નાણા મંત્રાલય
નાણાં મંત્રીએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સાત ક્ષેત્રો માટે સરકાર દ્વારા સુધારા અને સામર્થ્ય આપનારા નિર્ણયોની જાહેરાત કરી
Posted On:
17 MAY 2020 3:11PM by PIB Ahmedabad
મુખ્ય વિશેષતાઓ
- રોજગારી સર્જનમાં વેગ આપવા માટે MGNREGS માટે ફાળવણીમાં રૂપિયા 40,000 કરોડનો વધારો કરવામાં આવ્યો
- ભવિષ્યમાં કોઇપણ મહામારીની સ્થિતિ સામે ભારતને સજ્જ કરવા માટે જાહેર આરોગ્યમાં રોકાણમાં વૃદ્ધિ અને આરોગ્ય સંબંધિત અન્ય સુધારા કરવામાં આવ્યા
- કોવિડ પછીની સ્થિતિમાં ઇક્વિટી સાથે ટેકનોલોજીથી સંચાલિત શિક્ષણ પર વિશેષ ભાર
- IBC સંબંધિત માપદંડો દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધુ ઉન્નતિ લાવવામાં આવશે
- કંપની એક્ટ ભૂલોને બિન ગુનાઇત ગણવામાં આવશે
- કોર્પોરેટ્સ માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ
- નવા, આત્મનિર્ભર ભારત માટે જાહેર ક્ષેત્ર ઉદ્યોગ નીતિ
- ફક્ત 2020-21 માટે રાજ્યોની ધિરાણ લેવાની મર્યાદા 3%થી વધારીને 5% કરવામાં આવી અને રાજ્ય સ્તરે સુધારાને પ્રોત્સાહન આપવામાં આવશે
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12મી મે, 2020ના રોજ ભારતના GDPના 10% બરાબર રૂ. 20 લાખ કરોડના વિશેષ આર્થિક અને સર્વગ્રાહી પેકેજની જાહેરાત કરી હતી. આ સમયે તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન અંગે સ્પષ્ટ આહ્વાન કર્યું હતું. તેમણે આત્મનિર્ભર ભારતના પાંચ પાયા તરીકે - અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યવસ્થા, વૈવિધ્યપૂર્ણ ભૌગોલિકતા અને માંગને રેખાંકિત કર્યા હતા.
આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કોવિડ-19 સામે લડવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોત્સાહક પેકેજ બાબતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે તેમની પાંચમી પત્રકાર પરિષદ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 મે 2020ના રોજ આપેલા રાષ્ટ્રજોગ સંદેશમાં તેમણે બતાવેલા વિઝનનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીના શબ્દો ટાંકતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, એક રાષ્ટ્ર તરીકે, આપણે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે આવીને ઉભા છીએ. કોવિડ-19 મહામારી એક સંદેશ અને એક નવી તક લઇને આવી છે. આપણે સૌ દેશવાસીએ હવે સાથે મળીને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે.
શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા માટે, આત્મનિર્ભર ભારત પેકેજમાં લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લૉ (જમીન, શ્રમ, તરલતા અને કાયદો) વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ કટોકટી અને પડકારો આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે એક તક સમાન છે.
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આજની જાહેરાતો એ હાલમાં કરવામાં આવી રહેલી સુધારાઓની જાહેરાતોની શ્રેણીના અનુસંધાનમાં જ છે. લૉકડાઉન પછી ટુંક સમયમાં, અમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) સાથે આવ્યા હતા. રૂપિયા 1.70 લાખ કરોડના PMGKPના ભાગરૂપે, સરકારે મહિલાઓ અને ગરીબો તેમજ વરિષ્ઠ નાગરિકોને તેમજ ખેડૂતો વગેરે વિનામૂલ્યે ખાદ્યાન્નનું વિતરણ અને રોકડ આર્થિક સહાયની ચુકવણીની જાહેરાત કરી હતી. આ પેકેજના ત્વરિત અમલીકરણ પર સતત ધ્યાન આપવામાં આવે છે. અંદાજે 41 કરોડ ગરીબ લોકોને PMGKP અંતર્ગત રૂપિયા 52,608 કરોડની આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે. નાણાંમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, PMGKPમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લોકોને મદદ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલના કારણે અમે જે કંઇપણ કર્યું તે કરવા માટે અમે સમર્થ બન્યા.
વધુમાં, 84 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો રાજ્યો દ્વારા ઉપાડવામાં આવ્યો છે અને 3.5 લાખ મેટ્રિક ટનથી વધુ દાળનો જથ્થો પણ વિવિધ રાજ્યોમાં મોકલી લેવામાં આવ્યો છે. આ માટે, શ્રીમતી સીતારમણે FCI, નાફેડ અને રાજ્યો દ્વારા કરવામાં આવેલા સઘન પ્રયાસોની તેમજ માલની હેરફેર માટેના મોટો પડકારો વચ્ચે પણ મોટા જથ્થામાં ખાદ્યાન્ન અને દાળના વિતરણ કાર્યોની પ્રશંસા કરી હતી.
સરકાર દ્વારા સુધારા અને સામર્થ્ય આપતા નિર્ણયોની દિશામાં લેવામાં આવેલા વિવિધ પગલાંની જાહેરાતોની પાંચમી અને અંતિમ કડીમાં શ્રીમતી સીતારમણે રોજગારી સર્જન, વ્યવસાયોને સહકાર, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને રાજ્ય સરકારોને સહાય તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રો માટે સાત પગલાંઓની જાહેરાત કરી હતી.
- રોજગારી સર્જનને વેગ આપવા માટે MGNREGS માટે ફાળવણીમાં રૂપિયા 40,000 કરોડની વૃદ્ધિ
સરકાર હવે MGNREGS અંતર્ગત રૂપિયા 40,000 કરોડની વધારાની ફાળવણી આપશે. આનાથી કુલ 300 કરોડ માનવ દિવસોની રોજગારીનું સર્જન કરવામાં મદદ મળશે જેનાથી ચોમાસુ મોસમમાં પરત આવતા વિસ્થાપિત શ્રમિકો સહિત અન્ય લોકોની કામની જરૂરિયાતને પહોંચી વળાશે. જળ સંવર્ધન અસ્કયામતો સહિત ટકાઉક્ષમ અને આજીવિકા અસ્કયામતોના મોટી સંખ્યામાં સર્જનના કારણે ઉચ્ચ ઉત્પાદન દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગ આપવામાં મદદ મળશે.
- આરોગ્ય સુધારા અને પહેલો
પાયાના સ્તરે આરોગ્ય સંસ્થાઓમાં રોકાણ વધારીને તેમજ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધારો કરીને આરોગ્ય માટે જાહેર ખર્ચમાં વધારો કરવામાં આવશે. મહામારીની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ જિલ્લામાં ચેપી રોગોની હોસ્પિટલના બ્લૉક્સનું નિર્માણ અને તમામ જિલ્લા અને બ્લૉક સ્તરની લેબોરેટરીઓ અને જાહેર આરોગ્ય એકમોમાં એકીકૃત જાહેર આરોગ્ય લેબોરેટરીઓ દ્વારા લેબનું નેટવર્ક વધુ મજબૂત કરીને અને દેખરેખની કામગીરી સઘન કરવામાં આવશે. વધુમાં, ICMR દ્વારા વન હેલ્થ માટે તૈયાર કરાયેલા રાષ્ટ્રીય સંસ્થાકીય પ્લેટફોર્મના કારણે સંશોધનને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન અંતર્ગત રાષ્ટ્રી ડિજિટલ આરોગ્ય બ્લુપ્રિન્ટનો પણ અમલ કરવામાં આવશે.
- કોવિડ પછીની સ્થિતિમાં ઇક્વિટી સાથે ટેકનોલોજીથી સંચાલિક શિક્ષણ
PM eVIDYA એ ડિજિટલ/ ઑનલાઇન શિક્ષણ માટે મલ્ટી-મોડ ઍક્સેસ કાર્યક્રમ છે જે તાત્કાલિક શરૂ કરવામાં આવશે. મનોદર્પણ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારોને શારીરિક સ્વાસ્થ્ય સુખાકારી અને ભાવનાત્મક સુખાકારી માટે સાઇકો- સોશિયલ સહકાર આપતી એક પહેલ છે જે તાત્કાલિક શરૂ કરવામાં આવશે. શાળાઓ, પ્રારંભિક અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકો માટે ન્યૂ નેશનલ કરિક્યૂલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક, શરૂ કરવામાં આવશે. વર્ષ 2025 સુધીમાં ધોરણ 5માં દરેક બાળકો શિક્ષણના સ્તરો મેળવે અને પરિણામો આપે સુનિશ્ચિત કરવા માટે ડીસેમ્બર 2020 સુધીમાં નેશનલ ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યૂમેરસી મિશનની શરૂઆત કરવામાં આવશે.
- IBC સંબંધિત માપદંડો દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધુ ઉન્નતિ લાવવામાં આવશે
નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે ઓછામાં ઓછી પ્રારંભિક રકમ વધારીને રૂપિયા 1 કરોડ (રૂપિયા 1 લાખથી વધારીને, કારણ કે તેનાથી મોટાપાયે MSME અલગ પડી જાય છે) કરવામાં આવી છે. સંહિતાની કલમ 240A અંતર્ગત MSME માટે વિશેષ નાદારી ઠરાવ માળખુ ટુંક સમયમાં સૂચિત કરવામાં આવશે.
એક વર્ષ સુધી નાદારી પ્રક્રિયા શરૂ કરવા પર નિલંબન લાવવામાં આવશે જે મહામારીની સ્થિતિ પર નિર્ભર રહેશે. કેન્દ્ર સરકારને નાદારીની પ્રક્રિયા શરૂ કરવાના હેતુસર કોવિડ-19 સંબંધિત બાકી ચુકવણીને સંહિતા અંતર્ગત “નાદાર”ની પરિભાષામાંથી બાકાત રાખવા માટે સશક્ત કરવામાં આવી છે.
- કંપની એક્ટ ભૂલોને બિન ગુનાઇત ગણવામાં આવશે
CSRના રિપોર્ટિંગમાં ઉણપો, અપૂરતા બોર્ડ રિપોર્ટ, નાદારીનું ફાઇલિંગ, AGM યોજવામાં વિલંબ જેવી નાની ટેકનિકલ અને પ્રક્રિયાગત ભૂલો સમાવતા કંપની એક્ટ ઉલ્લંઘનોને બિન ગુનાઇત ગણવામાં આવશે. આ સુધારાના કારણે ફોજદારી અદાલતો અને NCLTમાં અવરોધો ઘટશે. 7 માંડવાળપાત્ર ગુનાઓને એક સાથે પડતા મૂકવામાં આવ્યા છે અને 5ની કામગીરી વૈકલ્પિક માળખા અંતર્ગત કરવામાં આવશે.
- કોર્પોરેટ્સ માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ
મુખ્ય સુધારામાં સામેલ છે:
- મંજૂરી પાત્ર વિદેશી ન્યાયક્ષેત્રોમાં ભારતીય પબ્લિક કંપનીઓ દ્વારા સિક્યુરિટીનું સીધુ લિસ્ટિંગ.
- સ્ટોક એક્સચેન્જોમાં NCD યાદીમાં હોય તેવી ખાનગી કંપનીઓને લિસ્ટેડ કંપનીઓ તરીકે ગણવામાં આવશે નહીં.
- કંપની એક્ટ, 2013માં કંપની એક્ટ, 1956ના ભાગ IXA (ઉત્પાદક કંપની)ની જોગવાઇઓનો સમાવેશ.
- NCLAT માટે વધારાની/ વિશેષ બેચો તૈયાર કરવા માટે સત્તા.
- નાની કંપનીઓ, એક વ્યક્તિની કંપનીઓ, ઉત્પાદક કંપનીઓ અને સ્ટાર્ટઅપ માટે તમામ નાદારીઓ માટે ઓછી પેનલ્ટી.
- નવા આત્મનિર્ભર ભારત માટે જાહેર ક્ષેત્ર ઉદ્યોગ નીતિ
સરકાર નવી નીતિની જાહેરાત કરશે જેથી -
-
- જાહેર હિતમાં PSEની ઉપસ્થિતિની જરૂરિયાત હોય તેવા વ્યૂહાત્મક ક્ષેત્રોની યાદી સૂચિત કરવામાં આવશે
- વ્યૂહાત્મક ક્ષેત્રોમાં, ઓછામાં ઓછી એક ઉદ્યોગ જાહેર ક્ષેત્રમાં રહે પરંતુ ખાનગી ક્ષેત્રને પણ મંજૂરી આપવામાં આવશે
- અન્ય ક્ષેત્રોમાં, PSEનું ખાનગીકરણ કરવામાં આવશે (સમય વ્યવહારુતા વગેરેના આધારે રહેશે)
- બિનજરૂરી વહીવટીખર્ચ ઓછો કરવા માટે, વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ઉદ્યોગોની સંખ્યા સામાન્યરીતે એકથી ચાર રહેશે; અન્યનું ખાનગીકરણ/ વિલિનીકરણ કરાશે/ અન્ય હોલ્ડિંગ કંપનીઓ અંતર્ગત લાવવામાં આવશે.
- રાજ્ય સરકારોને સહાય
કેન્દ્ર સરકારે ફક્ત 2020-21 માટે ધિરાણ લેવાની મર્યાદા 3%થી વધારીને 5% કરવાનો નિર્ણય લીધો છે. આનાથી રાજ્યોને રૂપિયા 4.28 લાખ કરોડના વધારાના સંસાધનો ઉપલબ્ધ થશે. ધિરાણ લેવાના હિસ્સાને ચોક્કસ સુધારા (નાણાં પંચનની ભલામણો સહિત) સાથે સાંકળવામાં આવશે. સુધારને સાંકળવાની કામગીરી ચાર ક્ષેત્રોમાં થશે: ‘એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ’નું સાર્વત્રિકરણ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઉર્જા વિતરણ અને શહેરી સ્થાનિક સંગઠનની આવક. નીચે દર્શાવેલી રૂપરેખામાં ખર્ચ વિભાગ દ્વારા ચોક્કસ યોજના સૂચિત કરવામાં આવશે:
- 0.50%નો બિનશરતી વધારો
- 0.25%ના હિસાબે 4 તબક્કામાં 1%, દરેક તબક્કાને સ્પષ્ટ રીતે નિર્દિષ્ટ, માપી શકાય તેવા અને વ્યવહારુ સુધારા પગલાં સાથે જોડવામાં આવશે.
- જો ચાર સુધારામાંથી ઓછામાં ઓછા ત્રણ સુધારામાં સીમાચિહ્નો હાંસલ થાય તો વધુ 0.50%
નાણાં મંત્રીએ આત્મનિર્ભર ભારત બનવા માટે અત્યાર સુધીમાં પૂરા પાડવામાં આવેલા પ્રોત્સાહક માપદંડોની વિગતવાર માહિતી આપવા સાથે સમાપન કર્યું હતું.
GP/DS
(Release ID: 1624685)
Visitor Counter : 910
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam