PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
02 JUN 2020 6:41PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 1.6.2020
Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ – દેશમાં કુલ 95,526 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થયા
હાલમાં દેશમાં કોવિડ-19ના 97,581 સક્રીય દર્દીઓ છે અને તમામ દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 કુલ 3708 દર્દી સાજા થઇ ગયા છે. આ ઉપરાંત, અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 95,526 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 48.07% નોંધાયો છે. ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર સતત સુધરી રહ્યો છે અને મૃત્યુદરમાં એકધારો ઘટાડો થઇ રહ્યો છે. સમગ્ર દુનિયામાં ભારતમાં મૃત્યુદર સૌથી ઓછો છે. આજે ભારતમાં 2.82% મૃત્યુદર નોંધાયો છે.

ભારતની વસ્તી અને દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત 14 દેશોની કુલ વસ્તી લગભગ એકસરખી છે. સમાન વસ્તીનો આંકડો હોવા છતાં પણ, 1 જૂન 2020ના રોજ તે 14 સૌથી અસરગ્રસ્ત દેશોમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા ભારતમાં નોંધાયેલા કેસો કરતા 22.5 ગણી વધુ છે. તે 14 સૌથી અસરગ્રસ્ત દેશોમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયેલા કુલ દર્દીઓની સંખ્યા ભારતમાં મૃત્યુ પામનારા દર્દીઓની સરખામણીએ 55.2 ગણી વધારે છે. આ સંજોગોમાં, મૃત્યુદર ઓછો કરવા પર અને શક્ય હોય ત્યાં સુધી સમયસર કેસોની ઓળખ કરવા અને તેમના તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પ્રમાણમા ઓછા મૃત્યુદરના આંકડા મુખ્ય વ્યૂહનીતિના કારણે છે – કેસની સમયસર ઓળખ અને કેસોનું તબીબી વ્યવસ્થાપન.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628696
CIIની વાર્ષિક બેઠકમાં પ્રધાનમંત્રીનું ઉદ્ઘાટન પ્રવચન; આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે ઇન્ટેન્ટ, ઇન્ક્લુઝન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન મહત્વપૂર્ણ છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી એ કહ્યું કે કોરોનાને કારણે વૃધ્ધિનો દર ધીમો પડયો હોઈ શકે છે, પણ આજે સૌથી મોટી હકિકત એ છે કે ભારતે લૉકડાઉનનો તબક્કો વટાવી દીધો છે અને અનલૉકના પ્રથમ તબક્કામાં પહોંચ્યું છે. અનલૉક તબક્કા એકમાં અર્થતંત્રનો મોટો હિસ્સો ખુલી ગયો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા અને ભારતને ઝડપી વિકાસના માર્ગ પર ફરી પાછુ માટે 5 વસ્તુઓ ખૂબ જ જરૂરી છે તે -ઇન્ટેન્ટ, ઇન્ક્લુઝન, ઇન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન છે. તેમણે ઉમેર્યું હતું કે, તાજતેરમાં સરકાર દ્વારા લેવામાં આવેલા હિંમતપૂર્ણ નિર્ણયોમાં આ બધુ પ્રતિબિંબિત થયું છે. તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્ય માટે ક્ષેત્રોને તૈયાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ઉદ્યોગોને વિનંતી કરી હતી કે, તેઓ ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રમાં રોકાણ અને ભાગીદારીની ખુલી રહેલી તકોનો પૂરો લાભ ઉઠાવે. હવે ગામડાઓની નજીકમાં સ્થાનિક કૃષિ ઉત્પાદનો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, સરકાર ખાનગી ક્ષેત્રોને દેશના વિકાસની સફરમાં ભાગીદાર માને છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628692
CIIના વાર્ષિક સત્રના ઉદ્ઘાટન અવસર પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628647
પ્રધાનમંત્રીએ સ્પિક મેકે આંતરરાષ્ટ્રીય સંમેલન સંબોધિત કર્યું
પ્રધાનમંત્રીએ એ વાસ્તવિકતાની પ્રશંસા કરી હતી કે, આટલી કષ્ટદાયક પરિસ્થિતિમાં પણ સંગીતકારોને મિજાજ બદલાયો નથી અને સંમેલનની વિષય વસ્તુ એ વાત પર કેન્દ્રિત છે કે કોવિડ-19 મહામારીના કારણે યુવાનોમાં ઉત્પન્ન થતા તણાવને કેવી રીતે ઓછો કરી શકાય. તેમણે જુની વાતોનું સ્મરણ કર્યું હતું કે, યુદ્ધ અને સંકટના સમયે ઐતિહાસિક દૃશ્ટિએ કેવી રીતે સંગીતે પ્રેરાણા આપવા માટે અને લોકોને એકબીજા સાથે સંકળાયેલા રાખવા માટે ભૂમિકા નિભાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કવિઓ, ગાયકો અને કલાકારોએ હંમેશા આવા સમયમાં લોકોની બહાદુરી બહાર લાવવા માટે ગીત અને સંગીતની રચના કરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે પણ, આવા કષ્ટદાયક સમયમાં જ્યારે આખી દુનિયા એક અદૃશ્ય શત્રુ સામે લડી રહી છે ત્યારે, ગાયકો, ગીતકારો અને કલાકારો પંક્તિઓની રચના કરી રહ્યા છે અને ગીતો ગાઇ રહ્યા છે જેથી લોકોનો આત્મવિશ્વાસ વધશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628462
ઓપરેશન સમુદ્ર સેતુ – INS જલશ્વ કોલંબોથી ભારતીય નાગરિકોને લઇને ટુટીકોરીન જવા માટે રવાના થયું
ભારતીય નૌસેનાનું જહાજ જલશ્વ આજે (1 જૂન 2020) સાંજે 685 ભારતીય નાગરિકોને લઇને શ્રીલંકાના કોલંબોથી લઇને તામિલનાડુમાં ટુટીકોરીન બંદર પર જવા માટે રવાના થયું હતું. આ જહાજ, નૌસેનાના સમુદ્ર સેતુ ઓપરેશન અંતર્ગત તેની ત્રીજી સફરે નીકળ્યું છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વંદે ભારત મિશનની જેમ સમુદ્ર સેતુ ઓપરેશન ચલાવવામાં આવે છે; આ ઓપરેશન અંતર્ગત વિદેશમાં કોવિડ-19ના કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને દરિયાઇ માર્ગે વતન પરત લાવવામાં આવે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628471
સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે ફ્રાન્સના સશસ્ત્ર દળોના મંત્રી સાથે વાર્તાલાપ કર્યો
સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે ફ્રાન્સના સશસ્ત્ર દળોના મંત્રી સુશ્રી ફ્લોરેન્સ પાર્લી સાથે આજે ટેલીફોન પર વાર્તાલાપ કર્યો હતો. તેમણે કોવિડ-19, પ્રાદેશિક સુરક્ષા સહિત ઘણા પારસ્પરિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને બંને નેતાઓ એ વાત પર સંમત થયા હતા કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર વધુ મજબૂત બનાવવામાં આવશે. બંને મંત્રીઓએ કોવિડ-19 મહામારી સામે લડવામાં ભારતમાં અને ફ્રાન્સમાં સશસ્ત્ર દળોએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારો વચ્ચે પણ ભારતને રાફેલ એરક્રાફ્ટની ડિલિવરી સમયસર આપવા માટે ફ્રાન્સ પોતાના વચન પર પ્રતિબદ્ધ હોવાનો ફ્રાન્સના મંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628615
કોવિડ-19ના કારણે ઉભા થયેલા સંજોગોના પરિણામે મુશ્કેલીમાં મુકાયેલા તમામ આદિજાતિ કલાકારો- કસબીઓને TRIFED દ્વારા તમામ શક્ય મદદ કરવામાં આવશે
આદિજાતિ બાબતો મંત્રાલય અંતર્ગત આવતા TRIFED દ્વારા કોવિડ-19ના કારણે ઉભા થયેલા સંજોગોમાં મુશ્કેલીમાં મુકાયેલા તમામ આદિજાતિ કલાકારો- કસબીઓને મદદ કરવા માટે તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ટ્રાઇબ્સ ઇન્ડિયા રીટેઇલ અને ઇ-કોમ પ્લેટફોર્મ્સ (www.tribesindia.com) દ્વારા પૂરજોશમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેથી આવા કલાકારો અને કસબીઓ તેમનું ઉત્પાદન શરૂ કરી શકે અને તેના વેચાણી કામગીરી પણ શરૂ થઇ શકે. તદઅનુસાર, TRIFED દ્વારા આદિજાતિઓને સહાય કરવા માટે તેમના તમામ આઉટલેટ્સ અને ઇ-કોમર્સ પોર્ટલ ફરી ખોલવામાં આવ્યા છે. TRIFED દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, સમગ્ર દેશમાં તેમના વ્યાપક રીટેઇલ નેટવર્ક અને ઇ-કોમ પોર્ટલ દ્વારા જથ્થાબંધ વેચાણ દ્વારા આ ઉત્પાદનોને બજાર પૂરું પાડવામાં આવશે અને તેમાં ખૂબ મોટું ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવશે. આદિજાતિના નિપુણ કસબીઓ અને મહિલાઓને પડી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, નિર્ણય લેવામાં આવ્યો છે કે, આદિજાતિ કલાકારો વેચાણ પ્રક્રિયાની 100% રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628652
કોરોના વાયરસ સાથે કેવી રીતે જીવવું તેની પાંચ ટિપ્સ
બોંત્તેર દિવસના લાંબા લૉકડાઉન પછી, અનલૉક 1.0નો અમલ કરવામાં આવ્યો છે. સત્તાવાર રીતે 1 જૂન 2020થી અમલમાં મૂકવામાં આવેલા લૉકડાઉન 5.0 તબક્કામાં, દેશમાં અર્થતંત્ર અને સામાન્ય જનજીવન હવે તબક્કાવાર અને નિયંત્રિત રીતે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યા છે. આ એક નવી સામાન્ય સ્થિતિ (ન્યૂ નોર્મલ)ની શરૂઆત છે. આ ઘણી લાંબી સફર છે. નિષ્ણાતો અને અધિકારીઓ સૂચવે છે કે, ‘આપણે અવશ્યપણે વાયર સાથે જીવતા શીખવું પડશે.’ હજુ રસીને આવતા મહિનાઓ લાગી જશે, તેથી આપણે નવા સામાન્ય જીંદગીમાં જીવવાનું છે. ઇન્ડિયા સાયન્સ વાયર સાથે વાત કરતા ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. કે. વિજય રાઘવને ‘વાયરસ સાથે જીવન’ની પાંચ ટિપ્સ આપી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628559
જોરહાટમાં CSIR-NEIST ખાતે કોવિડ-19ના પરીક્ષણ માટે નવી લેબોરેટરીનું ઉદઘાટન કરાયું
જોરહાટમાં ઉત્તર પૂર્વ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્ય એન્ડ ટેકનોલોજી (NEIST) ખાતે કોવિડ-19ના પરીક્ષણ માટે નવી લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628560
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
-
- પંજાબઃ કોવિડ સામેની લડાઇ જમીની સ્તરે લઇ જતાં પંજાબના મુખ્યમંત્રીએ મહામારી સામે સામૂહિક જાગૃતિ ફેલાવવા 'મિશન ફતેહ'ના ભાગરૂપે એક મહિના લાંબી ચાલનારી ઝૂંબેશ શરૂ કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ઝૂંબેશ અગ્રીમ શ્રેણીના કાર્યકરો સુધી મિશન ફતેહની પહોંચનો વ્યાપ વધારશે અને કોવિડ સામે પંજાબના લોકો દ્વારા, લોકોની અને લોકો માટેની લડાઇમાં તેમને ભાગીદાર બનાવશે. આ ઝૂંબેશમાં વાયરસના જોખમ ઉપર ભાર મૂકવામાં આવશે, જેણે લોકોની સામે ગંભીર જોખમ સર્જવાનું ચાલુ રાખ્યું છે. લોકોને ઉદાહરણ દ્વારા પ્રોત્સાહન પૂરું પડાશે અને યોગ્ય સાવધાની રાખવા માટે જરૂરી સલાહ અપાશે. ઉપરાંત જો નિયમોનું ઉલ્લંઘન તેમના ધ્યાનમાં પર આવે તો તેની જાણકારી સરકારને આપવા પ્રોત્સાહન અપાશે.
