ગૃહ મંત્રાલય

વિદેશી નાગરિકોને ભારતમાં આવવા માટે ચોક્કસ શ્રેણીમાં વીઝા અને પ્રવાસ પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી

Posted On: 03 JUN 2020 3:44PM by PIB Ahmedabad

ભારત આવવું જરૂરી હોય તેવા વિદેશી નાગરિકોને ભારતમાં આવવા માટે ચોક્કસ શ્રેણીમાં વીઝા અને પ્રવાસમાં પ્રતિબંધોમાં રાહત આપવાની બાબતને ભારત સરકારે ધ્યાનમાં લીધી છે. ભારત આવવા માંગતા વિદેશી નાગરિકોને નીચે દર્શાવેલી શ્રેણીઓમાં ભારતના પ્રવાસ માટે મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે:-

 

  • વિદેશી વ્યાવસાયિકો કે જેઓ બિઝનેસ વીઝા (રમતગમત માટેના B-3 વીઝા સિવાય) પર બિન-અનુસૂચિત વ્યાપારી/ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ભારત આવવા માંગે છે.
  • વિદેશી આરોગ્ય સંભાળ પ્રોફેશનલો, આરોગ્ય સંશોધકો, એન્જિનિયરો અને ટેકનિશિયનો કે જેઓ લેબોરેટરી અને ફેક્ટરીઓ સહિત ભારતીય આરોગ્ય ક્ષેત્ર સુવિધાઓમાં ટેકનિકલ કામ કરવા માટે આવવા માંગે છે. મંજૂરી સ્વીકૃત અને નોંધાયેલી આરોગ્ય સંભાળ સુવિધા, નોંધાયેલી ફાર્માસ્યુટિકલ કંપની અથવા ભારતમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીના આમંત્રણ પત્રને આધીન રહેશે.
  • વિદેશી એન્જિનિયરિંગ, મેનેજરિયલ, ડિઝાઇન અથવા અન્ય વિશેષજ્ઞો કે જેઓ ભારતમાં સ્થિત વિદેશી વ્યવસાયિક એકમો વતી ભારતમાં આવવા માંગે છે. આમાં તમામ ઉત્પાદન એકમો, ડિઝાઇન એકમો, સોફ્ટવેર અને IT એકમો તેમજ નાણાં ક્ષેત્રની કંપનીઓ (બેંકિંગ અને નોન-બેંકિંગ નાણા ક્ષેત્રની કંપનીઓ) સામેલ છે.
  • વિદેશી ટેકનિકલ વિશેષજ્ઞો અને એન્જિનિયરો કે જેઓ ભારતમાં વિદેશી મૂળની મશીનરી અને ઉપકરણ સુવિધાઓના ઇન્સ્ટોલેશન, રીપેરિંગ અને મેન્ટેનન્સ માટે નોંધાયેલી ભારતીય વ્યવસાયિક કંપનીના આમંત્રણ પર ભારત આવવા માંગે છે. ઉપકરણના ઇન્સ્ટોલેસન અથવા વૉરંટી અંતર્ગત અથવા સેલ્સ સર્વિસિંગ અથવા વ્યાપારિક શરતોને આધીન રિપેરિંગ માટે હોઇ શકે છે.

 

ઉપરોક્ત શ્રેણીઓમાં વિદેશી નાગરિકોએ, જે પણ લાગુ પડે તે અનુસાર, નવા વ્યવસાય વીઝા અથવા રોજગારી વીઝા, વિદેશમાં સ્થિત ભારતીય મિશન/ પોસ્ટ પરથી મેળવવાના રહેશે. વિદેશમાં ભારતીય મિશન/ પોસ્ટ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા લાંબાગાળાના મલ્ટીપલ પ્રવેશ બિઝનેસ વીઝા [રમતગમત માટે B-3 સિવાયના વીઝા] ધરાવતા લોકોએ સંબંધિત ભારતીય મિશન/ પોસ્ટ પાસેથી ફરી માન્યતા આપેલા બિઝનેસ વીઝા લેવાના રહેશે. આવ વિદેશી નાગરિકોને અગાઉ પ્રાપ્ત કરવામાં આવેલા કોઇપણ ઇલેક્ટ્રોનિક વીઝાના આધારે ભારતમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

 

સત્તાવાર દસ્તાવેજ જોવા માટે અહીં ક્લિક કરો

 

GP/DS

 


(Release ID: 1629031) Visitor Counter : 387