સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે અપડેટ્સ


દેશમાં કુલ 95,526 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થયા

Posted On: 02 JUN 2020 6:23PM by PIB Ahmedabad

હાલમાં દેશમાં કોવિડ-19ના 97,581 સક્રીય દર્દીઓ છે અને તમામ દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 કુલ 3708 દર્દી સાજા થઇ ગયા છે. ઉપરાંત, અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 95,526 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 48.07% નોંધાયો છે. ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર સતત સુધરી રહ્યો છે અને મૃત્યુદરમાં એકધારો ઘટાડો થઇ રહ્યો છે. સમગ્ર દુનિયામાં ભારતમાં મૃત્યુદર સૌથી ઓછો છે. આજે ભારતમાં 2.82% મૃત્યુદર નોંધાયો છે.

 

ભારતની વસ્તી અને દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત 14 દેશોની કુલ વસ્તી લગભગ એકસરખી છે. સમાન વસ્તીનો આંકડો હોવા છતાં પણ, 1 જૂન 2020ના રોજ તે 14 સૌથી અસરગ્રસ્ત દેશોમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા ભારતમાં નોંધાયેલા કેસો કરતા 22.5 ગણી વધુ છે. તે 14 સૌથી અસરગ્રસ્ત દેશોમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયેલા કુલ દર્દીઓની સંખ્યા ભારતમાં મૃત્યુ પામનારા દર્દીઓની સરખામણીએ 55.2 ગણી વધારે છે.

 

સંજોગોમાં, મૃત્યુદર ઓછો કરવા પર અને શક્ય હોય ત્યાં સુધી સમયસર કેસોની ઓળખ કરવા અને તેમના તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પ્રમાણમા ઓછા મૃત્યુદરના આંકડા મુખ્ય વ્યૂહનીતિના કારણે છેકેસની સમયસર ઓળખ અને કેસોનું તબીબી વ્યવસ્થાપન.

 

 

 

GP/DS



(Release ID: 1628801) Visitor Counter : 336