PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 30 MAY 2020 6:35PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

Date: 30.5.2020

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

છેલ્લા 24 કલાકમાં, કુલ 11,264 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા; 24 કલાકમાં દર્દીઓ સાજા થવાનો દર 4.51%ની વૃદ્ધિ સાથે 47.40% નોંધાયો; સક્રિય કેસોની સંખ્યા 89,987 થી ઘટીને 86,422 થઇ ગઇ

છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19ના કુલ 11,264 દર્દીઓ સાજા થઇ ગયા છે. એક જ દિવસમાં આ સૌથી વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19થી કુલ 82,369 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ સાથે દેશમાં કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર 47.40% નોંધાયો છે જે અગાઉના દિવસના 42.89% દર્દીઓ સાજા થવાના દરમાં 4.51%ની વૃદ્ધિ દર્શાવે છે. સૌથી વધુ સંખ્યામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાથે, દેશમાં હાલમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓની સંખ્યા 29 મે 2020ના રોજ 89,987 હતી ત્યાંથી ઘટીને 86,422 સુધી પહોંચી ગઇ છે. તમામ સક્રિય કેસો હાલમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

30 મે 2020ના રોજ કેસ બમણા થવાની સંખ્યા છેલ્લા 14 દિવસમાં 13.3 હતી તે સુધરીને છેલ્લા ત્રણ દિવસમાં 15.4 થઇ ગઇ છે. મૃત્યુદર 2.86% નોંધાયો હતો. 29 મે 2020ના રોજ, 2.55% સક્રિય કેસો ICUમાં હતા જ્યારે, 0.48% કેસ વેન્ટિલેટર પર, 1.96% કેસ ઓક્સિજન સપોર્ટ પર હતા. દેશમાં 462 સરકારી લેબોરેટરી અને 200 ખાનગી લેબોરેટરીની મદદથી પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી છે. એકંદરે અત્યાર સુધીમાં દેશમાં કુલ 36,12,242 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે માત્ર ગઇકાલે જ 1,26,842 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627938

 

માનનીય પ્રધાનમંત્રીનો પત્ર

“……ઘણા લોકોએ શંકા વ્યક્ત કરી હતી કે, જ્યારે ભારત પર કોરોનાનો કહેર વરસશે, ત્યારે ભારત આખી દુનિયા માટે સંકટ બની જશે. પણ આજે તમામ દેશવાસીઓએ ભારતને જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો છે. તમે સાબિત કરી દીધું છે કે, વિશ્વના શક્તિશાળી અને સંપન્ન દેશોની સરખામણીમાં ભારતવાસીઓનું સામૂહિક સામર્થ્ય અને ક્ષમતા અભૂતપૂર્વ છે. તાળી-થાળી વગાડીને અને દીપ પ્રકટાવવાથી લઈને ભારતની સેના દ્વારા કોરોના વોરિયર્સનું સમ્માન હોય, જનતા કરફ્યૂ હોય કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન હોય દરેક પ્રસંગે તમે સાબિત કર્યું છે કે એક ભારત જ શ્રેષ્ઠની ગેરેન્ટી છે.

ચોક્કસ, આટલા મોટા સંકટમાં કોઈ આ દાવો ન કરી શકે કે કોઈને કશી તકલીફ પડી નથી, કોઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. આપણા શ્રમિક સાથીદારો, પ્રવાસી મજબૂત ભાઇબહેનો, નાનાં-નાનાં ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો, રેલવે સ્ટેશન પર ચીજવસ્તુઓનુ વેચાણ કરતા ફેરિયાઓ, લારી-ગલ્લાં ચલાવતા, આપણા દુકાનદાર ભાઇબહેનો, લઘુ ઉદ્યોગસાહસિકો આ તમામ દેશવાસીઓને ઘણી મુશ્કેલી પડી છે. એમની સમસ્યાઓનું સમાધાન કરવા તમામ મળીને પ્રયાસ કરી રહ્યાં છીએ.

પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે જીવનમાં અસુવિધા આફતમાં ન બદલાઈ જવી જોઈએ. આ માટે દરેક ભારતીયો માટે દરેક સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. જેમ અત્યાર સુધી અમે ધૈર્ય અને ખંતને જાળવી રાખ્યું છે, એ જ રીતે એને આગળ પણ જાળવી રાખવાનું છે. આ એક મોટું કારણ છે કે અત્યારે ભારત અન્ય દેશોની સરખામણીમાં વધારે સારી સ્થિતિમાં છે. આ લડાઈ લાંબી ચાલવાની છે, પણ આપણે વિજયપથ પર આગેકૂચ કરી રહ્યાં છીએ અને સફળતા મળવવી આપણો બધાનો સામૂહિક સંકલ્પ છે.…….”

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627843

 

લૉકડાઉન દરમિયાન દેશમાં લોકો સુધી વિનામૂલ્યે ખાદ્યાન્ન પહોંચાડવા માટે તેનું પરિવહન અને વિતરણ છેલ્લા એક વર્ષમાં મંત્રાલયની મોટી સિદ્ધિ છે તેમ શ્રી રામવિલાસ પાસવાને કહ્યું

કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાને આજે છેલ્લા એક વર્ષમાં તેમના મંત્રાલયની સિદ્ધિઓ અને તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો ગણાવી હતી. લૉકડાઉનના સમયગાળા દરમિયાન સમગ્ર દેશોમાં લોકો સુધી ખાદ્યાન્નનો વિશાળ જથ્થો પહોંચાડવા માટે તેનું મોટાપાયે પરિવહન અને વિતરણની કામગરીને તેમણે છેલ્લા એક વર્ષમાં પોતાના મંત્રાલયની સૌથી મોટી સિદ્ધિ ગણાવી હતી. શ્રી પાસવાને જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019, CWCના અમલીકરણના કારણે અત્યાર સુધીમં સૌથી વધુ ટર્નઓવર હાંસલ કરી શકાયું છે અને FCIની સત્તાવાર મૂડી રૂપિયા 3500 કરોડથી વધીને રૂપિયા 1000 કરોડ સુધી પહોંચી ગઇ છે અને એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ તરફની આગેકૂચ સરકારમાં તેમના મંત્રાલયની સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627917

 

સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે અમેરિકાના સંરક્ષણ સચિવ સાથે ટેલીફોન પર ચર્ચા કરી

શ્રી રાજનાથસિંહે અમેરિકા સંરક્ષણ સચિવ ડૉ. માર્ક ટી. એસ્પેર સાથે ગઇકાલે ટેલીફોન પર વાર્તાલાપ કર્યો હતો. બંને નેતાઓએ કોવિડ-19 મહામારી સામેની લડતમાં પોત પોતાના રાષ્ટ્રોમાં તેમના અનુભવોનું આદાનપ્રદાન કર્યું હતું અને આ સંબંધે દ્વીપક્ષીય સહકાર આપવાનું ચાલુ રાખવા માટે બંને સંમત થયા હતા. તેમણે વિવિધ દ્વીપક્ષીય સંરક્ષણ સહકાર વ્યવસ્થાઓની પ્રગતીની સમીક્ષા કરી હતી અને આપણા સંરક્ષણ ભાગીદારીને આગળ પણ વધુ પ્રોત્સાહન આપવા માટે તેમની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627702

 

બ્રિક્સ દેશોના કરવેરા અધિકારીઓના વડાઓની બેઠક યોજાઇ

બ્રિક્સ દેશો- બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના કરવેરા અધિકારીઓના વડાઓની બેઠક 29 મે 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી. ભારતના નાણાં સચિવે અન્ય બ્રિક્સ દેશો સાથે, ભારતમાં કોવિડ મહામારીના કારણે કરદાતાઓ પર થનારી વિપરિત અસરો દૂર કરવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાંની માહિતીનું આદાનપ્રદાશન કર્યું હતું જેમાં તેમણે અનુપાલનની આવશ્યકતાઓ મુલતવી રાખવી, ચુકવણીમાં વિલંબ થાય તો ઓછો વ્યાજદર અને પ્રવર્તમાન કરવેરાના દરોમાં ઘટાડા જેવા પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે બ્રિક્સ દેશોને તેમના દેશોમાં સમય સમયે કરવેરા વહીવટીતંત્રો દ્વારા કોવિડ-19 સંબંધિત લેવામાં આવતા પગલાંઓની માહિતી આપવા માટે પણ વિનંતી કરી હતી જેથી મહામારીના કારણે થતી આર્થિક અને નાણાકીય અસરો આપણે વધુ સારી રીતે સમજી શકીએ અને મહામારીને નિયંત્રણમાં લેવા માટે તેમજ તેના પ્રભાવના કારણે થતી વિપરિત અસરોમાંથી બહાર આવવા માટે સરકારના પ્રયાસોમાં મદદરૂપ થવા માટે વિવિધ સંભાવનાઓનું મૂલ્યાંકન કરવાનું પ્રોત્સાહન મળે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627742

 

કોવિડ-19ની પરિસ્થિતિ વચ્ચે MoFPIના ફરિયાદ નિવારણ સેલે ઉદ્યોગો પાસેથી પ્રાપ્ત થયેલી 585માંથી 581 ફરિયાદોનું નિરાકરણ લાવી આપ્યું

ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયના ફરિયાદ નિવારણ સેલે સુરક્ષાત્મક અભિગમ અને સમયસર નિવારણ સાથે તેને પ્રાપ્ત થયેલી કુલ 585માંથી 581 ફરિયાદોનો ઉકેલ લાવી આપ્યો છે. ટાસ્ક ફોર્સ સમસ્યાઓ સંબંધિત રાજ્ય સરકારો અને  નાણાં મંત્રાલય, ગૃહ મંત્રાલય સહિત અન્ય સંબંધિત મંત્રાલયો સમક્ષ રજૂ કરે છે. ટાસ્ક ફોર્સ તમામ રાજ્યોમાં અગ્રણી ઔદ્યોગિક સંગઠનો અને ખાદ્ય પ્રસંસ્કરકો સાથે સતત સંપર્કમાં રહે છે જેથી ખાદ્ય અને આનુષંકિગ ઉદ્યોગોને પડી રહેલી કોઇપણ સમસ્યા/ પડકારોનું ઝડપથી નિવારણ લાવી શકાય અને તેઓ પોતાની પૂર્ણ ક્ષમતા સાથે કામ કરી શકે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627872

 

અગ્રણી ઑનલાઇન ટ્રાવેલ એજન્ટ્સ (OTA)ના પ્રતિનિધીમંડળે પર્યટન અને સાંસ્કૃતિક મંત્રીની મુલાકાત લીધી

અગ્રણી ઑનલાઇન ટ્રાવેલ એજન્ટ્સ (OTA)ના પ્રતિનિધીમંડળે આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદ પટેલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મુખ્યત્વે તબક્કાવાર અને પ્રમાણબદ્ધ રીતે હોટેલો અને અન્ય એકોમોડેશન સુવિધાઓ ફરી શરૂ કરવા, એકોમોડેશન એકમો માટે સલામતી અને સ્વચ્છતા તેમજ પ્રવાસન સંબંધિત પ્રવૃત્તિઓના પ્રોટોકોલ બહાર પાડવા અંગે ચર્ચા થઇ હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627670

 

સંશોધન અને નાવીન્યતા માટે સુવિધા: બાયોટેકનોલોજી વિભાગ દ્વારા 4 કોવિડ-19 બાયો બેંકની સ્થાપના કરવામાં આવી

કોવિડ-19 મહામારીને ડામવા માટે, રસીના વિકાસ, નિદાનાત્મક અને ઉપચારાત્મક દિશામાં સંશોધન અને વિકાસના પ્રયાસો ચાલી રહ્યા છે. કોવિડ-19 પોઝિટીવ દર્દીઓમાંથી એકત્રિત કરવામાં આવેલા નમૂના સંશોધન અને વિકાસના પ્રયાસો માટે ખૂબ મૂલ્યવાન સ્રોત સાબિત થઇ શકે છે. નીતિ આયોગે તાજેતરમાં કોવિડ-19ના સંશોધન સંબંધિત જૈવ નમૂના અને ડેટા શેર કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. કેબિનેટ સચિવે આપેલા નિર્દેશો અનુસાર, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા 16 બાયો-રિપોઝિટરીઝને એકત્રિકરણ, સંગ્રહ અને કોવિડ-19 દર્દીઓના તબીબી નમૂનાની જાળવણી માટે સૂચિત કરવામાં આવ્યા છે. 16 બાયો રિપોઝિટરીઝની વિગતો પ્રમાણે છે: ICMR – 9, DBT – 4 અને CSIR – 3

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627861

 

સાંસ્કૃતિક મંત્રાલયના ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિએ કોવિ-19 સામેની લડાઇમાં ઝારખંડના વહીવટીતંત્રને સહકાર આપવા માટે PPE કીટ્સ અને અન્ય સામગ્રી મોકલી

કોવિડ-19 સામેની લડાઇમાં મદદરૂપ થવાના ભાગરૂપે, નવી દિલ્હી ખાતે આવેલા ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ તેમજ રાજસ્થાનના લ્યુપિન હ્યુમન વેલફેર એસોસિએશન દ્વારા 29 મે 2020ના રોજ ઝારખંડના આદિજાતિ જિલ્લા ખુંટી ખાતે 200 PPE કીટ્સ, 50 થર્મોમીટર, 10,000 PCS નાઇટ્રાઇલ હાથમોજાં, 11000 માસ્ક અને 500 ફેસ શિલ્ડનો જથ્થો વિનામૂલ્યે મોકલવામાં આવ્યો હતો. સામગ્રીનો ઉપયોગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627755

 

PFC દ્વારા કોવિડ-19 સામેની લડાઇમાં મદદરૂપ થવા માટે ઉત્તરાખંડ સરકારને PPE કીટ્સ અને એમ્બ્યુલન્સ આપવામાં આવશે

ઉર્જા મંત્રાલય અંતર્ગત આવતી કેન્દ્રીય PSU પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ ઉત્તરાખંડને રૂપિયા 1.23 કરોડની આર્થિક સહાય આપવા માટે આગળ આવી છે. ભંડોળ કોવિડ-19 સામે અગ્ર હરોળમાં લડી રહેલા સ્ટાફ માટે 500 PPE કીટ્સ ખરીદવા અને 06 સંપૂર્ણપણે ઉપકરણોથી સજ્જ એમ્બ્યુલન્સ ખરીદવા માટે ઉપયોગમાં લેવાશે અને તે ઉત્તરાખંડ રાજ્યના આરોગ્ય વિભાગને સોંપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627869

 

રાષ્ટ્રીય સંશોધન લેબોરેટરીઓ અને યુનિવર્સિટીઓમાં કોવિડ પરીક્ષણ કેન્દ્રો (હબ એન્ડ સ્પોક મોડલ) વધારવામાં આવ્યા

સમગ્ર દેશમાં પરીક્ષણની ક્ષમતા વધારવા માટે અને લોકો સુધી તેની પહોંચમાં વૃદ્ધિ કરવા માટે હબ એન્ડ સ્પોક મોડેલથી શહેર/ ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે જેથી સમગ્ર દેશમાં સરકારી સંસ્થાઓમાં કોવિડ-19ના સેમ્પલની પરીક્ષણ ક્ષમતામાં વધારો થઇ શકે. જે સંસ્થાઓ અને લેબોરેટીઓ પાસે ક્ષમતા છે અને સેમ્પલ એકત્રીકરણ, હેન્ડલિંગ/ પ્રોસેસિંગ (BSL-2 સુવિધા) અને પરીક્ષણ (RT-TCR) બંનેની સુવિધા છે તેઓ હબ તરીકે સેવા આપે છે અને તેઓ RT PCR મીશન તેમજ પૂરતા પ્રમાણમાં માણસો ધરાવતી સંખ્યાબંધ લેબોરેટરીને તેમની વધારેલી પરીક્ષણ સુવિધાઓ તરીકે સામેલ કરે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627871

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢ: અગ્ર આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, વિદેશથી ચંદીગઢ આવેલા 116 મુસાફરોમાંથી 29 વ્યક્તિના જરૂરી ટેસ્ટ કરાવ્યા પછી તેમને રજા આપવામાં આવી છે. 281 સ્થાનિક લોકો પણ હવાઇમાર્ગે ચંદીગઢ આવ્યા છે અને તેમને ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર પોતાના ઘરે સેલ્ફ ક્વૉરેન્ટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ચંદીગઢના સલાહકારે જણાવ્યું હતું કે, ચંદીગઢ પ્રશાસન સામાન્ય અને ગંભીર બંને પ્રકારની શ્રેણીના દર્દીઓને રાખવા માટે 3,000 બેડની ક્ષમતા સાથે તૈયાર છે. દર્દીઓની સારવાર કરવા માટે વેન્ટિલેટર, ઓક્સિજન, PPE અથવા દવાઓની કોઇ અછત નથી. ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર નિયમિત ધોરણે ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. દર અઠવાડિયે કન્ટેઇન્મેન્ટ ઝોનની સમીક્ષા પણ કરવામાં આવે છે.
  • પંજાબ: કોવિડ-19ના વ્યવસ્થાપન અને નિયંત્રણની કામગીરી વધુ મજબૂત બનાવવા માટે, પંજાબ સરકારે કોરોના વાયરસનો ફેલાવો અંકુશમાં લાવવા માટે બહાર પાડવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓના ઉલ્લંઘનના કિસ્સામાં દંડમાં વધારો કર્યો છે. હવે સાર્વજનિક જગ્યાએ માસ્ક પહેર્યા વગર નીકળનાર વ્યક્તિને 500 રૂપિયા, હોમ ક્વૉરેન્ટાઇનની સૂચનાઓનું ઉલ્લંઘન કરનારને 2000 રૂપિયા, સાર્વજનિક સ્થળોએ થૂંકનારને 500 રૂપિયા, સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કરનારા દુકાન/ કોમર્શિયલ સ્થળોના માલિકોને 2000 રૂપિયા, સામાજિક અંતરના નિયમોના ઉલ્લંઘન બદલ બસના માલિકોને 3000 રૂપિયા, કાર માલિકોને 2000 રૂપિયા અને ઓટો રીક્ષા/ ટુવ્હીલર માલિકોને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે.
  • હરિયાણા: હરિયાણા પર્યટન નિગમ વૈશ્વિક કોવિડ-19 મહામારી દરમિયાન કોવિડ-19ના દર્દીઓની સારવારમાં જોડાયેલા ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને તેમના પર્યટન સંકુલોમાં વિનામૂલ્યે બોર્ડિંગ અને લોડિંગની સુવિધા પૂરી પાડે છે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને 24 માર્ચ 2020થી લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન, સરકારે નિર્ણય લીધો હતો કે, કોવિડ-19 દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોને તેમના પર્યટન સંકુલોમાં વિનામૂલ્યે બોર્ડિંગ અને લોડિંગની સુવિધા આપવામાં આવશે.
  • હિમાચલ પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ ખાસ કરીને ફાર્મા ઉદ્યોગ સહિત તમામ ઉદ્યોગસાહસિકોએ કોવિડ-19 મહામારી સામે અસરકારક રીતે લડવામાં રાજ્ય સરકારને દિલથી આપેલા સહકાર બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય જથ્થાબંધ દવાઓ અને જેનેરિક્સના મહત્વપૂર્ણ હબ તરીકે ઉભરી આવ્યું છે અને દેશમાં તેમજ વિદેશમાં ખૂબ મોટો બજાર હિસ્સો હાંસલ કરી લીધો છે. તેમણે ઉદ્યોગસાહસિકોને અપીલ કરી હતી કે, તેઓ PM CARES ભંડોળ અને HP SDMA કોવિડ-19 આપત્તિ પ્રતિભાવ ભંડોળમાં ઉદાર હાથે યોગદાન આપે જેની મદદથી કોરોના વાયરસ સામેની લાંબી લડાઇ વધુ અસરકારક રીતે લડી શકાશે.
  • કેરળ: વિદેશથી પરત આવેલા અને કોઝીકોડ ખાતે ક્વૉરેન્ટાઇન દરમિયાન મૃત્યુ પામેલા એક વ્યક્તિનો કોવિડ-19નો રિપોર્ટ નેગેટીવ આવતા અજંપોની સ્થિતિમાં રાહત મળી છે. તિરુવનંતપુરમની બહાર ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવેલા 8 પોલીસ જવાનોનો કોવિડ-19નો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે.
  • વિસ્થાપિત શ્રમિકોએ પથાનામથિટ્ટા ખાતે બે જગ્યાએ વિરોધ પ્રદર્શનો કરીને તેમને બિહાર પાછા મોકલવાની માંગણી કરી હતી. કન્નુરમાં લૉકડાઉનમાં રાહત આપ્યા પછી મોટાપાયે ઉલ્લંઘનો થઇ રહ્યા હોવાથી સત્તાધીશો ટ્રીપલ લૉકડાઉન લાગુ કરવાની યોજનામાં છે. દરમિયાન, વધુ ત્રણ કેરળવાસીઓએ અખાતી દેશોમાં કોવિડ-19ના કારણે અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના કારણે બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા જ્યારે વધુ 62 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. રાજ્યમાં કુલ 577 દર્દીઓ કોવિડ-19ની સારવાર હેઠળ છે અને 1,24,167 વ્યક્તિઓ દેખરેખ હેઠળ છે.
  • તામિલનાડુ: રાજ્યમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે સરકારે રૂપિયા 300 કરોડની કોવિડ-19 સહાયનું પેકેજ જાહેર કર્યું છે. ચેન્નઇ- આંદામાન જહાજ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. નમાક્કલમાં 47 વર્ષીય લોરી ડ્રાઇવર કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યો હોવાથી અહીં કોવિડ-19ના કારણે પહેલું મૃત્યુ નોંધાયું છે. અહીં અત્યાર સુધીમાં કુલ 78 વ્યક્તિના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે જેમાંથી 77 સાજા થઇ ગયા છે. તામિલનાડુમાં 90 કેદીઓના સેમ્પલના પરીક્ષણમાંથી 40 કેદીઓ કોવિડ-19 પોઝિટીવ આવ્યા છે. રાજ્યમાં ગઇકાલે નવા 874 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ કેસની સંખ્યા 20 હજારથી વધીને 20,246 થઇ ગઇ છે. અત્યારે સક્રિય કેસ: 8676, મૃત્યુ: 154, સાજા થયા: 11,313 છે. ચેન્નઇમાં કુલ સક્રિય કેસ 6353 છે
  • કર્ણાટક: રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રો પાસેથી મળેલા પ્રતિભાવો બાદ રવિવારે સંપૂર્ણ શટડાઉનનો આદેશ પાછો ખેંચ્યો છે. રાજ્યએ નિર્ણય લીધો છે કે, તમામ મુસાફરોએ ખાનગી લેબોરેટરી દ્વારા તેમના પરીક્ષણ માટે રૂપિયા 650 ફરજિયાત ચુકવવાના રહેશે; પરીક્ષણ માટે પૂલિંગ પદ્ધતિ અપનાવવામાં આવી છે. કર્ણાટકમાં ફરી એક વખત એક દિવસમાં વિક્રમી સંખ્યામાં દર્દીઓ વધ્યા છે. શુક્રવારે અહીં 248 નવા કોવિડ-19ના દર્દી નોંધાયા હોવાથી કુલ આંકડો 2,781 થયો છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ: 2781, સક્રિય કેસ: 1837, મૃત્યુ: 48, સાજા થયા: 894.
  • આંધ્રપ્રદેશ: મુખ્યમંત્રીએ 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને રૂપિયા 13,500 રોકડ પ્રોત્સાહન આપવાના આશય સાથે 10,641 રિથુભરોસા કેન્દ્રોનો ઑનલાઇન પ્રારંભ કરાવ્યો હતો; SC, ST, BC અને લઘુમતી સમુદાયના ભાગીયા ખેડૂતો (ગરાસિયા)ને પણ આયોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. રકમમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત આપવામાં આવતી રૂપિયા 6000ની વાર્ષિક સહાય પણ સામેલ છે. યોજનાથી 51 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે તેમજ દિવસમાં નવ કલાક સુધી વિનામૂલ્યે વીજળી સાથે વિનામૂલ્યે બોરવેલનો પણ લાભ મળશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9504 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 70 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા, જ્યારે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી અને 54 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ કેસ: 2944, સક્રિય કેસ: 792, સાજા થયા: 2092, મૃત્યુ પામ્યા: 60. અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોમાં કુલ 406 પોઝિટીવ કેસમાંથી 217 સક્રિય કેસ. વિદેશમાંથી પરત આવેલા કુલ પોઝિટીવ કેસ 111 છે.
  • તેલંગાણા: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રીશન સાથે સહયોગથી ICMR દ્વારા હૈદરાબાદમાં પાંચ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ઝડપથી સર્વે શરૂ કરવામાં આવશે જેથી તેલંગાણામાં ગીચ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારોમાં SARS-CoV-2ના ચેપની રૂપરેખા સમજી શકાય. ICMR અને NINની ટીમો રાજ્ય સરકારના અધિકારીઓની મદદથી શનિવારે અને રવિવારે 100 સેમ્પલ એકત્ર કરશે. તેલંગાણામાં 30 મેના રોજ કુલ પોઝિટીવ કેસ 2425 થયા છે. અત્યાર સુધીમાં 180 વિસ્થાપિતો અને 237 વિદેશથી આવેલા લોકોમાં કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે.
  • આસામ: આસામમાં, જોરહાટ ખાતે હવે CSIR-NEIST કોવિડ-19 પરીક્ષણ લેબોરેટરી કાર્યરત થશે. આસામમાં કોવિડ-19ના વધુ 43 કેસ પોઝિટીવ આવ્યા છે. કુલ કેસની સંખ્યા 1100 થઇ છે જ્યારે સક્રિય કેસ 968 છે. 125 દર્દી સાજા થયા છે અને 4નાં મૃત્યુ નીપજ્યાં છે.
  • મણીપૂર: મણીપૂરમાં કોવિડ-19નો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. કુલ કેસની સંખ્યા વધીને 60 થઇ છે.
  • મિઝોરમ: કેન્દ્રીય નાગરિક સેવા (પેન્શન) કાયદો, 1972 દ્વારા સંચાલિત હોય તેવા સરકારી કર્મચારી જો ફરજ નિભાવતી વખતે કોવિડ-19નો ચેપ લાગવાથી મૃત્યુ પામે તો તેમના પરિવારજનોને રૂપિયા 20 લાખનું આર્થિક વળતર ચુકાવવા પાત્ર રહેશે.
  • નાગાલેન્ડ: કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને નાગાલેન્ડમાં શાળાઓ અને કોલેજોએ વિદ્યાર્થીઓની ફી માફ કરી છે. વિદ્યાર્થી સંગઠનોએ નિર્ણયને આવકારતા કહ્યું હતું કે, આનાથી હજારો વિદ્યાર્થીઓને ઘણી મોટી રાહત મળશે. બેંગલુરુમાં ટ્રેન મુલતવી રહ્યા પછી ફસાયેલા નાગા સમુદાયના લોકોને કોવિડ-19 માટે નિયુક્ત નાગા ટાસ્ક ફોર્સ બેંગલુરુ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો.
  • સિક્કિમ: સિક્કિમમાં STNM હોસ્પિટલ ખાતે માત્ર કોવિડ-19 પોઝિટીવ દર્દીઓની સારવારમાં જોડાયેલી 32 આરોગ્ય સંભાળ કર્મચારીઓની પ્રથમ બેચને 14 દિવસ માટે ક્વૉરેન્ટાઇનમાં મોકલવામાં આવી છે.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં કોવિડ-19ના વધુ 692 દર્દીઓ પોઝિટીવ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 62,228 થઇ છે. રાજ્યમાં હાલમાં કુલ સક્રિય કોવિડ-19 કેસની સંખ્યા 33,124 છે જ્યારે કુલ 2,098 દર્દીનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સાર્વજનિક સ્થળોએ તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ, ધુમ્રપાન અને થૂંકવા પર પ્રતિબંધનો મહત્વનો નિર્ણય લીધો છે.
  • ગુજરાત: રાજ્યમાં કોવિડ-19ના વધુ 372 દર્દી પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ કોરોના ગ્રસ્ત દર્દીની સંખ્યા 15,955 થઇ છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 253 કેસ પોઝિટીવ નોંધાયા છે. રાજ્યમાં સોળ જિલ્લામાં શુક્રવારે એક આંકડામાં કેસની વૃદ્ધિ નોંધાઇ હતી. રાજ્યમાં હાલમાં કોવિડ-19 કુલ 6,355 કેસ સક્રિય છે. અત્યાર સુધીમાં 14 લાખથી વધુ પરપ્રાંતીય શ્રમિકોને પરિવહનના વિવિધ માધ્યમો દ્વારા ગુજરાતમાંથી તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકોને શ્રમિક વિશેષ ટ્રેનોમાં મોકલવામાં આવ્યા છે.
  • મધ્યપ્રદેશ: રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 7,645 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે જેમાંથી 3042 કેસ હાલમાં સક્રિય છે. રાજ્ય સરકારે શ્રમિકોને રોજગાર આપવાના આશયથી રોજગાર સેતુ નામની અનન્ય યોજના શરૂ કરી છે. યોજના અંતર્ગત, શ્રમિકોને ઉદ્યોગો, બાંધકામના કામકાજો અને અન્ય પ્રવૃત્તિઓમાં તેમની આવડત અનુસાર રોજગારી આપવામાં આવશે.
  • રાજસ્થાન: આજે રાજ્યમાં નવા 49 કેસ નોંધાયા હોવાથી કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 8414 થઇ છે જેમાંથી અત્યાર સુધીમાં 5290 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 6 દિવસમાં દર્દીઓની સ્થિતિ સ્થિર થવાની તેમજ સાજા થવાની સંખ્યામાં વધારો થયો છે.
  • છત્તીસગઢ: રાજ્યમાં રાયપુર કોવિડ-19ના કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 314 છે જ્યારે અત્યાર સુધીમાં 100 દર્દીઓ કોરોનાની બીમારીથી સાજા થઇ ગયા છે.

 

PIB FACT CHECK

 

 

 

 

 

 

 

 



(Release ID: 1627978) Visitor Counter : 321