સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ્સ
Posted On:
24 MAY 2020 4:46PM by PIB Ahmedabad
ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે દિલ્હીમાં ચૌધરી બ્રહ્મપ્રકાશ આયુર્વેદિક સંસ્થાનની મુલાકાત લીધી હતી જે સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્ર (DCHC) તરીકે કામ કરે છે. તમણે અહીં કોવિડ-19ના કેસોનું સંચાલન કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે વિવિધ સુવિધાઓ અને વૉર્ડની મુલાકાત લીધી હતી તેમજ આયુષ મંત્રાલયના નિર્દેશ અનુસાર સર્વગ્રાહી અભિગમ સાથે કોવિડ-19ના દર્દીઓને આપવામાં આવતી સારવારની પણ ચકાસણી કરી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્ર એવી હોસ્પિટલ છે જ્યાં તબીબી રીતે સામાન્ય ગણવામાં આવતા હોય તેવા તમામ કેસોની સંભાળ અને સારવાર કરવામાં આવે છે. આ સંપૂર્ણ હોસ્પિટલ હોવી જોઇએ અથવા કોઇ હોસ્પિટલમાં અલગથી એક બ્લૉક પણ હોઇ શકે છે જેમાં અલગ પ્રવેશ અને બહાર નીકળવાની જગ્યા તેમજ ઝોનિંગ હોય તે વધુ બહેતર ગણવામાં આવ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય મુસાફરોના આગમન બાબતે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી માર્ગદર્શિકા આ લિંક પરથી મેળવી શકાય છે.
https://www.mohfw.gov.in/pdf/Guidelinesforinternationalarrivals.pdf
ઘરેલું મુસાફરી (હવાઇમાર્ગે/ ટ્રેનમાં મુસાફરી/ આંતરરાજ્ય બસ પ્રવાસ) માટે પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. નવી માર્ગદર્શિકા આ લિંક પરથી મેળવી શકાય છે.
https://www.mohfw.gov.in/pdf/Guidelinesfordomestictravel(airortrainorinter-statebustravel).pdf
અત્યાર સુધીમાં દેશમાં કુલ 54,540 દર્દીઓ કોવિડ-19ની બીમારીથી સાજા થયા છે. 2657 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં જ સાજા થયા છે. આ સાથે દેશમાં દર્દીઓના સાજા થવાનો દર 41.28% નોંધાયો છે.
ગઇકાલથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના નવા 6767 કેસો પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. ભારતમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 1,31,868 સુધી પહોંચી ગઇ છે. હાલમાં કુલ 73,560 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1626578)
Visitor Counter : 380
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam