રેલવે મંત્રાલય

દિવસની 4 ટ્રેનોથી શરુ કરીને હવે દિવસની 145 ટ્રેનો, ભારતીય રેલવેએ શ્રમિક સ્પેશ્યલના માધ્યમથી “ઘરે પાછા ફરીએ”ના તેના મિશનને મોટાપાયે ગતિ પ્રદાન કરી

અટવાયેલા તમામ લોકોને તેમના ઘરે પાછા લઇ જવા માટેના પ્રયાસના ભાગરૂપે માત્ર 1 જ દિવસમાં 2 લાખથી વધુ સ્થળાંતર કરનારા શ્રમિકોને પહોંચાડવામાં સીમા સ્તંભ પાર કર્યો

મે 1ના રોજ 5000 મુસાફરોથી લઈને મે 14ના રોજ 2.10 લાખથી વધુ મુસાફરો, 2 અઠવાડિયા કરતા ઓછા સમયમાં સીમાચિહ્ન ઓળંગાયું

અત્યાર સુધીમાં આ “શ્રમિક સ્પેશ્યલ” ટ્રેનોના માધ્યમથી 12 લાખથી વધુ મુસાફરો પોતાના ઘરે પહોંચી ગયા છે

સ્થળાંતર કરનારા શ્રમિકોને તેમના ઘરે લઇ જવા માટે અત્યાર સુધીમાં 1000થી વધુ સ્પેશ્યલ ટ્રેનો કાર્યરત કરવામાં આવી છે

મિશન મોડ અંતર્ગત,રેલવે દિવસની 300 “શ્રમિક સ્પેશ્યલ” ટ્રેનો ચલાવવા તૈયાર જેથી આ “શ્રમિક સ્પેશ્યલ” ટ્રેનોમાં દિવસના 4 લાખથી વધુ અટવાયેલા લોકોનું સ્થળાંતર કરી શકાય

Posted On: 15 MAY 2020 3:40PM by PIB Ahmedabad

ગૃહ બાબતોના મંત્રાલયના આદેશ બાદ રેલવે  દ્વારાશ્રમ દિવસના અવસર પર 1 મે 2020થીશ્રમિક સ્પેશ્યલટ્રેનો ચલાવવાનું શરુ કરવામાં આવ્યું હતું જેથી કરીને લોકડાઉનના કારણે જુદા જુદા સ્થળો પર અટવાઈ પડેલા સ્થળાંતર કરતા શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના સ્થળે પહોંચાડી શકાય.

1 મે 2020ના રોજ 4 ટ્રેનોથી શરુ કરીને ભારતીયરેલવે  દ્વારા છેલ્લા 15 દિવસ દરમિયાન પ્રકારની 1000થી વધુ શ્રમ શક્તિ ટ્રેનો સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવી છે. 14 મે 2020ના રોજ યાદગાર સિદ્ધિ રૂપે જુદા જુદા રાજ્યોમાંથી કુલ 145 “શ્રમિક સ્પેશ્યલટ્રેનો ચલાવવામાં આવી હતી જેમાં 2.10 લાખથી વધુ મુસાફરોને તેમના ઘરે પાછા લઇ જવામાં આવ્યા હતા.

આવું પહેલી વાર બન્યું હતું કે એક દિવસની અંદર શ્રમિક ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા 2 લાખને પાર કરી ગઈ હતી.

અત્રે યાદ કરવું ઘટે કે 1 મે 2020ના રોજ માત્ર 5000 મુસાફરોની સાથે શ્રમિક ટ્રેનો કાર્યાન્વિત કરવામાં હતી.

અત્યાર સુધીમાં શ્રમિક સ્પેશ્યલટ્રેનો દ્વારા 12 લાખથી વધુ મુસાફરો પોતાના ઘરના રાજ્યોમાં પહોંચી ચુક્યા છે.

ટ્રેનો જુદા જુદા રાજ્યો જેવા કે આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરલા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, ઓડીશા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં પહોંચાડવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે તમામ અટવાયેલા સ્થળાંતર કરતા શ્રમિકોને પાછા તેમના ઘરે પહોંચાડવાના મિશન અંતર્ગત દિવસના 4 લાખથી વધુ અટવાયેલા લોકોને પહોંચાડવા માટેરેલવે  દ્વારા દિવસની 300 જેટલીશ્રમિક સ્પેશ્યલટ્રેનો ચલાવવા માટે રાજ્ય સરકારો સાથેનારેલવે ના સંકલનમાં પણ ગતિ આવી છે.

શ્રમિક સ્પેશ્યલટ્રેનો જ્યારે જે રાજ્યોમાં મુસાફરોને મોકલવામાં આવી રહ્યા છે અને જે રાજ્યોમાંથી તેમને લઇ જવામાં આવી રહ્યા છે તે બંને બાજુએથી પરવાનગી મળ્યા બાદ રેલવે  દ્વારા ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ટ્રેન પર ચઢતા પહેલા મુસાફરોનું યોગ્ય સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને વિના મુલ્યે ભોજન અને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

 

GP/DS

 (Release ID: 1624101) Visitor Counter : 33