- હરિયાણાઃ રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સામાજિક અંતરના ચુસ્ત નિયમોનું પાલન કરીને સવારે 9 થી રાત્રે 7 વાગ્યાં સુધી તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ઓડ-ઇવન અથવા લેફ્ટ-રાઇટ ફોર્મ્યુલા અપનાવવામાં નહીં આવે પરંતુ તેના બદલે સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ભારે ભીડ થતી હોય તેવા બજારોમાં સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા પ્રશાસન દ્વારા સૂચનાઓ બહાર પાડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આપેલા નિર્દેશો અનુસાર રાત્રીના 9 થી સવારના 5 વાગ્યાં સુધી કર્ફ્યૂનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન કોઇપણ પ્રવૃતિને મંજૂરી આપવામાં આવશે નહીં.
- હિમાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ કોરોના મહામારીના કારણે હિમાચલ પ્રદેશમાં દાખલ થયેલા સ્થળાંતરિત કામદારોનો શક્તિશાળી ડેટા બેઝ તૈયાર કરવા માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા સ્કિલ રજીસ્ટર લોન્ચ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રસ ધરાવતાં લોકો skillregister.hp.gov.in ઉપર તેમની નોંધણી કરાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ કંપનીઓ અને ઔદ્યોગિક ગૃહો આ પોર્ટલ દ્વારા તેમની જરૂરિયાતો પણ નોંધાવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પોર્ટલ રાજ્યમાં પરત ફરેલા લોકોની શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય અને નોકરીની જરૂરિયાતો અપલોડ કરીને રોજગારી પૂરી પાડશે. તેમણે જણાવ્યું હતું કે, આ પોર્ટલ રાજ્યમાં ઉપલબ્ધ કૌશલ્યની ઓળખ કરશે અને કૌશલ્ય વર્ધનની જરૂરિયાતોનું વિશ્લેષણ કરશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ પોર્ટલ માત્ર એક ક્લિક દ્વારા ઉદ્યોગોને કૌશલ્ય ધરાવતી માનવશક્તિ અંગે જાણકારી મેળવવામાં મદદરૂપ થશે.
- અરૂણાચલ પ્રદેશઃ PMKSY અંતર્ગત, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં આશરે 68 હજાર ખેડૂતોને રૂ. 2000 અને રાજ્ય સરકાર દ્વારા પણ તેમને વધારાની રૂ. 1,000ની સહાયતા પૂરી પાડવામાં આવી છે.
- આસામઃ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને સંરક્ષણ સંશોધન લેબોરેટરી, તેજપુરને કોવિડ-19ના અધિકૃત પરીક્ષણ કેન્દ્ર તરીકે મંજૂરી આપી છે. આસામમાં નવા 28 કોવિડ-19 પોઝિટીવ કેસો નોંધાયાં હતાં. કુલ કેસોની સંખ્યા 1,513 પર પહોંચી હતી, જ્યારે 284 લોકો સાજા થયા હતા. હાલ 1,222 કેસો સક્રિય છે અને 4 લોકોના મરણ નીપજ્યાં છે.
- મણીપૂરઃ મણીપૂરમાં વધુ બે કોવિડ-19 કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં 74 સક્રિય કેસોની સાથે કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 85 ઉપર પહોંચી ગઇ છે.
- મિઝોરમઃ રાજ્યપાલ શ્રી શ્રીધરણ પિલ્લાઇએ મે, 2020થી શરૂ કરીને 6 મહિનાના સમયગાળા માટે પોતાના કુલ પગારનો 30% હિસ્સો મુખ્યમંત્રી રાહત નીધિમાં આપવાનો નિર્ણય લીધો છે. કોવિડ-19નો સામનો કરવા મુખ્યમંત્રીએ તેમના મૂળપગારના 60% હિસ્સો મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કર્યો છે. આ નિર્ણય અધ્યક્ષના નેતૃત્વ હેઠળ ધારાસભ્યો સાથે યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.
- નાગાલેન્ડ: સરકારે સૂચિત કર્યું છે કે, હાલમાં અસ્તિત્વમાં રહેલી લૉકડાઉનની માર્ગદર્શિકાનો અમલ યથાવત રહેશે જ્યારે દીમાપુર ટાસ્ક ફોર્સે બહારથી પરત આવી રહેલા લોકોની સંખ્યામાં વૃદ્ધિને ધ્યાનમાં રાખતા તેમના સહેજ ફેરફાર કર્યા છે. નાગાલેન્ડ સરકારે નિર્ણય લીધો છે કે, દીમાપુરમાં આવેલી સરકાર દ્વારા સંચાલિત ટુરિસ્ટ લોજને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવવામાં આવશે.
