PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 15 MAY 2020 6:36PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

Date: 15.5.2020

 

 

Released at 1900 Hrs

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 માટે રચવામાં આવેલા GoMની 15મી બેઠક યોજાઇ; કોવિડ-19ના વ્યવસ્થાપન માટે વર્તમાન સ્થિતિ, તૈયારીઓ અને અત્યાર સુધીમાં લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં આજે નિર્માણ ભવન ખાતે કોવિડ-19 માટે રચવામાં આવેલા મંત્રીઓના સમૂહની આજે 15મી બેઠક યોજાઇ હતી. મંત્રીઓના સમૂહો કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ પર ગહન ચર્ચા કરી હતી તેમજ, કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાંઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે કુલ 81,970 પોઝિટીવ કેસ નોંધાય છે જેમાંથી 2,649 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં છે જે 3.23% મૃત્યુદર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 27,920 દર્દીઓ કોવિડની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. જો છેલ્લા 24 કલાકમાં નજર કરીએ તો, કુલ 1685 દર્દીઓ સાજા થયા છે. દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 34.06% નોંધાયો છે. આ બેઠકમાં એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે, કેસની સંખ્યા બમણી થવાના દરમાં લૉકડાઉનની સકારાત્મક અસર જોવા મળી છે. લૉકડાઉનના પહેલાંના સપ્તાહમાં કેસ બમણા થવાનો દર 3.4 દિવસ હતો જ્યારે છેલ્લા સપ્તાહમાં તે 12.9 દિવસ નોંધાયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1624057

 

કેન્દ્રીય નાણા મંત્રી તેમજ કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કોવિડ-19 વિરુદ્ધ લડતમાં ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ' આત્મનિર્ભર ભારત અભિયાન'ની ત્રીજી કડી અંગે વિસ્તૃત જાણકારી આપી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624177

 

નાણાં મંત્રીએ પ્રવાસી શ્રમિકો, ખેડૂતો, નાના વેપારીઓ અને શેરીઓમાં વેચાણ કરતા લોકો સહિતના ગરીબોને ટેકો આપવા માટે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની યોજનાઓ જાહેર કરી છે

ખાસ કરીને પ્રવાસી શ્રમિકો, સ્ટેટ વેન્ડર્સ, પ્રવાસી શહેરી ગરીબો, નાના વેપારીઓ, સ્વરોજગાર સાથે સંકલાયેલા લોકો, નાના ખેડૂતો અને હાઉસિંગ સેક્ટર માટે રાહતોના બીજા મણકાની જાહેરાત કરતાં કેન્દ્રના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી  શ્રીમતી નિર્મલા સીતારમણે  તેમની પ્રેસ કોન્ફરન્સમાં પ્રવાસી મજૂરો, ખેડૂતો, નાના બિઝનેસ અને સ્ટેટ વેન્ડર્સને ટેકો પૂરો પાડતી યોજનાઓની વિસ્તૃત વિગતો આપી હતી. આમાં સામેલ છે: પ્રવાસી મજૂરોને બે માસ સુધી મફત અનાજ; પ્રવાસી મજૂરો જાહેર વિતરણ વ્યવસ્થા પેટે માર્ચ 2021 સુધીમાં કોઈપણ સસ્તા અનાજની દુકાનોએથી રેશન ખરીદી શકે તેવી વન નેશન, વન રેશન કાર્ડ યોજના ટેકનોલોજી સિસ્ટમનો ઉપયોગ કરીને શક્ય બનાવાશે; પ્રવાસી શ્રમિકો અને શહેરી ગરીબો માટે પોસાય તેવા દરે ભાડાના મકાનોના સંકુલો તૈયાર કરવાનો પ્રારંભ થશે; શિશુ મુદ્રા યોજના હેઠળ લોન લેનારને બે માસ સુધી વ્યાજની રાહત આપી કુલ રૂ.1500 કરોડની સહાય કરાશે; ગલીઓમાં ફરીને વેચાણ કરનારા લોકો (સ્ટ્રીટ વેન્ડર્સ) માટે રૂ.500 કરોડની ધિરાણ સુવિધા; પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન ) હેઠળ ક્રેડિટ લીંક્ડ સબસીડી યોજના મારફતે મધ્યમ આવક ધરાવતા લોકો માટે મકાનો બાંધવા રૂ.70,000 કરોડના ભંડોળ મારફતે હાઉસિંગ સેકટરને વેગ આપવામાં આવશે; કેમ્પા ફંડઝનો ઉપયોગ કરીને રોજગાર નિર્માણ માટે રૂ.6000નો ખર્ચ કરવામાં આવશે; નાબાર્ડ મારફતે ખેડૂતોને વધારાના ઈમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડ માટે રૂ.30,000 કરોડની સહાય આપવામાં આવશે; કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ 2.5 કરોડ ખેડૂતોને રાહત દરે રૂ.2 લાખ કરોડનું ધિરાણ આપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623915

 

લૉકડાઉનના કારણે ડેરી ઉદ્યોગ માટે કાર્યકારી મૂડી લોન ઉપર વ્યાજ સહાયતા

કોવિડ-19ના સમયગાળામાં ઊભી થયેલી વિપરિત આર્થિક અસરોને નાબૂદ કરવા મસ્ત્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયે "ડેરી ક્ષેત્ર માટે કાર્યકારી મૂડી લોન ઉપર વ્યાજ સહાય" યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ડેરી પ્રવૃતિઓ સાથે સંકળાયેલી ડેરી સહકારી અને ખેત ઉત્પાદન સંસ્થાઓને સહાયતા પ્રાપ્ત થશે. સહકારી સંસ્થાઓ અને ખેડૂતોની માલિકીની દૂધ ઉત્પાદન કંપનીઓની કાર્યકારી મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અનુસૂચિત વાણિજ્યિક બેન્કો/ R.R.B./ સહકારી બેન્કો/ નાણાકીય સંસ્થાઓ પાસેથી 1 એપ્રિલ, 2020થી 31 માર્ચ, 2021 દરમિયાન સહકારી સંસ્થાઓ/ FPO દ્વારા દૂધની સંરક્ષિત ચીજ-વસ્તુઓ અને અન્ય દૂધના ઉત્પાદનોમાં રૂપાંતર માટે તેમના દ્વારા લેવામાં આવેલી કાર્યકારી મૂડી લોન ઉપર વ્યાજમાં રાહત આપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623843

 

રાષ્ટ્રપતિ ભવને ખર્ચમાં ઘટાડો કરીને દૃષ્ટાંત પૂરું પાડ્યું

કોવિડ-19 રાહત પગલાંઓ માટે વધુ સંસાધનો ઉપલબ્ધ થઇ શકે તે દિશામાં પગલું લઇને ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનોથ કોવિંદે માર્ચ મહિનામાં PM-CARES ભંડોળમાં પોતાના એક મહિનાના પગારનું યોગદાન આપ્યા પછી, હવે એક વર્ષ સુધી પોતાના પગારમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિએ ખર્ચમાં ઘટાડો કરવા માટે, સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા અને આ પ્રકારે બચત થયેલા નાણાં કોવિડ-19 સામે લડવા માટે તેમજ લોકોને પડી રહેલી આર્થિક મુશ્કેલીઓ ઘટાડવા માટે આપવા અંગે રાષ્ટ્રપતિ ભવનને સૂચનાઓ આપીને એક દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623936

 

પ્રધાનમંત્રીએ શ્રી બિલ ગેટ્સ સાથે વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિલ એન્ડ મિલિન્ડા ગેસ્ટ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ શ્રી બિલ ગેટ્સ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો. બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારી સામે વૈશ્વિક પ્રતિક્રિયા અંગે ચર્ચા કરી હતી અને આ મહામારીને ખતમ કરવા માટે વૈજ્ઞાનિક નાવીન્યતા તેમજ સંશોધન અને વિકાસમાં વૈશ્વિક સહકારના મહત્વની પણ ચર્ચા કરી હતી. આ સંદર્ભે બંને મહાનુભવોએ જે વિચારો પર ખાસ ધ્યાન આપ્યું હતું તેમાં, ગ્રામીણ વિસ્તારોમાં છેવાડાની વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓનો લાભ પહોંચાડવા માટે ભારતના અનન્ય મોડલમાંથી પ્રેરણા લેવી, કોવિડથી અસરગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાની ભાળ મેળવવા માટે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી અસરકારક મોબાઇલ એપ્લિકેશનનો પ્રસાર અને તેનાથી આગળ ભારતની વિશાળ ફાર્માસ્યુટિકલ ક્ષમતાનો ઉપયોગ કરીને શોધવામાં આવેલી રસી તેમજ આરોગ્ય ચિકિત્સા સંબંધિત ઉત્પાદન વધારવાનું સામેલ છે. તેમણે એ વાતે પણ સંમતિ વ્યક્ત કરી હતી કે, વૈશ્વિક પ્રયાસો, ખાસ કરીને સાથી વિકાસશીલ દેશોના લાભની દિશામાં યોગદાન આપવાની ભારતની ઇચ્છા અને ક્ષમતાને ધ્યાનમાં રાખતા આ મહામારીનો સામનો કરવાની સંકલિત પ્રતિક્રિયા માટે હાલમાં ચાલી રહેલા વૈશ્વિક વિચારવિમર્શમાં તેને સામેલ કરવામાં આવે તે ખૂબ મહત્વપૂર્ણ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1624094

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ મેટ્ટે ફ્રેડેરિક્સન વચ્ચે ટેલીફોન પર વાર્તાલાપ થયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ મેટ્ટે ફ્રેડેરિક્સન સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લેવા માટે બંને દેશોમાં લાગુ કરવામાં આવેલા પગલાંની તુલના કરી હતી. ડેન્માર્કમાં ચેપ ફેલાવાની સંખ્યામાં વધારો થયા વગર લૉકડાઉનના પ્રતિબંધો દૂર કરવામાં તેમને મળેલી સફળતા બદલ પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી. ભારતીય અને ડેનિશ નિષ્ણાતો એકબીજાના અનુભવોનું આદાનપ્રદાન કરવા માટે સંપર્કમાં રહેશે તે વાતે તેઓ સંમત થયા હતા. બંને નેતાએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારત અને ડેન્માર્ક વચ્ચેના સંબંધો વધુ મજબૂત કરવાની બંનેની ઇચ્છા છે અને કોવિડ પછીની દુનિયામાં બંને સાથે મળીને કેવી રીતે કામ કરી શકે છે તે અંગે પણ વિવિધ શક્યતાઓ પર ચર્ચા કરવા માંગે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623998

 

ભારતનો વિદેશ વ્યાપાર: એપ્રિલ 2020

એપ્રિલ 2020ના મહિનામાં ભારતની કુલ નિકાસ (વ્યાપાર અને સેવાઓ બંને સંયુક્ત રીતે) અંદાજે 27.96 અબજ અમેરિકી ડૉલર હતી જે ગત વર્ષે સમાન સમયગાળાની તુલનાએ માઇનસ (-) 36.65 ટકા વૃદ્ધિ બતાવે છે. એપ્રિલ 2020માં કુલ આયાત અંદાજે 27.80 અબજ અમેરિકી ડૉલરની હતી જે ગત વર્ષે સમાન સમયગાળાની તુલનાએ માઇનસ (-) 47.36 ટકાની વૃદ્ધિ બતાવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1624102

 

ભારતે G-20 દેશોને પરવડે તેવી કિંમતે આવશ્યક દવાઓ, સારવારો અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવા માટે આહ્વાન કર્યું

ભારતે G-20 દેશોને પરવડે તેવી કિંમતે આવશ્યક દવાઓ, સારવારો અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવા માટે આહ્વાન કર્યું છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલી બીજી G20 વર્ચ્યુઅલ વ્યાપાર અને રોકાણ મંત્રીઓની બેઠકમાં હસ્તક્ષેપ કરતા ભારતના વ્યાપાર અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલે G20 સભ્યોને કહ્યું હતું કે, સૌથી પહેલાં અને તાકીદના ધોરણે એવા નક્કર પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેનાથી સમગ્ર દુનિયામા કોરોના વાયરસની મહામારીના કારણે લોકો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેને હળવી કરી શકાય. મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, ભારતને વ્યાપકપણે દવાઓની દુનિયા તરીકે ગણવામાં આવે છે અને ભારતે આ બીમારીની અસરકારક રીતે સારવારમાં અને રસી વિકસાવવાના વૈશ્વિક પ્રયાસોમાં સક્રિયપણે ભાગીદારી નિભાવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623888

 

ભારતીય રેલવેએ 4 ટ્રેનથી શરૂઆત કરેલી શ્રમિક વિશેષ ટ્રેનોની સંખ્યા એક દિવસમાં 145 થઇ, શ્રમિક વિશેષ ટ્રેનો દ્વારા બેક હોમ મિશનને વધુ વેગ આપવા માટે તૈયારીઓ

ભારતીય રેલવેએ 1 મે 2020ના રોજ માત્ર 4 શ્રમિક વિશેષ ટ્રેનોના પરિચાલન સાથે શરૂઆત કર્યા બાદ 15 દિવસથી ઓછા સમયમાં આવી 1000થી વધુ શ્રમિક વિશેષ ટ્રેનોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. 14 મે 2020ના રોજ નોંધપાત્ર સંખ્યામાં 145 શ્રમિક વિશેષ ટ્રેનો વિવિધ રાજ્યોમાં દોડાવીને એક જ દિવસમાં 2.10 લાખથી વધુ મુસાફરોને તેમના વતન રાજ્યોમાં પરત મોકલવામાં આવ્યા છે. પહેલી વખત શ્રમિક વિશેષ ટ્રેનોમાં માત્ર એક જ દિવસમાં બે લાખથી વધુ મુસાફરોનો આંકડો પાર થયો છે. અત્યાર સુધીમાં 12 લાખ મુસાફરોને શ્રમિક વિશેષ ટ્રેનોના માધ્યમથી તેમના વતન રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624101

 

EPF અને MP અધિનિયમ, 1952 હેઠળ આવરિત સંસ્થાઓને લૉકડાઉન દરમિયાન ડિપોઝિટ જમા કરવામાં થયેલા વિલંબ પર પેનલ્ટી વસુલવામાંથી રાહત આપવામાં આવી

કોવિડ-19નો ફેલાવો રોકવા માટે સરકાર દ્વારા લાંબા સમય સુધી લાગુ કરવામાં આવેલા લૉકડાઉન અને આ મહામારીમા કારણે ઉભા થયેલા અન્ય વિક્ષેપોના કારણે EPF અને MP અધિનિયમ, 1952 હેઠળ આવરિત સંસ્થાઓ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે અને સામાન્ય રીતે તેમની કામગીરી કરી શકી નથી તેમજ તેઓ કાનૂની યોગદાન પણ સમયસર ચુકવી શકી નથી. લાંબા સમય સુધી લૉકડાઉનના અમલના કારણે કંપનીઓને સમયસર તેમનું યોગદાન અથવા વહીવટીચાર્જ જમા કરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, EPFOએ પરિચાલન અથવા આર્થિક કારણોસર નાણાં જમા કરવામાં થયેલા વિલંબને ભૂલ તરીકે ન ગણવાનો અને આવા વિલંબ પર કોઇપણ પ્રકારની પેનલ્ટીરૂપે ચાર્જ ન વસુલવાનો નિર્ણય લીધો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624178

 

કેન્દ્રીય HRD મંત્રીએ સલાહ આપ્યા અનુસાર, CBSE ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા આધારિત પરીક્ષામાં ફરી બેસવા માટે તક પૂરી પાડે છે

કોવિડ-19ના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે CBSEને સલાહ આપી છે કે, ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને ઑનલાઇન/ ઑફલાઇન પરીક્ષાનું આયોજન કરીને તેમને ફરી એક તક આપવામાં આવે. તદઅનુસાર, CBSEએ આ સંબંધે જાહેર સૂચના બહાર પાડી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623867

 

નવી 38 મંડી ઇ-નામ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી

આજે ઇ-નામ પ્લેટફોર્મમાં દેશની વધુ 38 મંડીને સમાવી લેવામાં આવી છે જેથી પૂર્વ નિર્ધારિત લક્ષ્ય અનુસાર 415 મંડીને એકીકૃત કરવાનું સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું છે. એકીકૃત કરવામાં આવેલી આ મંડીમાં મધ્યપ્રદેશ (19), તેલંગાણા (10), મહારાષ્ટ્ર (4) અને ગુજરાત, હરિયાણા, પંજાબ, કેરળ, જમ્મુ અને કાશ્મીરની એક-એક મંડી છે. પ્રથમ તબક્કામાં એકીકૃત કરવામાં આવેલી 585 મંડીની એકંદરે સફળતા અને બીજા તબક્કામાં વધુ 415 મંડી એકીકૃત કરવાથી, હવે દેશભરમાં 18 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કુલ 1000 મંડીને ઇ-નામ પ્લેટફોર્મ પર એકીકૃત કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1624083

 

સંરક્ષણમંત્રીએ ભારતીય કોસ્ટ ગાર્ડનું જહાજ સચેત અને બે ઇન્ટરસેપ્ટર બોટનું લોકાર્પણ કર્યું

સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ (ICGS) સચેત અને બે ઇન્ટરસેપ્ટર બોટ (IB) C-450 અને C-451નું ગોવામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરીને તેને સમુદ્રમાં તૈનાત કર્યા છે. ICGS સચેત, પાંચ ઑફશોર પેટ્રોલ વેસેલ્સ (OPV) શ્રેણીનું પ્રથમ જહાજ છે, જેને ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) દ્વારા સ્વદેશી ધોરણે ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવ્યું છે અને તે પોતાના ક્ષેત્રમાં સૌથી અદ્યતન નેવિગેશન અને કમ્યુનિકેશન ઉપકરણો સજ્જ છે. ડિજિટલ માધ્યમથી આ જહાજ અને બોટ્સનું લોકાર્પણ કરતી વખતે શ્રી રાજનાથસિંહે ICG અને GSLની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ જહાજ ભારતની દરિયાકાંઠાની ક્ષમતા નિર્માણની પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ ઉપરાંત, કોવિડ-19 જેવા પડકારો વચ્ચે પણ, દેશની સલામતી અને સુરક્ષા માટે આપણી પ્રતિબદ્ધતા અને મક્કમ નિર્ધારનું આ એક મોટું દૃષ્ટાંત છે. આપણા સમુદ્રી રક્ષકોની શક્તિમાં વધારો કરતા, ICG અને ભારતીય જહાજ નિર્માણ ઉદ્યોગ ભારત માટે ગૌરવપૂર્ણ બાબત છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1624023

 

ગુજરાત જળ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ પીવાના પાણી ક્ષેત્રમાં સેન્સર આધારિત સર્વિસ ડિલીવરી મોનીટરીંગ સિસ્ટમનું નેતૃત્વ કરશે

જળ જીવન મિશન (JJM) અંતર્ગત ગુજરાત ગ્રામીણ  પીવાના પાણી ક્ષેત્રમાં સેન્સર આધારિત સર્વિસ ડિલીવરી મોનીટરીંગ સિસ્ટમનું અમલીકરણ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. રાજ્યના બે જીલ્લાઓમાં આ પ્રોજેક્ટ પહેલેથી જ કાર્યરત છે જેથી કરીને પાણીના જથ્થાની કામગીરીનું નિરીક્ષણ કરી શકાય જેમ કે નિયમિતપણે અને લાંબા સમયગાળાના આધાર પર પ્રત્યેક ગ્રામીણ  પરિવારને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉલ્લેખિત ગુણવત્તા સાથે પૂરું પાડવામાં આવે. કોવિડ-19 મહામારીની વર્તમાન સ્થિતિના કારણે પાણી તમામની માટે ઉપલબ્ધ કરવું જરૂરી છે કે જેની માટે ભારત સરકાર દ્વારા રાજ્યોને પાણીના પુરવઠાને લગતા કાર્યોને પ્રાથમિકતાના ધોરણ પર હાથમાં લેવા જણાવવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623907

 

શ્રી અર્જૂન મુંડાએ આદિજાતિ બાબતોના મંત્રાલયના ગોલ (લક્ષ્ય) કાર્યક્રમનો પ્રારંભ કર્યો, ફેસબુક સાથે ભાગીદારીથી સમગ્ર ભારતમાં આદિજાતિ યુવાનોને ડિજિટલ કૌશલ્ય પૂરું પાડવામાં આવશે

આદિજાતિના યુવાનોને ડિજિટલ માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડવાના આશયથી GOAL (લક્ષ્ય) કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ડિજિટલી સક્ષમ આ કાર્યક્રમનો આશય આદિજાતિ યુવાનોમાં છુપાયેલા કૌશલ્યને બહાર લાવવા માટે એક ઉત્પ્રેરકની ભૂમિકા નિભાવવાનો છે જેથી આ યુવાનોને વ્યક્તિગત વિકાસમાં મદદ મળશે અને તેમના સમાજના સર્વાંગી ઉત્કર્ષમાં તેઓ મદદરૂપ થઇ શકશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1624021

 

કોવિડ-19 સામેની લડાઇમાં NIPER સક્રિયપણે ભૂમિકા નિભાવી રહ્યું છે

કોવિડ-19ના નિયંત્રણ, ઓળખ અને સારવાર માટે વિવિધ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (NIPER) દ્વારા સંબંધિત એજન્સીઓ સમક્ષ મોટી સંખ્યામાં બહુ-પરિમાણીય સંશોધન દરખાસ્તો મંજૂરી માટે જમા કરાવવામાં આવી છે. આ દરખાસ્તોમાં મુખ્ય થીમમાં કોવિડ એન્ટીવાયરલ એજન્ટ્સને લક્ષ્ય બનાવતા પ્રોટીઝ ડિઝાઇન કરવા (NIPER- મોહાલી), FDA દ્વારા માન્યતા પ્રાપ્ત ડ્રગ ડેટાબેઝનો ઉપયોગ કરીને ગણતરી દ્વારા માર્ગદર્શિત દવાના પુનઃઉપયોગ (NIPER- મોહાલી અને રાયબરેલી), રેમડેસવીરના દવાના રૂપાંતરણ માટે પ્રો-ડ્રગનું વિશ્લેષણ (NIPER, મોહાલી), બીમાર લોકો માટે નાકમાંથી સ્પ્રે આધારિત સહાયક ઉપચાર (NIPER- હૈદરાબાદ), ઝડપી કોવિડ પરીક્ષણ માટે ક્વૉન્ટમ ડોટ આધારિત અને સુવાહકતા આધારિત બાયોસેન્સર તૈયાર કરવાનું (NIPER- અમદાવાદ) અને કોવિડ-19 દરમિયાન પક્ષઘાતની ઘટનાઓને નિયંત્રણમાં લેવા વિશે રસપ્રદ અભ્યાસ સામેલ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623835

 

NIPER ગુવાહાટીએ કોવિડ-19 સામે લડવા માટે નવીનતમ 3D પ્રોડક્ટ્સની ડિઝાઇન તૈયાર કરી

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ – ગુવાહાટીએ કોવિડ-19 મહામારીના ઉપદ્રવ સામે લડવામાં મદદરૂપ થવા માટે બે પ્રોડક્ટ્સ તૈયાર કરી છે. આમાંથી પહેલી પ્રોડક્ટ 3D પ્રિન્ટેડ હેન્ડ્સ ફ્રી ઓબજેક્ટ છે જેનો ઉપયોગ દરવાજા, બારી, ડ્રોઅર (ઉભા અને આડા બંને) અને ફ્રીજના દરવાજા ખોલવા અને બંધ કરવા માટે અથવા એલિવેટરના બટન દબાવવા, લેપટોપ/ ડેસ્કટોપના કીબોર્ડમાં બટન દબાવવા અને ઉપકરણોની સ્વિચ ચાલુ-બંધ કરવા માટે થઇ શકે છે. બીજી પ્રોડક્ટ 3D પ્રિન્ટેડ એન્ટીમાઇક્રોબાયલ ફેસ શિલ્ડ છે જે કોરોના વાયરસનો ફેલાવો થતો રોકવા માટે મદદરૂપ થઇ શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1624068

 

પર્યટન મંત્રાલયે દેખો અપના દેશ શ્રેણી અંતર્ગત મૈસુરુ: ક્રાફ્ટ કારવાં ઓફ કર્ણાટક નામથી મૈસુરની સદીઓ જુની કળાઓ દર્શાવતા વેબિનારનું આયોજન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1624026

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

પંજાબઃ રાજ્યમાં ઉદ્યોગોને અત્યંત જરૂરી પુનર્જીવન પૂરું પાડવા અને વિવિધ ઔદ્યોગિક સંગઠનો દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાનો પ્રત્યુત્તર આપતાં, પંજાબના મુખ્યમંત્રીએ લુધિયાણાના બિન-ચેપગ્રસ્ત વિસ્તારોમાં સુક્ષ્મ/ કુટિર ઉદ્યોગોને ખોલવાની મંજૂરી આપી છે. નાના ઉદ્યોગગૃહો ઉપર કાચા માલ માટે નિર્ભર રહેલા મોટા ઉદ્યોગોને ખોલવામાં મદદ મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંજાબના શિક્ષણ મંત્રીએ રાજ્યના વાલીઓને મોટી રાહત આપતાં જણાવ્યું હતું કે, ઑનલાઇન શિક્ષણ પૂરું પાડી રહેલી સ્કૂલો લૉકડાઉનના સમયગાળા માટે માત્ર ટ્યુશન ફી અને પ્રવેશ ફી જ વસૂલી શકશે, વિદ્યાર્થીઓ પાસેથી કોઇપણ સ્વરૂપમાં ગણવેશ અથવા અન્ય કોઇપણ ખર્ચ વસૂલી શકાશે નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળા સંચાલકોએ રાષ્ટ્રવ્યાપી સંકટને ધ્યાનમાં રાખતા 2020-21ના શૈક્ષણિક સત્ર દરમિયાન ફી કે અન્ય કોઇપણ શુલ્કમાં વધારો કરવાથી દૂર રહેવું જોઇએ.

હરિયાણાઃ વિશેષ કોવિડ પેકેજના બીજા તબક્કાની જાહેરાત કરવા બદલ મુખ્યમંત્રીએ કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ આર્થિક પેકેજ હરિયાણાના વિસ્થાપિત અને ખેડૂતોને ખૂબ જ લાભદાયી પુરવાર થશે. તેમણે જણાવ્યું હતું કે આજે MSMEથી માંડીને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને રિયલ એસ્ટેટ તેમજ પાવર વિતરણ કંપનીઓ તથા પગારદાર લોકો માટે કેન્દ્રીય નાણાંમંત્રી દ્વારા કરવામાં આવેલી વિવિધ જાહેરાતો અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકશે અને વિવિધ આર્થિક ક્ષેત્રોને લાભદાયક પુરવાર થશે. હરિયાણા સરકારે પોતાના રાજ્યમાં પાછા ફરવા ઇચ્છતાં પરપ્રાંતીય શ્રમિકોને પરત મોકલવાની કામગીરી ચાલુ રાખી છે. હરિયાણાના મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓને નિર્દેશો આપ્યાં છે કે માત્ર પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલવા જ જરૂરી નથી પરંતુ તેમના પ્રવાસ દરમિયાન તેમને કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે.

હિમાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ પોતાના સંબંધિત વિસ્તારોમાં કોરોના મહામારીનો ફેલાવો અટકાવવા ગ્રામ પંચાયતના પ્રધાનો અને લોકતાંત્રિક સંસ્થાઓના અન્ય પાયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજ્યમાં હોમ ક્વૉરેન્ટાઇન સુવિધાઓનું અસરકારક સંચાલન અને અમલ સુનિશ્ચિત કરવા માટે હાકલ કરી છે. મુખ્યમંત્રીએ અપીલ કરી હતી કે, પંચાયત પ્રધાનો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા 'નિગાહ' કાર્યક્રમના અસરકારક અમલ માટે તેમનો હૃદયપૂર્વક સહકાર આપે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ હોમ ક્વૉરેન્ટાઇનમાં રહેલા લોકો ઉપર દેખરેખની પરિકલ્પના કરે છે જેથી તેઓ ક્વૉરેન્ટાઇનની જોગવાઇઓનું ઉલ્લંઘન ન કરે.

  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસના વધુ 1602 કેસ નોંધાતા રાજ્યમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોનો કુલ આંકડો વધીને 27,524 થયો છે. તાજેતરના આંકડા અનુસાર આમાંથી રાજ્યમાં કુલ 20,441 કેસો સક્રિય છે જ્યારે 6059 દર્દીઓ સાજા થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં કોવિડ હોટસ્પોટ્સ શહેરોમાં લૉકડાઉનમાં થોડી છુટછાટ આપવાના અહેવાલો વચ્ચે, રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે NCPના વડા શરદ પવાર સાથે બેઠક યોજી હતી અને રાજ્યમાં વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
  • ગુજરાત: રાજ્યમાં ગઇકાલે 13 જિલ્લામાં કોવિડ-19ના નવા 324 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 9592 થઇ ગઇ છે. ગઇકાલે 191 દર્દીઓ કોવિડ-19માંથી સંપૂર્ણ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે 20 દર્દી મૃત્યુ પામ્યા હોવાના પણ અહેવાલ છે. દરમિયાન, રાજ્યમાં લૉકડાઉન વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કામકાજો ફરી શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, માર્ગો અને ઇમારતોના બાંધકામ માટેના રૂપિયા 9,000 કરોડના 300 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ફરી શરૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત 1 લાખ રૂપિયાની જામીનમુક્ત લોન નાના વેપારીઓ, દુકાનદારો અને સ્વરોજગાર લોકોને માત્ર 2 ટકાના નજીવા વ્યાજ પર આપવામાં આવશે.
  • રાજસ્થાન: રાજ્યમાં આજે કોવિડ-19ના વધુ 55 કેસ પોઝિટીવ નોંધાતા કુલ સક્રિય દર્દીઓનો આંકડો વધીને 1,881 થયો છે. અત્યાર સુધીમાં કુલ 2646 દર્દીઓ કોવિડ બીમારીથી સાજા થઇ ગયા છે. આજે, કોટામાં 29 કેસ, જયપુરમાં 11 કેસ અને ઉદયપુરમાં 9 કેસ પોઝિટીવ નોંધાયા છે. ઉદયપુર કોવિડ-19નું નવું હોટસ્પોટ બની રહ્યું છે જ્યાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 313 થઇ ગઇ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસ બીમારીના કારણે કુલ 125 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં વિસ્થાપિત શ્રમિકો પરત આવી રહ્યા હોવાથી પોઝિટીવ કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં, નવા 253 કેસ નોંધાયા છે જેથી રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 4426 સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 2,171 દર્દી સાજા થઇ ગયા છે જ્યારે 2,018 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આ ઉપરાંત, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 237 દર્દી કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે.
  • ગોવા: મુંબઇમાં 14 દિવસ સુધી ક્વૉરેન્ટાઇનમાં રહ્યા પછી ગોવા પરત આવનારા નાવિકને ગુરુવારે રાત્રે પોઝિટીવ રિપોર્ટ આવતા ગોવામાં કોવિડ-19ના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને આઠ થઇ છે. છેલ્લા બે દિવસમાં નોંધાયેલા કોવિડ-19ના નવા કેસોને ધ્યાનમાં રાખતા ગોવાએ હવે રેલવેમાર્ગથી રાજ્યમાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવા માટે વિચાર કર્યો છે.
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં રાજીવ ગાંધી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા વર્ષ 2020-21ના શૈક્ષણિક કેલેન્ડર અનુસાર યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી કોલેજોમાં 29 જૂનથી નિયમિત વર્ગખંડોની શરૂઆત થશે.
  • આસામ: આરોગ્યમંત્રીએ નાયબ આયુક્તો અને પોલીસ સુપરિન્ટેન્ડેટ્સ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને લૉકડાઉનના નવા SOP અને જેઓ હોમ ક્વૉરેન્ટાઇનમાં છે તેમના પર સખત દેખરેખ સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી હતી.
  • મણીપૂર: જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે કોવિડ-19 પોઝિટીવ દર્દીને હવે આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યો છે.
  • મિઝોરમ: સીમા સુરક્ષા વ્યવસ્થાપન ટીમ, કોલાસીબ મિઝોરમ દ્વારા 10 ગામડાની ટાસ્ક ફોર્સમાં ચોખા, મીઠુ, દાળ, ડુંગળી, સોયાબીન, ખાદ્યતેલ જેવી આવશ્યક ચીજોનું વિતરણ કરવામાં આવ્યું છે જેઓ સરહદી ગામડાઓમાં જરૂરિયાતમંદ લોકોમાં આ વસ્તુઓનું આગળ વિતરણ કરશે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19 માટે 891 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 873 નમૂનાના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે 18ના પરિણામોની આવવાના બાકી છે.
  • કેરળઃ રાજ્યમાં પરત ફરી રહેલા લોકોની સંખ્યા વધવાના કારણે કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં અચાનક થયેલા વધારાના કારણે કેરળમાં નિરીક્ષણ કામગીરી વધારી દેવામાં આવી છે. આજે સવારે નવી દિલ્હી ખાતેથી પ્રથમ વિશેષ ટ્રેન રાજ્યની રાજધાની ખાતે આવી પહોંચી હતી. તાવના લક્ષણો ધરાવતાં સાત મુસાફરોને કોઝિકોડે અને તિરૂવનંતપુરમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ક્વૉરેન્ટાઇન સમયગાળો 7 દિવસ કરવાની રાજ્ય સરકારની માંગણી નકારતાં કેન્દ્ર સરકારે કેરળ ઉચ્ચ અદાલતમાં જણાવ્યું હતું કે વિદેશમાંથી પરત ફરતાં ભારતીય માટે 14 દિવસનો સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન સમયગાળો ફરજિયાત છે. પશ્ચિમ બંગાળ સરકારે કેરળમાં ફસાઇ ગયેલા વિસ્થાપિત કામદારોને પરત લાવવા માટે 28 ટ્રેન સેવાઓની ફાળવણી કરી હતી. અખાતી દેશોમાં કોવિડ-19ના કારણે વધુ 3 વ્યક્તિના મૃત્યુ થતાં વાયરસના કારણે મૃત્યુ પામેલા NRKની સંખ્યા 120નો આંક પાર કરી ગઇ છે.
  • તામિલનાડુઃ સર્વોચ્ચ અદાલતે દારૂની દુકાનો બંધ કરવા અંગે તામિલનાડુ સરકારને આદેશ કરતાં મદ્રાસ ઉચ્ચ અદાલતના ચુકાદા પર મનાઇ હુકમ આપ્યો છે. રાજ્ય સરકારે અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો અને વધુમાં સંકેતો આપ્યાં હતા કે, તેઓ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી પ્રોત્સાહન યોજનામાં રાજ્યના હિસ્સાની રાહ જોઇ રહ્યાં છે. કોવિડ-19 દર્દીઓને ખોરાક અને દવાઓ પૂરી પાડવા માટે મદુરાઇમાં સરકારી રાજાજી હોસ્પિટલ ખાતે કોવિડ-19 દર્દીઓ માટે રોબોટની સેવા લેવાઇ રહી છે. એક સગીર બાળા સહિત વધુ ત્રણ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવતાં પુડુચેરીમાં કોવિડ-19 કેસોની સંખ્યા વધીને 12 પર પહોંચી ગઇ છે. ગઇકાલ સુધી તામિલનાડુમાં કુલ 9,674 કેસો હતા, જેમાંથી 7,365 કેસો સક્રિય હતા અને 66 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી 2,240 લોકોને રજા આપવામાં આવી છે. ચેન્નઇમાં હજુ પણ 5,637 કેસો સક્રિય છે.
  • કર્ણાટકઃ મુખ્યમંત્રી 42,500 આશા વર્કરો માટે રૂ. 3,000 વધારાની રકમ જાહેર કરી છે. રાજ્ય સરકારે APMC સુધારા કાયદાને મંજૂરી આપી છે, જે ખેડૂતોને તેમના ઉત્પાદનનું સીધું વેચાણ કરવા પરવાનગી આપશે અને તેમના ઉત્પાદનની લાભદાયી કિંમતો મેળવવામાં મદદ કરશે. 109 મુસાફરો સાથે એર ઇન્ડિયાની વિશેષ ઉડાન સાન ફ્રાન્સિસ્કોથી બેંગલોર ખાતે આવી પહોંચી હતી. દુબઇથી મેંગલુરુ પરત ફરેલા 20 લોકોના કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ નોંધાયાં છે. આજે બપોરે 12 વાગ્યાં સુધી નવા 45 કેસો નોંધાયાં છે, જેમાં બેંગલોરમાંથી 14, દક્ષિણ કન્નડમાંથી 16, ઉડુપીમાંથી 5, બિદાર અને હસ્સનમાંથી 3-3, ચિત્રાદુર્ગામાંથી 2 અને બાગલકોટ અને કોલારમાં 1-1 કેસો નોંધાયાં છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 1,032 પર પહોંચી છે, જેમાંથી 520 કેસો હજુ પણ સક્રિય છે, 476 લોકો સાજા થયા છે અને 35 લોકોના મરણ નીપજ્યાં છે.
  • આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકારે PM કિસાન યોજના અંતર્ગત રૂ. 5,500ના પ્રથમ હપ્તાની ફાળવણી કરી છે, જે અંદાજે 49 લાખ પાત્રતા ધરાવતાં ખેડૂતોને લાભદાયી પુરવાર થશે. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે ખેડૂતોને તમામ પાકો માટે લઘુતમ ટેકાના ભાવો પુરા પાડવામાં આવી રહ્યાં છે. 7 મેના રોજ વિશાખાપટ્ટનમ ખાતે LG પોલીમર્સ પ્લાન્ટમાં સ્ટાઇરીન ગેસ લીકેજના કારણે પ્રભાવિત થયેલા તમામ દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઇ ગયા છે. ગત 24 કલાકમાં 9,038 નમૂનાઓનું પરીક્ષણ હાથ ધર્યા બાદ કોવિડ-19ના 57 નવા કેસો નોંધાયાં છે, જ્યારે 60 લોકોને રજા આપવામાં આવી છે અને કોઇ મરણ નીપજ્યું નથી. કુલ કેસો વધીને 2,175 થયા છે, જેમાંથી 857 કેસો સક્રિય છે અને 1,252 લોકો સાજા થયા છે તથા 48 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. પોઝિટીવ કેસોની વધુ પડતી સંખ્યા ધરાવતાં જિલ્લાઓમાં કુર્નૂલ (599), ગુંતૂર (404), ક્રિષ્ણા (360), ચિત્તૂર (165), નેલ્લોર (140), અનંતપુર (122)નો સમાવેશ થાય છે.
  • તેલંગણાઃ કોવિડ-19 મહામારીમાં તાત્કાલિક સારવાર માટે એન્ટીબોડી ફ્રેગમેન્ટ ઉપર આધારિત ઇમ્યુનોથેરાપી વિકસાવવા શુક્રવારે યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ અને CSIR-સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીએ વિન્સબાયોપ્રોડક્ટ્સ લી. સાથે સહકાર સાધ્યો હતો. ખાનગી બસમાં ઓડિશાથી પરત ફરી રહેલા વિસ્થાપિત કામદારોને ટ્રાવેલ એજન્સી દ્વારા હૈદરાબાદમાં રસ્તા પર અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યાં હતા. તેલંગણામાં કુલ કેસોની સંખ્યા 1,414 થઇ છે, જ્યારે 952 લોકો સાજા થયા છે અને 428 સક્રિય કેસો છે. અત્યાર સુધી 34 લોકોના મરણ નીપજ્યાં છે. આજ દિન સુધી 42 સ્થળાંતરિત કામદારોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં છે.

 



(Release ID: 1624195) Visitor Counter : 347