શ્રમ અને રોજગાર મંત્રાલય

લૉકડાઉનને કારણે ઈપીએફ અને એમપી એક્ટ, 1952 હેઠળ વિલંબથી નાણાં જમા કરાવનાર એકમોને પેનલ્ટીમાં રાહત

Posted On: 15 MAY 2020 5:14PM by PIB Ahmedabad

કોરોના વાયરસ મહામારીને નિયંત્રીત કરવાના હેતુથી લાંબા ચાલેલા લૉકડાઉન અને મહામારીને કારણે અન્ય અવરોધો ઉભા થતાં ઈપીએફ અને એમપી એક્ટ, 1952 હેઠળ આવરી લેવાયેલા એકમો ચિંતામાં મૂકાયા હતા અને સામાન્ય રીતે કામ કરી શક્યા હતા, તથા તેમણે ચૂકવણી કરવાનું થતું વૈધાનિક યોગદાન સમયસર આપી શક્યા હતા.

એકમોને તેમનું યોગદાન અને વહિવટી ખર્ચા સમયસર નાણાં જમા કરાવવામાં લૉકડાઉનને કારણે તકલીફ પડી હતી. ઈપીએફઓએ નિર્ણય કર્યો છે કે સંચાલનના અથવા તો આર્થિક કારણોથી થયેલા આવા વિલંબને કારણે કસૂરવાર ગણવામાં નહીં આવે અને આવા વિલંબ બદલ દંડનીય રકમ પણ લેવામાં નહીં આવે.

ઈપીએફઓની ફીલ્ડ ઓફિસોને તા.05-05-2020ના એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે અને તેમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે આવા કિસ્સાઓ કે જે કોવિદ-19ને કારણે ઈપીએફઓ વેબસાઈટના હોમ પેજ ઉપર મૂકવામાં આવ્યા છે તેમની સામે દંડનીય નુકશાનની કોઈ કાર્યવાહિ કરવામાં નહીં આવે.

ઉપર દર્શાવ્યું છે પગલું ભરવાથી ઈપીએફ હેઠળ આવરી લેવામાં આવેલા 6.5 લાખ એકમોને નિયમ પાલનના ધોરણોમાં આસાની થશે અને તેમને દંડનીય નુકશાનની જવાબદારીમાંથી બચાવી શકાશે.

 

GP/DS(Release ID: 1624178) Visitor Counter : 47