પ્રધાનમંત્રીનું કાર્યાલય

વાણિજયિક ધોરણે ખાણકામ માટે કોલસાના બ્લૉકની હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવા પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળ પાઠ

Posted On: 18 JUN 2020 1:15PM by PIB Ahmedabad

ધન્યવાદ પ્રહલાદજી, સૌને નમસ્કાર,

સમારંભમાં દેશ વિદેશમાંથી સામેલ થઈ રહેલા તમામ સાથીઓનું હું ખૂબ ખૂબ સ્વાગત કરૂ છું. આટલા પડકારયુક્ત સમયમાં રીતે સમારંભનુ આયોજન કરવું અને તેમાં આપ સૌનું સામેલ થવું ખુદ એક મોટી આશા જગાવે છે અને વિશ્વાસનો ખૂબ મોટો સંદેશો લઈને આવે છે.

ભારત કોરોના સાથે લડશે, વિજય પણ હાંસલ કરશે અને આગળ પણ ધપશે. ભારત સ્થિતિને મોટી આપત્તિ સમજીને રોતા રહેવાનો મત ધરાવતું નથી. આપત્તિ ગમે તેટલી મોટી હોય, તો પણ ભારત તેને તકમાં પરિવર્તિત કરવા માટે સંકલ્પબધ્ધ છે અને આપણે સૌ સાથે મળીને આફતને અવસરમાં પલટી નાખીશું. કોરોનાના સંકટે ભારતને આત્મનિર્ભર બનવાનો, સ્વનિર્ભર બનવાનો બોધ પણ આપ્યો છે.

આત્મનિર્ભર ભારત એટલે કે ભારત આયાત ઉપરનું અવલંબન ઓછુ કરશે. આત્મનિર્ભર ભારત એટલે કે આયાત પાછળ ખર્ચ કરવામાં આવતા મહામૂલા વિદેશી ચલણની ભારત બચત કરશે અને તે બચત દેશના ગરીબોના કલ્યાણ માટે કામમાં આવી શકશે. આત્મનિર્ભર ભારત એટલે કે ભારતે આયાત ના કરવી પડે તે માટે પોતાના દેશમાં સાધનો અને સ્ત્રોતો વિકસાવવાની દિશામાં લગાતાર પ્રયાસ કરતો રહેશે, આગળ ધપતો રહેશે. તમારા ઉપર મને ભરોંસો છે અને એટલા માટે હું કહી રહ્યો છું કે આજે આપણે જે ચીજોની આયાત કરીએ છીએ, તે ચીજો માટે આવતી કાલે સૌથી મોટા નિકાસકાર બનીશું.

 

સાથીઓ,

ધ્યેય હાંસલ કરવા માટે ખૂબ આવશ્યક છે કે આપણે એક એક ક્ષેત્રને લઈને, એક -એક પ્રોડકટને લઈને, એક -એક સર્વિસને ધ્યાનમાં રાખીને સમગ્રલક્ષી રીતે કામ કરતા રહીશું. એક -એક ક્ષેત્રને પસંદ કરીને તે ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવીશું. આજનો સમારંભ વિચારધારાને સાકાર કરવાની દિશાની એક મહત્વ ધરાવતી પહેલ છે, એક મજબૂત કદમ છે.

આજે ઉર્જા ક્ષેત્રમાં ભારતને આત્મ નિર્ભર બનાવવા માટે, સ્વ નિર્ભર બનાવવા માટે એક ખૂબ મોટુ કદમ ઉઠાવવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ માત્ર કોલસાના ખાણકામ સાથે જોડાએલા, એક ક્ષેત્રના સુધારાને વાસ્તવિક સ્વરૂપ આપવાનો છે એટલુ નહી પણ 130 કરોડ લોકોની મહેચ્છાઓને સાકાર કરવાની એક કટિબધ્ધતા છે. તે આપણા યુવાન સાથીદારો માટે રોજગારીની અનેક તકો ઉભી કરવાનો પ્રારંભ છે.

 

સાથીઓ,

સ્વનિર્ભર બનવાના સંકલ્પને સિધ્ધ કરવા માટે જ્યારે ગયા મહિને આપણે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી હતી ત્યારે ઘણાં લોકોને લાગતું હતું કે એક માત્ર સરકારી પ્રક્રિયા છે, પણ માત્ર એક મહિનાની અંદર દરેક જાહેરાતને, ભલે ને પછી તે ખેતી ક્ષેત્રનો સુધારો હોય કે એમએસએમઈ ક્ષેત્ર સાથે જોડાયેલો સુધારો હોય, કે પછી કોલસાના ખાણકામ સાથે જોડાયેલો સુધારો હોય. દરેક ક્ષેત્રમાં એક સાથે અનેક પ્રકારના કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે, નિર્ણયો કરવામાં આવી રહ્યા છે અને નિર્ણયોને ઝડપભેર અમલમાં મૂકી શકાય તે માટેની દરેક કોશિશ કરવામાં આવી રહી છે.

બાબત દર્શાવે છે કે કટોકટીનું તકમાં પરિવર્તન કરવા બાબતે ભારત કેટલુ ગંભીર છે અને કેટલું કટિબધ્ધ છે. આપણે આજે માત્ર  વાણિજ્યિક ખાણકામ માટે હરાજીનો પ્રારંભ કરી રહ્યા નથી, પણ કોલસાના ક્ષેત્રમાં દાયકાઓથી ચાલતા લૉકડાઉનની બહાર પણ નિકળી રહ્યા છીએ. કોલસાના ક્ષેત્રમાં લૉકડાઉનનો કેવો પ્રભાવ વર્તાતો હતો તે તમે લોકો ઘણી સારી રીતે જાણો છો. વિચારો કે દેશ કોલસાની અનામતોને આધારે દુનિયામાં ચોથા નંબરનો સૌથી મોટો દેશ છે. દુનિયાનો જે બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે તે દેશ કોલસાની આયાત નથી કરતો, પણ આપણો દેશ દુનિયાનો સૌથી મોટો કોલસાનો આયાતકાર દેશ છે, કોલસો આયાત કરી રહ્યો છે.

 

સૌથી મોટો સવાલ છે કે આપણે જ્યારે દુનિયાના સૌથી મોટા ઉત્પાદક દેશ છીએ ત્યારે એક રીતે જોઈએ તો સૌથી મોટા ઉત્પાદકોનું જે મુખ્ય જૂથ છે તેમાંના આપણે એક છીએ. જો બાબત સાચી હોય તો સવાલ છે કે આપણે સૌથી મોટા નિકાસકાર દેશ કેમ બની શકતા નથી? અને સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે. આથી સવાલ મારા, આપ સૌના અને કરોડો ભારતીયોના મનમાં હંમેશા રહેતો હોય છે.

 

સાથીઓ, આપણે ત્યાં દાયકાઓથી આવી સ્થિતિ ચાલતી આવી રહી છે. દેશના કોલસા ક્ષેત્રને કેપ્ટીવ અને નૉન-કેપ્ટીવની જાળમાં ગૂંચવીને રાખવામાં આવ્યો હતો અને તેને સ્પર્ધાની બહાર રાખવામાં આવ્યો હતો. પારદર્શકતાની એક ઘણી મોટી સમસ્યા અનેક વખત આપણી સામે આવતી હતી. પ્રમાણિકતા સાથે હરાજીના વાત તો છોડો, કોલસાની ખાણોની ફાળવણીમાં પણ મોટા મોટા ગોટાળા થયા હોવાની ચર્ચા દરેક વ્યક્તિએ સાંભળી છે, હંમેશા ચાલતી રહી છે અને દરેક ખૂણે સાંભળવામાં આવી રહી છે. અને કારણે દેશના કોલસા ક્ષેત્રમાં મૂડી રોકાણ પણ ઓછુ થતું હતું અને તેની કાર્યક્ષમતા પણ હંમેશા સવાલોના વર્તુળમાં રહેતી હતી. કોલસો કોઈ એક રાજ્યમાં નિકળતો હતો અને તેને સેંકડો કી.મી. દૂર કોઈ બીજા રાજ્યના વિજ મથક માટે જતો હતો. જ્યારે તે રાજ્ય વીજ મથક માટે કોલસાની પ્રતિક્ષા કરતું રહેતું હતું. આનો અર્થ કે ઘણી બધી અવ્યવસ્થા હતી, અસ્તવ્યસ્ત સ્થિતિ હતી.

 

સાથીઓ,

વર્ષ 2014 પછી સ્થિતિને બદલવા માટે અમે એક પછી એક કદમ ઉઠાવવા માંડ્યા. જે કોલ લીંકેજની વાત કોઈ વિચારી પણ શકતું હતું તે કામ અમે કરીને બતાવ્યું. આવા પગલાં લેવાના કારણે કોલસા ક્ષેત્રને પણ મજબૂતી હાંસલ થઈ અને આજે મોટા મોટા સુધારાઓને સમાવી લેવાની તાકાત તેની અંદર આવી રહી છે. હજુ હમણાં આપણે સુધારા કરી બતાવ્યા છે કે જેની ચર્ચા દાયકાઓથી ચાલી રહી હતી. તમે લોકો પણ ચર્ચા કરી રહ્યા હતા. જે લોકો પોતાને નિકાસના સ્પર્ધક માનતા હતા તે પણ આવુ કરી રહ્યા હતા. હવે ભારતે કોલસા અને ખાણકામ ક્ષેત્રને સ્પર્ધા માટે, મૂડી રોકાણ માટે, સહભાગીતા માટે અને ટેકનોલોજી માટે સંપૂર્ણપણે ખૂલ્લુ મૂકવાનો નિર્ણય કરી દીધો છે. બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જે નવી કંપનીઓ છે, ખાનગી કંપનીઓ ખાણકામ ક્ષેત્રે આવી છે તેમને ધિરાણના અભાવને કારણે કોઈ અવરોધ નડે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જેથી નવા લોકોને પ્રોત્સાહન મળતું રહે.

 

સાથીઓ, એક મજબૂત ખાણકામ અને ખનિજ ક્ષેત્ર સિવાય ભારત માટે સ્વ નિર્ભર બનવાનું શક્ય નથી, કારણ કે ખનિજો અને ખાણકામ આપણાં અર્થતંત્રના મહત્વના સ્તંભો છે. સુધારા થયા તે પછી હવે કોલસાનું ઉત્પાદન સમગ્ર કોલસા ક્ષેત્ર પણ એક પ્રકારે આત્મનિર્ભર બની શકશે. હવે કોલસા માટે બજાર ખૂલી ગયું છે. જે ક્ષેત્રને જ્યારે જેટલી જરૂરિયાત હશે તેટલી તે ખરીદી કરી શકશે.

 

સાથીઓ,

જે સુધારા અમે કર્યા છે તેનો લાભ માત્ર કોલસા ક્ષેત્રને નહીં, બીજા અન્ય ક્ષેત્રોને પણ થવાનો છે. જ્યારે આપણે કોલસાના ઉત્પાદનમાં વધારો કરીએ છીએ ત્યારે વિજ ઉત્પાદન વધવાની સાથે સાથે સ્ટીલ, એલ્યુમિનિયમ, ફર્ટિલાઝર, સિમેન્ટ જેવા અન્ય તમામ ક્ષેત્રોમાં ઉત્પાદન અને પ્રોસેસીંગ ઉપર તેની હકારાત્મક અસર થતી હોય છે. સદ્દનસીબે આપણે ત્યાં કોલસો, આયર્ન, બોક્સાઈટ વગેરે જેવા ઘણાં ખનિજોની અનામતો એક બીજાની ખૂબ નિકટ હોય છે. ખૂબ નજીક હોય છે. એક પ્રકારે પરમાત્માએ જાણે કે આપણાં માટે ક્લસ્ટર બનાવીને રાખ્યું છે. આવી સ્થિતિમાં, વર્તમાન સમયમાં જે ખનિજો બાબતે સુધારા કરવામાં આવ્યા છે તે કોલસાના ખાણકામના સુધારાઓ સાથે જોડાયા પછી અન્ય ક્ષેત્રો પણ ખૂબ મજબૂત બની ગયા છે.

 

સાથીઓ,

કોલસાના  વાણિજ્યિક ખાણકામ માટે આજે હરાજીની શરૂઆત થઈ રહી છે તે દરેક સહભાગી માટે લાભદાયી સ્થિતિ છે. ઉદ્યોગો માટે, તમને અને તમારા બિઝનેસ માટે, તમારા મૂડી રોકાણ માટે હવે નવા સ્રોતો મળશે, નવું બજાર મળશે અને તેની સાથે સાથે રાજ્ય સરકારોને બહેતર આવક પણ થશે. દેશની ખૂબ મોટી વસતિને રોજગારી પણ મળશે. એક પ્રકારે કહીએ તો ગરીબોની સેવાનું કામ કોલસાથી પણ થઈ શકે છે તેવો વિશ્વાસ પેદા થશે, એટલે કે દરેક ક્ષેત્ર ઉપર એક હકારાત્મક અસર જોવા મળશે. હું જે અનુભવી રહ્યો છું તેના કારણે આપણાં દેશના ગરીબ વિસ્તારો માટે અને ગરીબ લોકોના સૌથી વધુ આશિર્વાદ આપણને સૌને મળવાના છે.

 

સાથીઓ,

કોલસા ક્ષેત્રમાં સુધારા કરતી વખતે એક ધ્યાન બાબત માટે પણ રાખવામાં આવ્યું છે કે પર્યાવરણની સુરક્ષા કરવાની ભારતની કટિબધ્ધતા કોઈપણ રીતે નબળી પડવી જોઈએ નહીં. કોલસાનું ગેસમાં રૂપાંતર કરવા માટે હવે આપણે બહેતર અને આધુનિક ટેકનોલોજીનો પ્રયોગ કરવા ઈચ્છીએ છીએ. બહેતર ટેકનોલોજી આવી શકશે અને કોલસાનું વાયુ રૂપાંતર કરવા જેવા પગલાં લઈને પર્યાવરણની સુરક્ષા પણ કરવામાં આવશે. કોલસામાંથી જે ગેસ બનશે તેનો ઉપયોગ પરિવહન અને રસોઈ માટે પણ કરવામાં આવશે. યુરિયા અને સ્ટીલના ઉત્પાદન સાથે જોડાયેલા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. અમે એવો લક્ષ્યાંક મૂક્યો છે કે વર્ષ 2030 સુધી એટલે કે દાયકામાં આશરે 100 મિલિયન ટન કોલસાનું ગેસમાં રૂપાંતર કરવામાં આવશે. મને કહેવામાં આવ્યું છે કે તેના માટે ચાર પ્રોજેક્ટસની ઓળખ થઈ ચૂકી છે અને તે યોજનાઓમાં લગભગ 20 હજાર કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરવામાં આવશે.

 

સાથીઓ,

કોલસા ક્ષેત્ર સાથે જોડાયેલા સુધારાઓ, ખાસ કરીને પૂર્વ અને મધ્ય ભારતના આપણાં આદિવાસી પટ્ટાના વિકાસ માટે સ્તંભ બની શકે તેવો મોટો પ્રયાસ થઈ રહ્યો છે. આપણે ત્યાં જ્યાં કોલસો છે, જ્યાં ખનિજો છે ત્યાં દેશનો હિસ્સો પ્રગતિ અને સમૃધ્ધિની બાબતે એક સ્તર સુધી પહોંચી શક્યો નથી. દેશનો એવો હિસ્સો છે કે જ્યાં મોટી સંખ્યામાં મહત્વાકાંક્ષી જીલ્લાઓ પણ છે. તે જીલ્લાઓ કે જ્યાંના લોકો વિકાસ માટે અપેક્ષા રાખી રહ્યા છે, તત્પર છે. કશુંક કરવાનો ઈરાદો ધરાવે છે. સામર્થ્ય છે, શક્તિ છે, ઘણું બધું છે પરંતુ જીલ્લાઓ વિકાસની દોડમાં ઘણાં પાછળ રહી ગયા છે. તમે કલ્પના કરી શકો છો કે દેશના 16 મહત્વાકાંક્ષી જીલ્લાઓ એવા છે કે જ્યાં કોલસાના મોટા મોટા ભંડારો આવેલા છે, પરંતુ તેનો લાભ ત્યાંના લોકોને જેટલો થવો જોઈએ તેટલો થઈ શક્યો નથી. ત્યાંના ગરીબોનું જેટલુ ભલુ થવું જોઈએ તે થઈ શક્યું નથી. ત્યાંથી ખૂબ મોટી સંખ્યામાં આપણાં સાથીઓ પોતાના વૃધ્ધ માતા-પિતાને છોડીને દૂર દૂર જાય છે. પોતાના ખેતરો અને ખળાં છોડીને, યાર-દોસ્તોને છોડીને મોટા શહેરોમાં રોજગારી માટે સ્થળાંતર કરી રહ્યા છે.

 

આવી અનેક સમસ્યાઓ ઓછી કરવા માટે પૂર્વ અને મધ્ય ભારતની એક ખૂબ મોટી વસતિને તેમના ઘરની પાસે રોજગારનો બહેતર અવસર પૂરો પાડવા માટે  વાણિજ્યિક ખાણકામ તરફ આગળ વધીને અમે જે કદમ ઉઠાવી રહ્યા છીએ તેનું એક ઈચ્છીત પરિણામ લાવીશું. અને હું જ્યારે ઈચ્છીત પરિણામની વાત કરૂં છું ત્યારે મારે તે ક્ષેત્રોનો વિકાસ કરવાનો છે. અમારે ત્યાંના ગરીબોનું ભલુ કરવાનું છે. પહેલા અમારે વિસ્તારોને આત્મનિર્ભર કરવાના છે. દરેક ગરીબની જીંદગીમાં પરિવર્તન લાવવુ છે.

 

આજે કોલસાના જે બ્લોકની હરાજી થઈ રહી છે તેને કારણે ક્ષેત્રમાં લાખો નોકરીઓ ઉભી થવાનું અનુમાન છે. એટલું નહીં, કોલસો બહાર કાઢવાથી માંડીને પરિવહન સુધીની પ્રવૃત્તિઓને બહેતર બનાવવા માટે જે આધુનિક માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવશે તેને કારણે પણ રોજગારીની તકો ઉભી થશે, ત્યાં રહેનાર લોકોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. હજુ હમણાં સરકારે પ્રકારની માળખાગત સુવિધાઓના નિર્માણ માટે રૂ.50 હજાર કરોડનું ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે.

 

સાથીઓ,

કોલસા ક્ષેત્રે થઈ રહેલા સુધારાઓ, ક્ષેત્રમાં થઈ રહેલુ મૂડી રોકાણ, લોકના જીવનને અને ખાસ કરીને આપણાં ગરીબ અને આદિવાસી ભાઈ-બહેનોના જીવનને આસાન બનાવવા માટે પણ ઘણી મોટી ભૂમિકા ભજવવાનું છે. કોલસાનું ઉત્પાદન થવાના કારણે જે રાજ્યોને વધારાની આવક પ્રાપ્ત થશે તેનો ઉપયોગ ત્યાં લોક કલ્યાણ માટેની યોજનાઓ બનાવવા માટે થઈ શકશે. તે રાજ્યના વિકાસ માટે ઉપયોગ થઈ શકશે. તેની સાથે સાથે રાજ્યોને જીલ્લા ખનિજ ફંડ ભંડોળમાંથી પણ ખૂબ મોટી મદદ મળવાની છે અને મદદ ચાલુ રહેશે. ભંડોળનો ઘણો મોટો હિસ્સો કોલસાના ખાણકામની આસપાસના વિસ્તારોમાં જરૂરી સુવિધાઓનો વિકાસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. ત્યાંના લોકોની જીંદગી, જીવન જીવવામાં આસાની બની રહેશે. તેમણે જીવવા માટે ઝઝૂમવું નહીં પડે. તેમણે સરકારો સાથે સંઘર્ષ નહીં કરવો પડે. તે લોકો આત્મ સન્માન સાથે જીવી શકશે. તે આત્મનિર્ભર બનીને જીવશે, એટલે કે જ્યાં કુદરતી સંપત્તિ છે ત્યાં રહેનારા લોકો પણ સમૃધ્ધ બને તેવા ધ્યેય સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આજે તે પગલાં લેવામાં આવી રહ્યા છે તે પગલાં ધ્યેયને હાંસલ કરવા માટે ખૂબ મદદગાર પૂરવાર થશે.

 

સાથીઓ,

હરાજી એવા સમયે યોજાઈ રહી છે કે જ્યારે ભારતમાં બિઝનેસની પ્રવૃત્તિઓ ઝડપભેર સામાન્ય બનતી જાય છે. વપરાશ અને માંગ પણ ઘણી તેજીથી કોવિડ પહેલાંની સ્થિતિ તરફ આગળ વધી રહી છે. એવા સમયે શરૂઆત કરવાનો આના કરતાં બહેતર સમય કોઈ હોઈ શકે નહીં. વિજ ઉત્પાદન હોય, વપરાશ હોય, પેટ્રોલિયમ પેદાશોની માંગ હોય તે બધામાં મે માસના અંત ભાગથી શરૂ કરીને જૂન માસના પ્રથમ સપ્તાહ સુધીમાં ઝડપભેર વધારો થતો જોવા મળ્યો છે. આવી રીતે એપ્રિલની તુલનામાં -વે બીલ્સમાં લગભગ 200 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જૂન માસમાં ટોલ કલેક્શન પણ ફેબ્રુઆરીના કલેક્શનના 70 ટકા સુધી પહોંચી ગયું છે. મે માસમાં રેલવે મારફતે થતી માલ-સામાનની હેરફેરમાં પણ એપ્રિલની તુલનામાં 26 ટકાનો સુધારો હાંસલ થયો છે. અને જો, ટોટલ ડીજીટલ રિટેઈલ ટ્રાન્ઝેક્શન્સની વાત કરીએ તો તેનું કદ અને મૂલ્ય બંનેમાં વૃધ્ધિ થવાની શરૂઆત થઈ ગઈ છે.

 

સાથીઓ,

ગ્રામ્ય અર્થંતત્રએ પણ પોતાની ઝડપ હાંસલ કરવાનું શરૂ કરી દીધું છે. વર્ષે ખરીફ પાકનો વિસ્તાર ગયા વર્ષની તુલનામાં 13 ટકા વધારે છે. વર્ષે ઘઉંનું ઉત્પાદન અને ખરીદી બંનેમાં વધારો થયો છે. ગયા વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં 11 ટકા વધુ ઘઉંની ખરીદી થઈ ચૂકી છે. આનો અર્થ થાય કે ખેડૂતોના ખિસ્સામાં વખતે વધુ પૈસા પહોંચ્યા છે. મેં વધુ સમય લીધો નથી, પણ જેટલા નિર્દેશકો છે તેમાંથી મેં ઓછા નિર્દેશકો અંગે વાત કરી છે અને નિર્દેશકો દર્શાવે છે કે ભારતનું અર્થતંત્ર ઝડપભેર ગતિ પ્રાપ્ત કરવા તૈયાર થઈ ગયું છે અને આગળ વધી રહ્યું છે.

 

સાથીઓ,

ભારત મોટા મોટા સંકટોમાંથી બહાર આવી શક્યું છે, સંકટમાંથી પણ બહાર નિકળી જશે. આપણે ભારતવાસી જો કરોડો ગ્રાહકો છીએ તો ના ભૂલવું જોઈએ કે કરોડ ઉત્પાદકો પણ છે. ભારતની સફળતા અને ભારતની વૃધ્ધિ ચોક્કસપણે થતી રહેશે. આપણે આત્મનિર્ભર બની શકીએ તેમ છીએ. તમે યાદ કરો કે હતુ થોડાક સમય પહેલાં આપણે N-95 માસ્ક, કોરોનાની ટેસ્ટીંગ કીટ, વ્યક્તિગત સુરક્ષા સાધનો-પીપીઈ, વેન્ટીલેટર્સ વગેરેની આપણી જરૂરિયાતનો વધુ હિસ્સો આપણે બહારથી મંગાવતા હતા. હવે ભારતની માંગ મેક ઈન ઈન્ડિયા મારફતે પૂરી થઈ રહી છે. ઉપરાંત આપણે ખૂબ ઝડપભેર એક મહત્વપૂર્ણ તબીબી ઉત્પાદનોના નિકાસકાર પણ બનવાના છીએ. તમે તમારો વિશ્વાસ, તમારો ઉત્સાહ અકબંધ રાખો. આપણે સૌ મળીને બધા સપના સાકાર કરી શકીશું. આપણે આત્મનિર્ભર બની શકીશું અને આપણાં સૌનો સંકલ્પ છે, 130 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે અને આપણે આત્મનિર્ભર ભારત બનાવી શકીએ તેમ છીએ.

 

સ્વનિર્ભર ભારતની જે મજલ 130 કરોડ ભારતીયોએ શરૂ કરી છે તેમાં તમે પણ ભાગીદાર છો. તમે નેતૃત્વ કરવા માટે આગળ આવો, ઈતિહાસને વળાંક આપવાની તક મળે તેવો મોકો જીવનમાં ઘણો ઓછો આવતો હોય છે. આજે ભારતના ઉદ્યોગ જગતને, આજે ભારતની વ્યાપારી જગતને, આજે ભારતના સર્વિસ સેક્ટરના લોકોને, લોકોની સ્થિતિ સુધારવા માટે ઈતિહાસ બદલવાની તક પ્રાપ્ત થઈ છે. ઈતિહાસની દિશા બદલવાની તક મળી છે. ભારતનું ભાગ્ય બદલવાની પણ તક મળી છે. આપણે તકને જવા દેવાની નથી. આપણે અવસરને છોડવાનો નથી. આવો, ભારતને આગળ ધપાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ.

 

સાથીઓ,

આજે મને તમારી વચ્ચે આવવાની તક હાંસલ થઈ છે. વિષય તો કોલસાનો છે, પરંતુ હીરાના સપનાં જોઈને આગળ ધપવાનું છે. વધુ એક વખત આપ સૌને મહત્વની શરૂઆત કરવા માટે, કોલસા ક્ષેત્રના મહત્વના મુકામ માટે મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું ખાસ કરીને મંત્રી મંડળના મારા સાથીદાર પ્રહલાદ જોષીજીને અને તેમની ટીમને ખૂબ અભિનંદન પાઠવવા માંગુ છું, કારણ કે તેમણે લૉકડાઉનના ગાળાનો આટલો ઉપયોગ કર્યો છે. સમગ્ર વિભાગે નાની નાની બારીકીઓનો અભ્યાસ કર્યો છે. દેશ માટે શું નવું કરી શકાય, કયા નવા ઉપાયો અજમાવી શકાય તે બાબતે તેમણે એક મોટું નેતૃત્વ પૂરૂ પાડ્યું છે. હું પ્રહલાદજીને, તેમના સચિવ અને તેમની ટીમને ખૂબ અભિનંદન પાઠવવા માંગુ છું.

તમને લાગતું હશે કે તમે એક નાનો કાર્યક્રમ કરી રહ્યા છો. પ્રહલાદજી મને આવું લાગતું નથી. હું તો જોઈ રહ્યો છું કે આજે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે મોટો પાયો નાંખવામાં આવ્યો છે અને તેના માટે તમે અને તમારી ટીમ અભિનંદનને પાત્ર છો.

ઉદ્યોગ જગતને જે સાથીઓ આજે અહિંયા હાજર છે તેમને હું વધુ એક વખત વિશ્વાસ આપવા માંગુ છું કે હું તમારી સાથે છું. દેશ હિતના દરેક કામમાં તમે બે ડગલાં ચાલશો તો હું ચાર ડગલાં ચાલીને તમારી સાથે રહીશ. આવો, આપણે સૌ સાથે મળીને અવસરને જવા દઈએ નહીં. વધુ એક વખત તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન.

 

 

GP/DS



(Release ID: 1632349) Visitor Counter : 474