પ્રધાનમંત્રીનું કાર્યાલય

સીઆઈઆઈની વાર્ષિક બેઠકમાં પ્રધાનમંત્રી શ્રીનું ઉદ્દઘાટન પ્રવચન


આપણે ચોકકસપણે આપણી વૃધ્ધિ પાછી મેળવીશુ: પ્રધાનમંત્રી

ઈરાદો, સમાવેશીતા, મૂડીરોકાણ, માળખાગત સુવિધાઓ અને ઈનોવેશન આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે મહત્વનાં છે: પ્રધાનમંત્રી

Posted On: 02 JUN 2020 2:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રીએ આજે કોન્ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએસન (સીઆઈઆઈ) ની 125મી વાર્ષિક બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્દઘાટન પ્રવચન આપ્યુ હતુ. બેઠકનો વિષય હતોઃનૂતન વિશ્વ માટે ભારતનું નિર્માણ : જીવન આજીવિકા વૃધ્ધિ (Building India for a New World : Lives, livelihood, growth)”

પ્રસંગે પ્રવચન આપતાં  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે પ્રકારના ઓનલાઈન સમારંભો કોરોનાને કારણે નવા સામાન્ય (NEW NORMAL) સમારંભો બની ગયા છે. માનવ જીવનની સૌથી મોટી તાકાત છે કે દરેક મુસીબતમાંથી માર્ગ મળી રહે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કેએક તરફ આપણે વાયરસ સામે લડત આપવા માટે આકરાં કદમ ઉઠાવીને દેશવાસીઓના જીવ બચાવવા પડે છે તો બીજી તરફ આપણે અર્થતંત્રને સ્થિર કર્યું છે અને તેને ગતિ આપી છે.”

વર્ષની વાર્ષિક બેઠકનો ઉલ્લેખ કરતાં  પ્રધાનમંત્રી વૃધ્ધિ પુન: હાંસલ કરવા અંગેચર્ચા કરવા બદલ ભારતના ઉદ્યોગોની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે હા, આપણે ચોકકસપણે ફરીથી વૃધિ હાંસલ કરીશું. તેમણે કહ્યું કે ભારતની ક્ષમતા અને આપત્તિ (CRISIS) વ્યવસ્થાપનમાં તેમનો વિશ્વાસ છે. ભારતની પ્રતિભાઓ અને ટેકનોલોજીમાં વિશ્વાસ છે, ઈનોવેશન અને ભારતના બુધ્ધિ ધનમાં વિશ્વાસ છે તથા ખેડૂતોમાં વિશ્વાસ છે તેમજ એમએસએમઈ ક્ષેત્ર અને ઉદ્યોગસાહસિકોમાં વિશ્વાસ તેમને વૃધ્ધિને ફરી હાંસલ કરવા માટેનો આત્મવિશ્વાસ આપે છે.

પ્રધાનમંત્રી કહ્યું કે કોરોનાને કારણે વૃધ્ધિનો દર ધીમો પડયો હોઈ શકે છે, પણ આજે સૌથી મોટી હકિકત છે કે ભારતે લૉકડાઉનનો તબક્કો વટાવી દીધો છે અને અનલૉકના પ્રથમ તબક્કામાં પહોંચ્યું છે. 8 જૂન પછી ઘણું બધું ખૂલી જશે અને વૃધ્ધિ હાંસલ કરવાનું શરૂ થઈ જશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 પ્રધાનમંત્રી ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના વાયરસ જ્યારે દુનિયામાં પ્રસરી રહ્યો હતો ત્યારે ભારતે યોગ્ય સમયે, યોગ્ય કદમ ઉઠાવ્યું હતું. તેમણે કહ્યું કેઆજે આપણે અન્ય દેશો સાથે તુલના કરીને જાણી શકીએ તેમ છીએ કે લૉકડાઉનની અસર ભારતમાં કેટલી વ્યાપક છે.” તેમણે કહ્યું કેકોરોના સામે અર્થતંત્રને પુનઃ તાકાત બક્ષવી તે સરકારની સર્વોચ્ચ અગ્રતા છે.” માટે સરકાર તાત્કાલિક આવશ્યક નિર્ણયો લઈ રહી છે અને લાંબા ગાળા માટે જરૂરી નિર્ણયો પણ લેવાઈ રહ્યા છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ કટોકટીની સ્થિતિમાં લોકોને સહાયરૂપ થવા માટે સરકારે ઉઠાવેલા કદમોની યાદી આપી હતીપ્રધાનમંત્રી કહ્યું કે ગરીબ કલ્યાણ યોજના ગરીબોને તાત્કાલિક લાભ પૂરો પાડવામાં સહાયરૂપ બની છે. યોજના હેઠળ આશરે 74 કરોડ લાભાર્થીઓને રેશનનું વિતરણ કરવામાં આવ્યું છે. સ્થળાંતર કરી રહેલા શ્રમિકોને પણ વિનામૂલ્યે રેશન આપવામાં આવ્યું છે. મહિલાઓ હોય કે દિવ્યાંગ વ્યક્તિઓ હોય, મોટી ઉંમરના લોકો હોય કે શ્રમિકો હોય, તમામ લોકોને તેનો લાભ થયો છે. લૉકડાઉનના ગાળા દરમ્યાન સરકારે ગરીબોને વિનામૂલ્યે 8 કરોડથી વધુ ગેસ સિલિન્ડરનું વિતરણ કર્યું છે. 50 લાખ ખાનગી કર્મચારીઓને ઈપીએફની રકમ તરીકે તેમના ખાતામાં 24 ટકાનું યોગદાન પ્રાપ્ત થયું છે, જે કુલ રકમ રૂ.800 કરોડ થાય છે.

પ્રધાનમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે અને ભારતને ઝડપી વિકાસના માર્ગે પાછુ લાવવા માટે મહત્વની પાંચ બાબતો ગણાવી હતી, જેમાં ઈરાદો, સમાવેશીતા, મૂડી રોકાણ, માળખાગત સુવિધાઓ અને ઈનોવેશનનો સમાવેશ થાય છે. બધું સરકારે તાજેતરમાં લીધેલા નિર્ણયોમાં પ્રતિબિંબીત થાય છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઘણાં ક્ષેત્રો હવે ભવિષ્ય માટે સજ્જ બન્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કેઅમારા માટે સુધારા અડસટ્ટે લેવાયેલા કે છૂટાછવાયા નિર્ણયો નથી. અમારા માટે સુધારાઓ પધ્ધતિસરના, આયોજીત, સુસંકલિત, એકબીજા સાથે સંકળાયેલા અને ભવિષ્યલક્ષી પ્રક્રિયાઓ ધરાવતા સુધારા છે. અમારા માટે સુધારાનો અર્થ નિર્ણયો લેવાની અને તાર્કિક પૂર્ણતા સુધી પહોંચાડવાની હિંમત એવો થાય છે.” તેમણે ખાનગી એકમોના વ્યવસ્થા તંત્રને પ્રોત્સાહિત કરવા માટે હાથ ધરેલી વિવિધ પહેલની યાદી આપતાં જણાવ્યું હતું કે ઈન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ (આઈબીસી), બેંકોના જોડાણો, જીએસટી અને આવક વેરાનું ફેસલેસ એસેસમેન્ટ બધાં મહત્વનાં પગલાં છે.

પ્રધાનમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર એવા નીતિ વિષયક સુધારા હાથ ધરી રહી છે કે જેની બાબતમાં દેશે આશા ત્યજી દીધી હતીપ્રધાનમંત્રી કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં આઝાદી પછી જે નીતિ નિયમો ઘડવામાં આવ્યા તેના કારણે ખેડૂતો વચેટિયાઓના હાથમાં મૂકાઈ ગયા હતા. ખેત પેદાશ બજાર કમિટી (એપીએમસી) એક્ટમાં સુધારા પછી હવે ખેડૂતોને તેમની પેદાશો દેશના કોઈપણ રાજ્યમાં, કોઈને પણ વેચવાનો અધિકાર પ્રાપ્ત થયો છે.

પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે શ્રમ સુધારાઓ આપણાં કામદારોના કલ્યાણને ધ્યાનમાં રાખીને રોજગારીમાં વૃધ્ધિ માટે હાથ ધરવામાં આવ્યા છે. જે બિન-વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશની છૂટ હતી, તેને પણ ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. કોલસા ક્ષેત્રે ખાણકામને, ઉર્જા ક્ષેત્રને, સંશોધન તથા ટેકનોલોજીને છૂટ આપવામાં આવી છે. ઉદ્યોગોને દરેક ક્ષેત્રમાં તકો પ્રાપ્ત થશે અને યુવાનો માટે પણ નવી તકો ખૂલી છે. આગળ વધીને કહીએ તો બધાથી હવે ખાનગી ક્ષેત્ર દેશના વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સામેલ થઈ શકે તે બાબત વાસ્તવિકતા બની છે. તમે અવકાશ ક્ષેત્રે મૂડી રોકાણ કરવા માંગતા હો, અથવા અણુ ઉર્જા ક્ષેત્રે નવી તકો ફંફોસવા માંગતા હો તો તમારા માટે બધી સંભાવનાઓ ખૂલ્લી છે.

પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું કે માઈક્રો, લઘુ અને મધ્યમ કદના એકમો (એમએસએમઈ) ક્ષેત્ર દેશનું આર્થિક એન્જીન છે અને જીડીપીમાં આશરે 30 ટકા જેટલું પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે ઘણાં લાંબા સમયથી ઉદ્યોગોની એમએસએમઈ ક્ષેત્રની વ્યાખ્યામાં સુધારો કરવાની ઈચ્છા પૂર્ણ થઈ છે. આનાથી એમએસએમઈ ક્ષેત્ર કોઈપણ ચિંતા વગર વૃધ્ધિ હાંસલ કરી શકશે અને એમએસએમઈ ક્ષેત્રનો દરજ્જો જાળવવા માટે તેમણે અન્ય માર્ગો અપનાવવા નહીં પડે. દેશના એમએસએમઈ ક્ષેત્રના કરોડો એકમોના લાભાર્થે રૂ.200 કરોડ સુધીની સરકારી ખરીદીમાં ગ્લોબલ ટેન્ડર્સ નાબૂદ કરવામાં આવ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતું.

પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું કે વિશ્વમાં ભારત માટેની અપેક્ષાઓ વધી છે અને હવે વિશ્વ ભારતમાં વધુ વિશ્વાસ મૂકે છે. ભારત 150 થી વધુ દેશોને તબીબી પૂરવઠો પૂરો પાડીને સહાયરૂપ બન્યું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતુંપ્રધાનમંત્રી કહ્યું કે વિશ્વ એક વિશ્વાસુ અને ભરોંસાપાત્ર સહયોગીની શોધમાં છે. ભારતમાં ક્ષમતા, તાકાત અને સંભાવનાઓ પડેલી છે. તેમણે ઉદ્યોગોને વિશ્વાસનો પૂરો ઉપયોગ કરવા અને ભારતના વિકાસમાં આગળ ધપવા અનુરોધ કર્યો હતો.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૃધ્ધિ ફરીથી પ્રાપ્ત કરવી તે એટલું મુશ્કેલ નથી. સૌથી મોટી બાબત છે કે ભારતીય ઉદ્યોગો માટેનો માર્ગ સ્પષ્ટ છે અને તે માર્ગ આત્મનિર્ભર ભારતનો છે. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આપણે વધુ મજબૂત બનીને વિશ્વ સાથે જોડાઈશું. આત્મનિર્ભર ભારત એટલે વિશ્વના અર્થતંત્ર સાથે સંપૂર્ણ સંકલન ધરાવતું ભારત અને સહયોગ આપતું ભારત.

પ્રધાનમંત્રી શ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એવી મજબૂત સ્થાનિક સપ્લાય ચેઈનનું નિર્માણ કરવાની જરૂર છે કે જે વિશ્વની સપ્લાય ચેઈનમાં ભારતનો હિસ્સો વધુ મજબૂત બનાવે. તેમણે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ) જેવી મોટી સંસ્થાઓને આગળ આવીને કોરોના પછીના સમયમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા બજાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારતમાં વિશ્વ માટે પેદા થતી ચીજો ઉપર વિશેષ ઝોક દાખવ્યો હતો. તેમણે ઉદ્યોગને અનુરોધ કર્યો હતો કે તે તમામ ક્ષેત્રોમાં ઉત્પાદકતા વધારવાના લક્ષ્યાંકો નક્કી કરે. તેમણે માત્ર 3 માસના ગાળામાં કરોડોની સંખ્યામાં વ્યક્તિગત સુરક્ષા સાધનો (પીપીઈ) ના નિર્માણ માટે ઉદ્યોગ જગતની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ઉદ્યોગોને ગ્રામ્ય અર્થતંત્રમાં ખેડૂતો સાથે મૂડી રોકાણ અને ભાગીદારીનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. હવે ગામ નજીક સ્થાનિક એગ્રો પ્રોડક્ટસના ક્લસ્ટર તૈયાર કરવા માટે જરૂરી માળખાગત સુવિધાઓનો માર્ગ મોકળો થયો છે. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્ર દેશની વિકાસ યાત્રાનું ભાગીદાર છે. તેમણે વચન આપ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન અંગેની ઉદ્યોગોની તમામ જરૂરિયાતોની કાળજી લેવામાં આવશે. તેમણે ઉદ્યોગોને જણાવ્યું હતું કે તે દેશને આત્મનિર્ભર બનાવવાની પ્રતિજ્ઞા લે અને નિર્ણયને સાકાર કરવામાં પોતાની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરે.

 

 

GP/DS

 

 



(Release ID: 1628692) Visitor Counter : 269