- સિક્કિમ: ચિચસોપાની ખાતે આવેલું સેન્ટર ફોર કોમ્પ્યૂટર્સ એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી કે જે ડિપ્લોમા કોલેજ છે તેને દક્ષિણ સિક્કિમના બહારથી પરત આવી રહેલા લોકોને રહેવા માટે મફત સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન કેન્દ્રમાં ફેરવવામાં આવ્યું છે.
- મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં કોવિડ-19 નવા 2361 કેસ પોઝિટીવ મળ્યા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 70,013 થઇ છે અને કુલ મૃત્યુ પામનારા દર્દીઓનો આંકડો વધીને 2362 થયો છે. રાજ્યમાં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા હવે 37,543 છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 4,71,473 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જે ભારતમાં કોઇપણ રાજ્યમાં સૌથી વધુ છે. પશ્ચિમી મહાનગર અત્યારે કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે જ ચક્રાવાતી તોફાન નિસર્ગ પણ ત્રાટકવાનું જોખમ તોળાઇ રહ્યું છે. આ તોફાન 3 જૂને બપોર પછી મહારાષ્ટ્રના અલીબાગ જિલ્લામાંથી પસાર થઇ શકે છે જેમાં 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સાચવેતીને પગલાં રૂપે રાજ્ય સત્તામંડળ દ્વારા BKC વિસ્તારમાં ઉભી કરવામાં આવેલી હંગામી વ્યવસ્થામાંથી 150 એસિમ્પ્ટમેટિક દર્દીઓને વર્લી ખાતે સુવિધામાં લઇ જવાનો નિર્ણય લીધો છે જ્યાં આવરિત રૂફટોપ છે.
- ગુજરાત: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 423 કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 17,217 થઇ ગઇ છે. રાજ્યમાં નવા 25 મૃત્યુ નોંધતા કોવિડ-19થી કુલ મૃત્યુ 1063 થઇ ગયા છે. રાજ્યમાં વિવિધ હોસ્પિટલમાંથી એક જ દિવસમાં વિક્રમી સંખ્યામાં એટલે કે 861 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે, રાજ્યમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો 10,000થી વધી ગયો છે. રાજ્યના વહીવટીતંત્રએ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવતીકાલે સંભવિતપણે નિસર્ગ ચક્રાવાત તોફાન ત્રાટકવાનું હોવાથી પરિસ્થિતિનો સામનો કરવાની તમામ તૈયારીઓ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે તમામ સંબંધિત જિલ્લા કલેક્ટરોને આવતીકાલે બપોર પછી સુધીમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોનું સ્થળાંતર કરવાના નિર્દેશો આપ્યા છે. કોવિડ-19નો ફેલાવો રોકવા માટે કલેક્ટરોને કહેવામાં આવ્યું છે કે, સ્થળાંતરણની કામગીરી દરમિયાન માસ્ક અને PPE કીટ્સનો ઉપયોગ કરવામાં આવે અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવામાં આવે.
- મધ્યપ્રદેશ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 194 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 8,283 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે અને 358 દર્દીઓ અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં કુલ 52માંથી 51 જિલ્લા અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જ્યારે 5 હજારથી વધુ લોકો આ બીમારીના ચેપમાંથી સજા થઇ ગયા છે.
- રાજસ્થાન: સમગ્ર રાજસ્થાનમાં આજે કોવિડ-19ના નવા 171 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 8,980 થઇ ગઇ છે. જોકે, રાજ્યમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા માત્ર 2742 છે અને અત્યાર સુધીમાં 6040 દર્દીઓ સાજા થઇ ગયા અને તેમને રજા આપવામાં આવી છે.
- છત્તીસગઢ: રાજ્યમાં તાજેતરના અપડેટ અનુસાર કોવિડ-19ના નવા 45 કેસ નોંધાયા છે જેથી કુલ નોંધાયેલા કેસની સંખ્યા 547 થઇ ગઇ છે. રાજ્ય સરકારે રાયપુર સહિત 16 જિલ્લાને રેડ ઝોન સૂચિત કર્યા છે જ્યારે 17 જિલ્લા ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે.
PIB FACT CHECK



(Release ID: 1628798)
Visitor Counter : 371
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam