સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે અપડેટ્સ

Posted On: 21 MAY 2020 3:27PM by PIB Ahmedabad

મીડિયાના એક વર્ગમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે લૉકડાઉનના અમલીકરણ અને પ્રતિક્રિયા સંબંધે સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો અંગે અહેવાલો ફરી રહ્યા છે.

લૉકડાઉનના અમલના સમયગાળાનો ઉપયોગ દેશમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારવા માટે કરવામાં આવ્યો છે અને તેનાથી ફાયદો થયો છે. અત્યાર સુધીમાં, દેશમાં 45299 દર્દીઓ સાજા થયા છે જેના કારણે આપણા દેશમાં દર્દીઓના સાજા થવાનો દર 40.32% થયો છે. 21.05.2020 સુધીની સ્થિતિ અનુસાર દેશમાં 555 પરીક્ષણ લેબોરેટરી (391 સરકારી ક્ષેત્રમાં આવેલી અને 164 ખાનગી ક્ષેત્રમાં આવેલી) 26,15,920 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 103532 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતે ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ રાષ્ટ્રીય બીમારી નિયંત્રણ કેન્દ્ર સાથે સહયોગથી અને રાજ્યના આરોગ્ય વિભાગો તેમજ WHO, ભારત સહિતના મુખ્ય હિતધારકો સાથે મળીને સમુદાય આધારિત સેરો-સર્વે કરવામાં આવી રહ્યો છે જેથી ભારતની વસ્તીમાં SARS-CoV-2ના ચેપના ફેલાવાની વ્યાપકતાનું અનુમાન લગાવી શકાય.

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોના સહિયારા પ્રયાસોના કારણે 3027 સમર્પિત કોવિડ હોસ્પિટલો અને કોવિડ આરોગ્ય સંભાળ કેન્દ્રો તેમજ 7013 કોવિડ સંભાળ કેન્દ્રો ઓળખી કાઢવામાં આવ્યા છે. વધુમાં, 2.81 લાખથી વધુ આઇસોલેશન બેડ, 31250થી વધુ ICU બેડ અને 11387 ઓક્સિજન સપોર્ટ બેડ પણ કોવિડ સમર્પિત હોસ્પિટલો અને કોવિડ આરોગ્ય કેન્દ્રોમાં તૈયાર રાખવામાં આવ્યા છે. ઉપરાંત, ભારત સરકારે 65 લાખ PPE કવરઓલ અને 101.07 લાખ N95 માસ્કનો પૂરવઠો રાજ્યોને પૂરો પાડ્યો છે. અંદાજે 3 લાખ PPE કવરઓલ અને 3 લાખ N95 માસ્કનું હાલમાં ઘરેલુ ઉત્પાદકો દ્વારા દૈનિક ધોરણે ઉત્પાદન કરવામાં આવે છે. અગાઉ ભારતમાં આનું ઉત્પાદન થતું નહોતું છતાં પણ અત્યારે આટલી મોટી સંખ્યામાં ઉત્પાદન થઇ રહ્યું છે.

વધુમાં, સરકાર કોવિડ-19નો ખાતમો બોલાવવા માટે તમામ સ્તરે રોગચાળા નિષ્ણાતો સાથે પરામર્શ કરી રહી છે અને તેમને વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ કરી રહી છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા કોવિડ-19 માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ (NTF)ની રચના કરવામાં આવી છે જેણે માર્ચ 200ના મધ્યથી અત્યાર સુધીમાં 20 બેઠકો યોજી છે અન પદ્ધતિસર તેમજ અસરકારક રીતે મહામારીને વૈજ્ઞાનિક અને ટેકનિકલ પ્રતિક્રિયા આપવામાં મોટું યોગદાન આપ્યું છે.

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી (DST) વિભાગ અંતર્ગત સ્વાયત્ત સંસ્થા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રીસર્ચ (JNCASR) IIS- બેંગલુરુ સાથે સહયોગ દ્વારા કોવિડ-19 માટે સંશોધનાત્મક અનુમાન મોડલ તૈયાર કર્યું છે જે બીમારી વધવા અંગે ટુંકાગાળાના અનુમાનો પૂરી પાડે છે અને તેના પરિણામે જે પણ તબીબી જરૂરિયાતો ઉભી થશે તેનો પણ એક અંદાજ આપે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અને પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધનના નેતૃત્વમાં, દેશના વૈજ્ઞાનિક સમુદાયને સક્રીય કરવા માટે એક સારી રીતે સંકલન સાથેનો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને તેઓ નવી પરીક્ષણ કીટ્સ, સુરક્ષાત્મક ઉપકરણો અને શ્વસનને લગતા ઉપકરણો વગેરે વિકસાવવા માટે દિવસરાત મહેનત કરીને યોગદાન આપી રહ્યા છે. અભિગમના કારણે શ્રેષ્ઠ આચરણો, કામકાજમાં સહયોગ, જરૂરિયાત આધારિત નવતર ચીજોના વિકાસ અને સંશોધન કાર્યમાં કોઇપણ જગ્યા ડુપ્લિકેશન ટાળવા માટે માહિતીનું આદાનપ્રદાન કરવા એક સામાન્ય મંચ ઉપલબ્ધ થયો છે. DST અને તેના સાથી મંત્રાલયો અંતર્ગત આવતી સંસ્થાઓની મદદથી, DST અત્યારે ભારતમાં કોવિડ-19 સંબંધિત સંખ્યાબંધ સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય ટેકનોલોજીની રૂપરેખા તૈયાર કરવા અને તેમાં વધારો કરવા માટે સંકલનમાં નેતૃત્વ સંભાળી રહ્યો છે. DBT અને તેની PSU બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રીસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC) દ્વારા કોવિડ-19 સંશોધન કન્સોર્ટિયમના આહ્વાનની જાહેરાત કરવામાં આવી છે જેથી નિદાનાત્મક, રસી, નવતર ઉપચારો, દવાઓના પુનઃઉપયોગ અથવા કોવિડ-19ને નિયંત્રણમાં લઇ શકાય તેવા અન્ય કોઇપણ પ્રકારના હસ્તક્ષેપને સહકાર આપી શકાય.

ખાસ કરીનેપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાઅનેઆત્મનિર્ભર ભારતઅભિયાન જેવી વિવિધ નીતિની જાહેરાતો, વિસ્થાપિત શ્રમિકો, રસ્તા પરના ફેરિયાઓ, વિસ્થાપિત શહેરી ગરીબો, નાના વેપારીઓ, સ્વરોજગાર લોકો, નાના ખેડૂતો અને પરિવારોને જે મુશ્કેલીઓનો સામનો કરવી પડી રહ્યો છે તે ઘટાડવા માટે કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે વિસ્થાપિત શ્રમિકો અને શહેરી ગરીબો પોષાય તેવા ભાડાએ સરળતાથી રહી શકે તે માટે એક યોજનાની જાહેરાત કરી છે. પરવડે તેવા ભાડાના મકાનના કોમ્પલેક્સના કારણે વિસ્થાપિત શ્રમિકો અને શહેરી ગરીબો તેમજ વિદ્યાર્થીઓ વગેરેને સામાજિક સુરક્ષા અને ગુણવત્તાપૂર્ણ જીવન પૂરું પાડી શકાશે. કામગીરી PPP માધ્યમ હેઠળ વિશેષ છૂટછાટ દ્વારા શહેરોમાં સરકારના ભંડોળથી ઉભા કરવામાં આવેલા મકાનોને પરવડે તેવા ભાડાના રહેણાક કોમ્પલેક્સ (ARHC)માં રૂપાંતરિત કરીને પાર પાડવામાં આવશે; ઉત્પાદન એકમો, ઉદ્યોગો, સંસ્થાઓ, સંગઠનોને તેમની ખાનગી જમીન પર પરવડે તેવા ભાડાના રહેણાક કોમ્પલેક્સ (ARHC) બાંધવા અને તેનું સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે; અને તેવી રીતે રાજ્ય સરકારની એજન્સીઓ/ કેન્દ્ર સરકારના સંગઠનોને પ્રોત્સાહન આપીને તેમને પણ પરવડે તેવા ભાડાના રહેણાક કોમ્પલેક્સ (ARHC)નું બાંધકામ કરવા અને સંચાલન કરવા માટે પ્રેરિત કરવામાં આવશે.

 

GP/DS



(Release ID: 1625779) Visitor Counter : 314