ગૃહ મંત્રાલય
નાણાં મંત્રીએ કરેલી આજની જાહેરાતો ગ્રામ્ય અર્થતંત્ર અને માળખાગત સુવિધાઓને વેગ આપવા ઉપરાંત કરોડો ગરીબ લોકો અને પ્રવાસી શ્રમિકોને રોજગારી પૂરી પાડશે :ગૃહ મંત્રી
આર્થિક પેકેજ આરોગ્ય, શિક્ષણ અને બિઝનેસનાં વિવિધ ક્ષેત્રોમાં ગેમચેન્જર (પરિસ્થિતિ પલટનારૂ) બની રહેશે : શ્રી અમિત શાહ
કોરોના વાયરસ મહામારી સાથે કામ પાર પાડવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનુ નેતૃત્વ અનેક વિકસિત રાષ્ટ્રોની તુલનામાં ઝળકી ઉઠયુ છે. : ગૃહ મંત્રી
Posted On:
17 MAY 2020 4:20PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર નમોદી અને નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો આજનુ આર્થિક પેકેજ જાહેર કરવા બદલ આભાર માન્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યુ છે કે “મોદી સરકારનુ આજનુ પેકેજ આત્મનિર્ભર ભારતનો વિચાર સાકાર કરવામાં ખૂબ જ મહત્વનુ બને રહેશે. આ તમામ પગલાં ગેમ ચેન્જર બની રહેશે. આ પગલાં આરોગ્ય, શિક્ષણ અને બિઝનેસનાં વિવિધ ક્ષેત્રો માટે પરિસ્થિતિ પલટનાર (ગેમ ચેન્જર) બની રહેશે અને કરોડો ગરીબ લોકોને રોજગારી પૂરી પાડશે.”
ગ્રામ્ય ભારતને કરવામાં આવેલી ફાળવણી અંગે વાત કરતાં શ્રી શાહે જણાવ્યુ હતું કે “ મોદી સરકાર મારફતે મનરેગા હેઠળ ફાળવવામાં આવેલી રૂ. 40,000 કરોડની રકમ ગરીબો અને પ્રવાસી શ્રમિકો માટે માટે રોજગારી તો પૂરી પાડશે જ પણ સાથે સાથે રોજગારી માટેની ટકાઉ અસ્કયામતો પણ ઉભી કરશે.” આનાથી આપણા ગ્રામ્ય અર્થતંત્ર અને ટકાઉ માળખાગત સુવિધાઓને ભારે વેગ મળશે.
ગૃહ મંત્રીએ કોરોના વાયરસ મહામારીમાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂરી પાડેલી આગેવાની પ્રશંસા કરતાં જણાવ્યુ હતું કે “પ્રધાન મંત્રીએ લોકોને ભવિષ્યમા પણ આવી અન્ય કોઈ મહામારી આવી પડે તો તેનો સામનો કરવા માટે ભારતના આરોગ્ય ક્ષેત્રમાં ચેતના લાવી લોકોને તેના સામના માટે સજજ કર્યા છે. મોદી સરકારે ભારતના દરેક જીલ્લામાં ચેપી રોગોના હોસ્પિટલ બ્લોક્સનુ નિર્માણ કરાવીને તથા લેબોરેટરીનુ નેટવર્કની સાથે સાથે સતર્કતાનુ સ્તર વિસ્તારીને આરોગ્ય ક્ષેત્રે થતા ખર્ચમાં વધારો કર્યો છે અને સંશોધનને પ્રોત્સાહન આપ્યુ છે. મને ખાત્રી છે કે પ્રધાનમંત્રીનુ આ લાંબા ગાળાનુ વિઝન ભારતને તબીબી ક્ષેત્રમાં ઘણુ આગળ લઈ જશે
પબ્લિક સેકટર એન્ટરપ્રાઈઝ પોલિસી અંગે ફેરવિચારણા, આઈબીસી સંબંધી પગલાં કરીને પ્રધાન મંત્રીએ બિઝનેસ કરવામાં આસાની ઉપર વધુ ધ્યાન આપવાના નિર્ણય, કંપનીઓના કાયદામાં ગુનાખોરી વિરોધી જોગવાઈઓ અંગે વધુ વાત કરતાં તેમણે કહ્યું કે આ પ્રકારનાં પગલાં મોદી સરકારનુ ભવિષ્યલક્ષી વિઝન અને આત્મ નિર્ભરતા તરફની કટિબધ્ધતા દર્શાવે છે.
મોદી સરકારે રાજ્યો માટે ધિરાણ લેવાની મર્યાદામાં કરેલા વધારા અંગે વાત કરતાં ગૃહ મંત્રીએ કહ્યું કે આ પગલાથી રાજ્યો માટે રૂ. 4.28 લાખ કરોડના વધારાના સ્ત્રોતો પ્રાપ્ત થશે.અગાઉ રાજ્ય સરકારોને આપેલા અન્ય ભંડોળોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે અગાઉ એપ્રિલમાં રૂ. 46,038 કરોડ કરવેરાના અધિકારો આપ્યા છે. આ ઉપરાંત આવકમાં ઘટાડા સામે રૂ. 12390 કરોડની ગ્રાન્ટ તથા રૂ. 11,000 કરોજ ડેટલુ એસડીઆરએફ ફંડ પૂરૂ પાડ્યુ છે.
GP/DS
(Release ID: 1624695)
Visitor Counter : 281
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam