂપિયાની ચુકવણી પણ કરી દેવામાં આવી છે.
આ યોજના હેઠળ સૌથી મોટા ધિરાણકર્તાઓમાં SBI, HDFC બેંક, બેંક ઓફ બરોડા, PNB અને કેનેરા બેંક છે. આનાથી 19 લાખ MSME અને અન્ય વ્યવસાયોને લૉકડાઉન પછીના તબક્કામાં પોતાનો વ્યવસાય ફરી શરૂ કરવામાં મોટી મદદ મળી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આત્મનિર્ભર અભિયાનના ભાગરૂપે MSME અને નાના વ્યવસાયો માટે વધારાના રૂપિયા 3 લાખ કરોડનું ધિરાણ આપવાની તેમની યોજના છે. આવા ઉદ્યોગો તેમના હાલના ધિરાણના 20 ટકા રકમ વધારા ધિરાણ પેટે અગાઉ નિર્ધારિત કરવામાં આવેલા વ્યાજદરે લેવા પ્રાપ્ત હતા.
આ ઉપરાંત, માર્ચ- એપ્રિલ 2020માં RBI દ્વારા જાહેર કરવામાં આવેલી વિશેષ તરલતા યોજના, SIDBI હેઠળ રૂ. 10,220 કરોડથી વધુ રકમ NBFC, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન અને બેંકોને આપવામાં આવી છે જેથી તેઓ MSME તેમજ નાના ધિરાણ લેનારાઓને નાણાંનું ધિરાણ કરી શકે. નેશનલ હાઉસિંગ બેંક (NHB) દ્વારા તેની રૂ. 10,000 કરોડની સંપૂર્ણ સુવિધા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આપવામાં આવી છે. SIDBI અને NHB દ્વારા આ રિફાઇનાન્સ હાલમાં ચાલી રહેલી વિવિધ યોજના ઉપરાંત છે જે અંતર્ગત રૂ. 30,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. NBFC અને MFI લંબાવેલી આંશિક બાંયધરી યોજના અંતર્ગત પણ વધુ મદદ કરી રહી છે જેમાં રૂ. 5500 કરોડથી વધુની મંજૂરી આપી દેવામાં આવી છે. અન્ય રૂ. 5000 કરોડના ટ્રાન્ઝેક્શન હાલમાં મંજૂરની પ્રક્રિયા હેઠળ છે જ્યારે અન્ય ચોક્કસ ડીલ્સ હાલમાં વાટાઘાટો હેઠળ છે.
GP/DS
(Release ID: 1633655)
Visitor Counter : 265
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam