પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કહ્યું – આખો દેશ પશ્ચિમ બંગાળ અને ઓડિશાની પડખે ઉભો છે
Posted On:
21 MAY 2020 3:03PM by PIB Ahmedabad
અમ્ફાલ ચક્રાવાતના કારણે સર્જાયેલી તારાજીના દ્રશ્યો જોઈ પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી હતી કે વહેલામાં વહેલી તકે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સ્થિતિ ફરી સામાન્ય થઇ જાય.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં તેમણે જણાવ્યું હતું કે, “મારા વિચારો ઓડિશાના લોકોની સાથે છે કારણ કે આ રાજ્યએ અમ્ફાલ ચક્રાવાતની અસરોનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. સત્તાધીશો પાયાના સ્તરે કામ કરી રહ્યા છે જેથી તમામ અસરગ્રસ્ત લોકો સુધી શક્ય એટલી વધુ મદદ પહોંચાડવાનું સુનિશ્ચિત કરી શકાય. હું પ્રાર્થના કરું છુ કે વહેલામાં વહેલી તકે પરિસ્થિતિ ફરી સામાન્ય થઇ જાય.”
NDRFની ટીમો ચક્રાવાત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહી છે. ટોચના અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને પશ્ચિમ બંગાળની સરકાર સાથે પણ નીકટતાથી સંકલન સાધીને કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.
અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં કોઇ જ કસર રાખવામાં આવશે નહીં.
પશ્ચિમ બંગાળમાં અમ્ફાલ ચક્રાવાતના કારણે સર્જાયેલી તારાજીના તારાજીના દ્રશ્યો જોયા. આ પડકારજનક સમયમાં, સમગ્ર દેશ એકજૂથ થઇને પશ્ચિમ બંગાળની પડખે ઉભો છે. રાજ્યના લોકોની સુખાકારી માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. જનજીવન ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
GP/DS
(Release ID: 1625783)
Visitor Counter : 256
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam