સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે સાર્વજનિક અને અર્ધ-સાર્વજનિક પરિસ્થિતિકીય પરિચાલન માટે SOP બહાર પાડવામાં આવ્યા

Posted On: 05 JUN 2020 2:11PM by PIB Ahmedabad

ભારતમાં હવે તબક્કાવાર, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક અભિગમ સાથે લૉકડાઉનના પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવી રહી હોવાથી જ્યાં કોવિડનો ફેલાવો થવાનું સૌથી વધુ જોખમ હોય તેવા સ્થળો માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સાર્વજનિક અને અર્ધ-સાર્વજનિક પરિસ્થિતિકીય સ્થળોના પરિચાલન માટેની આદર્શ પ્રમાણભૂત પ્રક્રિયાઓ (SOP) અપલોડ કરવામાં આવી છે.

ઓફિસોમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાત્મક માપદંડોની SOP અહીં ઉપલબ્ધ છે

- https://www.mohfw.gov.in/pdf/1SoPstobefollowedinOffices.pdf

 

પૂજા/ પ્રાર્થના/ બંદગીના સ્થળોએ કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાત્મક માપદંડોની SOP અહીં ઉપલબ્ધ છે - https://www.mohfw.gov.in/pdf/2SoPstobefollowedinReligiousPlaces.pdf

 

રેસ્ટોરન્ટ્સમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાત્મક માપદંડોની SOP અહીં ઉપલબ્ધ છે -https://www.mohfw.gov.in/pdf/3SoPstobefollowedinRestaurants.pdf

શોપિંગ મૉલ્સમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાત્મક માપદંડોની SOP અહીં ઉપલબ્ધ છે - https://www.mohfw.gov.in/pdf/4SoPstobefollowedinShoppingMalls.pdf

હોટેલો અને અન્ય આતિથ્યના એકમોમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાત્મક માપદંડોની SOP

અહીં ઉપલબ્ધ છે - https://www.mohfw.gov.in/pdf/5SoPstobefollowedinHotelsandotherunits.pdf

મંત્રાલય દ્વારા કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને CS (MA) લાભાર્થીઓને OPD દવાઓના વળતર સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. માર્ગદર્શિકા અહીં ઉપલબ્ધ છે -

https://www.mohfw.gov.in/pdf/OPDmedicinesspecialsanctionCOVID.pdf

 

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડ-19 કુલ 5,355 દર્દી સાજા થઇ ગયા છે જેથી અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 1,09,462 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર હાલમાં 48.27% નોંધાયો છે. અત્યારે દેશમાં કુલ 1,10,960 સક્રિય કેસો છે જેને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

દેશમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધીને 507 થઇ ગઇ છે અને ખાનગી પરીક્ષણ લેબોરેટરીની સંખ્યા વધીને 217 થઇ છે (કુલ 727 લેબોરેટરી). છેલ્લા 24 કલાકમાં 1,43,661 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 43,86,379 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

5 જૂન 2020ની સ્થિતિ અનુસાર, કોવિડ સંબંધિત આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવીને 1,66,460 આઇસોલેશન બેડ, 21,473 ICU બેડ અને 72,497 ઓક્સિજન સપોર્ટ વાળા બેડ સાથે દેશમાં 957 કોવિડ સમર્પિત હોસ્પિટલો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1,32,593 આઇસોલેશન બેડ; 10,903 ICU બેડ અને 45,562 ઓક્સિજન સપોર્ટ વાળા બેડ સાથે કુલ 2,362 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો પણ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. દેશમાં કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે 11,210 ક્વૉરેન્ટાઇન કેન્દ્રો અને 7,529 કોવિડ સંભાળ કેન્દ્રો કુલ 7,03,786 બેડની સુવિધા સાથે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ કેન્દ્રીય સંસ્થાઓમાં કુલ 128.48 લાખ N-95 માસ્ક અને 104.74 લાખ વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE)નો પૂરવઠો પહોંચાડ્યો છે.

 

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

 

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

 

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS


(Release ID: 1629641) Visitor Counter : 354