સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દુનિયામાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ મૃત્યુદર 4.1ની તુસરખામણીએ ભારતમાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ આ દર 0.2 છે


અત્યાર સુધીમાં દેશમાં 24 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે

Posted On: 19 MAY 2020 3:43PM by PIB Ahmedabad

પરિસ્થિતિ અંગે અપડેટ

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કુલ 2,350 કોવિડ-19ના દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 39,174 દર્દીઓ કોરોનાને હરાવીને કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આંકડો દેશમાં 38.73% કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. દર્દીઓના સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે.

ભારતમાં અત્યારે 58,802 સક્રિય કેસો છે. તમામ સક્રિય કેસો અત્યારે તબીબી દેખરેખ હેઠળ છે. સક્રિય કેસોમાંથી માત્ર અંદાજે 2.9% દર્દીઓ ICUમાં સારવાર લઇ રહ્યા છે.

ભારતમાં પ્રત્યેક એક લાખ વ્યક્તિ મૃત્યુદર 0.2 નોંધાયો છે જેની તુલનાએ સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ 4.1 વ્યક્તિનાં મૃત્યુ થવાનો દર નોંધાયો છે. WHO દ્વારા આપવામાં આવેલા પરિસ્થિતિ રિપોર્ટ -119 અનુસાર દુનિયામાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ સૌથી વધુ મૃત્યુદર ધરાવતા દેશોની વિગતો નીચે પ્રમાણે છે:

દેશ

કુલ મૃત્યુ

પ્રત્યેક એક લાખની વસ્તીએ મૃત્યુદર

સમગ્ર દુનિયામા

3,11,847

4.1

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા

87180

26.6

યુનાઇટેડ કિંગડમ

34636

52.1

ઇટાલી

31908

52.8

ફ્રાન્સ

28059

41.9

સ્પેન

27650

59.2

બ્રાઝીલ

15633

7.5

બેલ્જિયમ

9052

79.3

જર્મની

7935

9.6

ઇરાન (ઇસ્લામિક પ્રજાસત્તાક)

6988

8.5

કેનેડા

5702

15.4

નેધરલેન્ડ્સ

5680

33.0

મેક્સિકો

5045

4.0

ચીન

4645

0.3

તૂર્કી

4140

5.0

સ્વીડન

3679

36.1

ભારત

3163*

0.2

* તાજેતરના આંકડા 19 મે 2020 સુધી રોજ અપડેટ કરવામાં આવ્યા છે.

જેમ જેમ મૃત્યુના દરનો આંકડો ઓછો થાય છે તે સમયસર કેસની ઓળખ અને આવા કેસોનું સમયસર તબીબી વ્યવસ્થાપન દર્શાવે છે.

પરીક્ષણ

દેશમાં ગઇકાલે 1,08,233 જેટલી વિક્રમી સંખ્યામાં એક દિવસમાં પરીક્ષણો કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દેશમાં કુલ 24,25,742 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

જાન્યુઆરીમાં ભારતમાં કોવિડ-19ના પરીક્ષણ માટે માત્ર એક લેબોરેટરી હતી અને ત્યારબાદ પરીક્ષણની ક્ષમતામાં ઝડપથી વધારો કરવામાં આવ્યો અને અત્યારે દેશમાં કુલ 385 સરકારી લેબોરેટરી તેમજ 158 ખાનગી લેબોરેટરીમાં કોવિડ-19નું પરીક્ષણ કરવામાં આવે છે. તમામ કેન્દ્ર સરકારની લેબોરેટરી, રાજ્ય મેડિકલ કોલેજો, ખાનગી મેડિકલ કોલેજો અને ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીના પરિણામરૂપે અત્યારે દેશમાં પરીક્ષણની ક્ષમતામાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. પરીક્ષણની કામગીરી વધુ ઝડપી બનાવવા માટે TrueNAT અને CBNAAT જેવા અન્ય પરીક્ષણના મશીનો પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

14 એઇમ્સ- જેવી માર્ગદર્શક સંસ્થાઓ દ્વારા, સમગ્ર દેશમાં પરીક્ષણોની લેબોરેટરીઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેથી લેબોરેટરીઓ માટે પૂરતા પ્રમાણમાં બાયો-સલામતી માપદંડો જળવાઇ રહે અને તેને સ્વીકૃતિ આપવાની કામગીરી થઇ શકે. લેબોરેટરીઓમાં પરીક્ષણની સામગ્રીનો પૂરવઠો એકધારો જાળવી રાખવા માટે, ભારતીય પોસ્ટ અને ખાનગી એજન્સીઓનો સંપર્ક કરીને સામગ્રીના વિતરણ માટે 15 ડીપો તૈયાર કરવામાં આવ્યા છે. સંખ્યાબંધ ભારતીય કંપનીઓએ પરીક્ષણની એવી સામગ્રીના ઉત્પાદનમાં મદદ કરી છે જે અગાઉ માત્ર વિદેશથી આયાત કરવામાં આવતી હતી. આના કારણે સમગ્ર દેશમાં એકધારો પૂરવઠો જાળવી રાખવામાં ઘણી મદદ મળી છે.

MoHFWની નવી માર્ગદર્શિકાઓ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવિડ-19 માટે સુધારેલી પરીક્ષણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. અગાઉના માપદંડો ઉપરાંત, પરીક્ષણની વ્યૂહરચના વધુ વ્યાપક કરવામાં આવી છે જેમાં કોવિડ-19નો ચેપ ઓછો કરવા માટે અને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સામેલ હોય તેવા અગ્ર હરોળના કામદારો, જેમનામાં lLl લક્ષણો જોવા મળ્યા હોય, ઉપરાંત જેઓ પરત આવ્યા હોય તેવા તેમજ વિસ્થાપિતો હોય તેમનામાં બીમારીના 7 દિવસની અંદર lLl લક્ષણો જોવા મળ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓને સમાવવામાં આવ્યા છે. વિગતો માટે:

https://www.mohfw.gov.in/pdf/Revisedtestingguidelines.pdf

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કાર્યસ્થળે કોવિડ-19નો ફેલાવો નિયંત્રિત કરવા માટે સુરક્ષાત્મક માપદંડોની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેથી જો આવી જગ્યાએ કોવિડ-19ની કોઇ શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલી વ્યક્તિ મળી આવે તો તેની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. માર્ગદર્શિકા અહીં જોઇ શકાય છે:

https://www.mohfw.gov.in/pdf/GuidelinesonpreventivemeasurestocontainspreadofCOVID19inworkplacesettings.pdf

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવિડ-19 મહામારીની સ્થિતિમાં ડેન્ટલ પ્રોફેશનલો માટે પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કારણ કે, ડેન્ટિસ્ટ્સ, આનુષંગિક સ્ટાફ અને દર્દીઓને એકબીજાને ચેપ લાગવાનું ખૂબ જોખમ હોય છે. અંગે વિગતવાર માર્ગદર્શિકા અહીં ઉપલબ્ધ છે:

https://www.mohfw.gov.in/pdf/DentalAdvisoryF.pdf

માર્ગદર્શિકાઓ પાયાના સુરક્ષાત્મક માપદંડો સૂચવે છે જે તેનું હંમેશા તમામ વ્યક્તિએ (કર્મચારીઓ અને મુલાકાતીઓ) પાલન કરવું આવશ્યક છે. જો કોઇ કેસની પુષ્ટિ થાય તો તેના સંપર્કમાં આવેલા લોકોના વ્યવસ્થાપન અને ડિસઇન્ફેક્શનની પ્રક્રિયા સહિત તેમણે વિગતવાર પ્રક્રિયાનું પાલન પણ કરવું જરૂરી છે.

સુરક્ષાત્મક માપદંડો જેમકે, વ્યક્તિગત સુરક્ષા, હાથ સ્વચ્છતા અને શ્વસન સંબંધિત શિષ્ટાચાર અંગે અસરકારક સામુદાયિક જાગૃતિ ફેલાવવામાં આવે અને ફેસ કવરના ઉપયોગને તેમજ શારીરિક અંતર જાળવવાનું પ્રોત્સાહન આપવામાં આવે તે પણ ખૂબ મહત્વનું છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.

 

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS

 

 



(Release ID: 1625133) Visitor Counter : 339