પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. થોંગલોઉન સિસોઉલીથ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઈ
Posted On:
12 JUN 2020 8:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. થોંગલોઉન સિસોઉલીથ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી
બંને નેતાઓએ વૈશ્વિક કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા આરોગ્ય અને આર્થિક પડકારો બાબતે પોતાના મંતવ્યો એકબીજાને જણાવ્યા હતા. લાઓમાં આ મહામારીને નિયંત્રણમાં રાખવા માટે લાઓ PDRની સરકારે લીધેલા અસરકારક પગલાંઓની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી.
બંને નેતાઓ એ વાતે સંમત થયા હતા કે,કોવિડ પછીની દુનિયામાં પરિસ્થિતિ અનુસાર સજ્જ થવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અને એકબીજાના શ્રેષ્ઠ આચરણો તેમજ અનુભવોનું આદાનપ્રદાન કરવું જરૂરી છે.
લાઓ સાથે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણ પર પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો અને વાત ફો ખાતે આવેલા વૈશ્વિક ધરહોરના સ્થળના પુનઃસ્થાપન માટે સામેલ થવા બદલ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. લાઓના વિકાસના કાર્યક્રમોમાં,ક્ષમતા નિર્માણમાં અને શિષ્યવૃત્તિઓમાં સહકાર આપવા બદલ લાઓના પ્રધાનમંત્રીએ ભારતના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે,લાઓ PDR સાથે તેના વિકાસની ભાગીદારી ચાલુ રાખવા માટે ભારત પ્રતિબદ્ધ છે અને ભારતની વિસ્તૃત પડોશી નીતિમાં તે એક મૂલ્યવાન ભાગીદાર છે.
GP/DS
(Release ID: 1631299)
Visitor Counter : 288
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam