નાણા મંત્રાલય

ભારતીય અર્થતંત્રને કોવિડ-19 સામેની લડાઈમાં મદદરૂપ થવા નાણાં મંત્રીએ ઉદ્યોગો, ખાસ કરીને એમએસએમઈ સંબંધિત રાહત અને ધિરાણ સહાય માટે પગલાં જાહેર કર્યાં

Posted On: 13 MAY 2020 6:39PM by PIB Ahmedabad
  • સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (એમએસએમઈ) સહિત ઉદ્યોગો માટે રૂા. 3 લાખ કરોડની ઈમર્જન્સી વર્કિંગ કેપિટલ ફેસિલિટી - તત્કાળ કાર્યકારી મૂડીની સવલત અપાશે
  • તણાવગ્રસ્ત એકમોને રૂા. 20,000 કરોડનાં સબોર્ડિનેટ ડેટ (સહાયક ધિરાણ) અપાશે
  • એમએસએમઈ ફંડ ઓફ ફંડ્સ દ્વારા રૂા. 50,000 કરોડ ઈક્વિટી મારફતે ઉમેરાશે
  • એમએસએમઈની નવી વ્યાખ્યા અને એમએસએમઈ માટે અન્ય પગલાં
  • રૂા. 200 કરોડ સુધીનાં સરકારી ટેન્ડર્સ માટે વૈશ્વિક ટેન્ડર્સ નહીં મુકાય
  • ઉદ્યોગો અને સંગઠિત કામદારો માટે એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડનો સપોર્ટ વધુ ત્રણ મહિના - જૂન, જુલાઈ અને ઑગસ્ટ, 2020ના પગાર માટે પણ લંબાવાયો
  • ઈપીએફઓ હેઠળનાં તમામ સંસ્થાનો માટે આગામી ત્રણ મહિનાઓ માટે ઈપીએફનો ફાળો નોકરીદાતા અને નોકરિયાત, બંને માટે ત્રણ મહિના સુધી 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો
  • એનબીએફસી/એચએફસી/એમએફઆઈ માટે રૂા. 30,000 કરોડની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ - તરલતા માટે ખાસ યોજના
  • એનબીએફસી/એમએફઆઈએ ચૂકવવાની બાકી જવાબદારીઓ માટે રૂા. 45,000 કરોડની પાર્શિયલ ક્રેડિટ ગેરંટી સ્કીમ - અંશતઃ ધિરાણ ગેરંટી યોજના
  • ડિસ્કોમ (વીજ વિતરણ કંપનીઓ)ની તરલતા માટે રૂા. 90,000 કરોડની ફાળવણી
  • ઈપીસી અને છૂટછાટ સહિત કરારમાં નક્કી થયેલી જવાબદારીઓ પૂરી કરવા માટે કોન્ટ્રાક્ટર્સને મહિના સુધીની અવધિ લંબાવીને રાહત અપાઈ
  • રિયલ એસ્ટેટ પ્રોજેક્ટોની નોંધણી અને તમામ નોંધાયેલા પ્રોજેક્ટો પૂરા કરવાની તારીખ મહિના લંબાવવામાં આવી.
  • ચેરિટેબલ ટ્રસ્ટ્સ અને નોન-કોર્પોરેટ બિઝનેસ તેમજ વ્યવસાયોના બાકી આવક વેરા રિફંડ તાત્કાલિક ચૂકવાતાં ઉદ્યોગ-વ્યવસાયને કર રાહત મળશે
  • નાણાં વર્ષ 2020-21ના બાકીના સમયગાળા માટે મૂળસ્થાનેથી કરકપાત (ટીડીએસ) અને મૂળસ્થાનેથી એકત્રિત કર (ટીસીએસ)ના દર 25 ટકા ઘટાડવામાં આવ્યા
  • કર સંબંધિત વિવિધ અનુપાલનની નિયત અવધિ લબાવવામાં આવી

 

 

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રૂા. 20 લાખ કરોડ - ભારતની જીડીપીના 10 ટકા સમકક્ષ - સ્પેશિયલ ઈકોનોમિક એન્ડ કોમ્પ્રિહેન્સિવ પેકેજની જાહેરાત કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન બીજા શબ્દોમાં સ્વ-નિર્ભર ભારત ચળવળ માટે બુલંદ હાકલ કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારતનાં પાંચ સ્તંભ - અર્થવ્યવસ્થા, માળખાકીય સવલતો, વ્યવસ્થાતંત્ર, જોમવંત માનવબળ તેમજ માગ - હોવાનું પણ જણાવ્યું હતું.

કેન્દ્રીય નાણાં અને કંપની બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે અહીં પત્રકાર પરિષદ દરમિયાન તેમના સંબોધનના પ્રારંભે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેશને કરેલા તેમના સંબોધનમાં એક વ્યાપક દ્રષ્ટિ રજૂ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે નોંધપાત્ર સમય આપ્યા બાદ, પ્રધાનમંત્રીએ પોતે સુનિશ્ચિત કર્યું છે કે કોવિડ-19 સામેની લડાઈ માટે આર્થિક પેકેજ વ્યાપક પરામર્શથી મેળવેલા સૂચનો દ્વારા ઘડાયું છે.

મૂળભૂત રીતે, સ્વ-નિર્ભર ભારત બનાવવાનું ધ્યેય છે, એટલે ઈકોનોમિક પેકેજને આત્મ નિર્ભર ભારત અભિયાન તરીકે ઓળખાવાયું છે. સ્તંભો, જેની ઉપર આપણે આત્મ નિર્ભર ભારત અભિયાન રચવા માંગીએ છીએ,”  તેમ જણાવતાં શ્રીમતી સીતારમણે જણાવ્યું કે અમારું ધ્યાન જમીન, શ્રમ, તરલતા અને કાયદા ઉપર રહેશે.

નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકાર મજબૂતી સાથે કામ કરી રહી છે અને તે પ્રતિભાવશીલ સરકાર છે, એટલે વર્ષ 2014થી અત્યાર સુધીમાં હાથ ધરાયેલા કેટલાક સુધારાને યાદ કરવાનું ઉચિત છે. શ્રીમતી સીતારમણે જણાવ્યું કે “2020નું બજેટ જાહેર કરાયું તે પછી તરત કોવિડ-19નું સંકટ શરૂ થયું અને લોકડાઉનના પહેલા તબક્કાની જાહેરાતના ગણતરીના કલાકોમાં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) જાહેર કરવામાં આવી હતી.” તેમણે વધુમાં જણાવ્યું કે  અમે પેકેજ ઉપર વિશેષ ધ્યાન આપવા જઈ રહ્યા છીએ.

આજથી શરૂ કરીને આગામી કેટલાક દિવસો સુધી હું નાણાં મંત્રાલયની સમગ્ર ટુકડી સાથે અહીં આવીશ અને ગઈકાલે પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલા આત્મ નિર્ભર ભારત માટે પ્રધાનમંત્રીનું વિઝન વિસ્તારપૂર્વક રજૂ કરીશ,” એમ શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું.

શ્રીમતી નિર્મલા સીતારમણે આજે કામ ઉપર પાછા ફરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પગલાં જાહેર કર્યાં હતાં, જેમાં નોકરિયાતો અને નોકરીદાતાઓ, ઉદ્યોગો, ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોને ફરી ઉત્પાદન શરૂ કરવા અને કર્મચારીઓને ફરી લાભકારક રોજગાર તરફ પાછા ફરવા સક્ષમ બનાવાયા હતા. નોન-બેન્કિંગ ફાયનાન્સ ઈન્સ્ટીટ્યુશન્સ (એનબીએફસી), હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ (એચએફસી), માઈક્રો ફાયનાન્સ સેક્ટર અને પાવર સેક્ટરને વધુ મજબૂત કરવાના પ્રયાસોની જાહેરાત પણ કરી હતી. નાણાં પ્રધાને રજૂ કરેલા પેકેજમાં ઉપરાંત, ઉદ્યોગોને કર રાહત, જાહેર પ્રાપ્તિમાં રોકાયેલા કોન્ટ્રાક્ટર્સને કરારની જવાબદારી પૂરી કરવામાં રાહત તેમજ રિયલ એસ્ટેટ સેક્ટરને અનુપાલનમાં રાહત પણ સામેલ હતી.

છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે ઉદ્યોગ અને એમએસએમઈ માટે સક્રિયપણે વિવિધ પગલાં લીધાં છે. વર્ષ 2016માં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા લાવવા માટે રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (રેરા) ઘડવામાં આવ્યો હતો. મુસીબતોનો સામનો કરી રહેલા તણાવગ્રસ્ત ક્ષેત્રને મદદરૂપ થવા ગયા વર્ષે એફોર્ડેબલ અને મિડલ ઈન્કમ હાઉસિંગ માટે ખાસ ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. સરકારના કોઈ પણ વિભાગ કે જાહેર ક્ષેત્રનાં એકમો પાસેથી નાણાંની ચૂકવણી મેળવવામાં થતાં વિલંબની સમસ્યા માટે એમએસએમઈને મદદરૂપ થવા વર્ષ 2017માં સમાધાન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. સિડબી હેઠળ સ્થપાયેલાં સ્ટાર્ટઅપ્સ માટે ફંડ ઓફ ફંડ્સની જોગવાઈ કરાઈ, જેથી દેશમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળે તેમજ એમએસએમઈને સુગમતાપૂર્વક ધિરાણ મળી રહે તે માટે અન્ય વિવિધ ક્રેડિટ ગેરંટી યોજનાઓ પણ અમલી બનાવાઈ.

 

આજે નીચે મુજબનાં પગલાંની જાહેરાત કરવામાં આવી છે :

  1. વિવિધ બિઝનેસ અને સૂક્ષ્મ, લઘુ તથા મોટા કદનાં એકમો (એમએસએમઈ) માટે રૂ.3 લાખ કરોડની તાકીદ ની કાર્યકારી મૂડીની સુવિધા

 

વિવિધ બિઝનેસને, તા.29 ફેબ્રુઆરી, 2020ની સ્થિતિએ તેમના બાકી ધિરાણના 20 ટકા જેટલી વધારાની કાર્યકારી મૂડીના ધિરાણની સુવિધા વ્યાજના રાહત દરે મુદતી ધિરાણ તરીકે પૂરી પાડવામાં આવશે. ધિરાણ રૂ.25 કરોડ સુધીના બાકી લ્હેણાં અને રૂ.100 કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતા જેમના હિસાબો સ્ટાન્ડર્ડ હોય તેવા એકમોને આપવામાં આવશે. ધિરાણ માટે એકમોએ કોઈ ગેરંટી કે કો-લેટરલ અથવા પોતાની ગેરંટી આપવાની રહેશે નહીં. રકમ ભારત સરકારની 100 ટકા ગેરંટી હેઠળ 45 લાખથી વધુ એમએસએમઈ ક્ષેત્રના એકમોને રૂ.3 લાખ કરોડની રકમ મારફતે સંપૂર્ણ પ્રવાહિતા પૂરી પાડવામાં આવશે.

 

  1. બોજો અનુભવતા એમએસએમઈ ક્ષેત્રના એકમોને ગૌણ દેવા માટે રૂ.20,000 કરોડ

 

2 લાખ જેટલા એમએસએમઈ ક્ષેત્રના એકમો કે જે એનપીએ થયેલા અથવા તો બોજ હેઠળ છે તેમના માટે રૂ.20,000 કરોડના ગૌણ દેવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર તેમને રૂ.4,000 કરોડ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફોર   સૂક્ષ્મ , લઘુ અને મધ્યમ કદના (સીજીટીએમએસઈ) એકમોને સપોર્ટ માટે પૂરા પાડશે. બેંકો આવા એમએસએમઈ ક્ષેત્રના એકમોને તેમના હયાત હિસ્સાના 15 ટકા જેટલું ગૌણ દેવુ મહત્તમ રૂ.75 લાખ સુધીની મર્યાદામાં પૂરૂં પાડશે.

 

  1. એમએસએમઈ ફંડ ઓફ ફંડઝ મારફતે રૂ.50,000 કરોડની શેર મૂડીનું રોકાણ

 

સરકાર એમએસએમઈ ક્ષેત્રને ઈક્વીટી ફંડીગનો ટેકો પૂરો પાડવા માટે રૂ.10,000 કરોડના ફંડ મારફતે ફંડ ઓફ ફંડઝની રચના કરશે. ફંડ ઓફ ફંડઝનું એક મધર અને બે ડોટર ફંડઝ મારફતે સંચાલન કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 1:4 ના પ્રમાણમાં ડોટર ફંડઝના સ્તરે લાભ આપીને ફંડ ઓફ ફંડઝ રૂ.50,000 કરોડની શેર મૂડી ગતિશીલ કરવાનું શક્ય બનશે.

 

  1. એમએસએમઈની વ્યાખ્યા

 

મૂડી રોકાણની મર્યાદા વધારીને એમએસએમઈ ક્ષેત્રની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે. ટર્ન ઓવરનો એક વધારાનો માપદંડ પણ રજૂ કરવામાં આવ્યો છે. મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ ક્ષેત્ર વચ્ચેનો તફાવત પણ રદ કરવામાં આવશે.

 

  1. એમએસએમઈ ક્ષેત્ર માટે અન્ય પગલાં

 

એમએસએમઈ ક્ષેત્રના -લીંકેજને પ્રોત્સાહિત કરવામાં આવશે, જે ટ્રેડ ફેર અને પ્રદર્શનોને બદલે કામ કરશે. એમએસએમઈને સરકાર તરફથી અને સીપીએસઈ તરફથી મળવા પાત્ર રકમો 45 દિવસમાં છૂટી કરવામાં આવશે.

  1. રૂ.200 કરોડ સુધીના સરકારી ટેન્ડરો માટે કોઈ ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવશે નહીં

 

રૂ.200 કરોડથી ઓછી રકમના મૂલ્યના માલ-સામાન અને સર્વિસીસ માટે ગ્લોબલ ટેન્ડરની પૂછપરછ નકારવા માટે સરકારના જનરલ ફાયનાન્સિયલ રૂલ્સ (જીએફઆર) માં સુધારો કરવામાં આવશે.

 

  1. વિવિધ બિઝનેસ અને સંગઠીત ક્ષેત્રના કામદારોને એમ્પલોઈઝ પ્રોવિડંટ ફંડ સપોર્ટ

 

યોજના પીએમજીકેપીના હિસ્સા તરીકે ભારત સરકારે રજૂ કરી છે, જેમાં માલિક અને કર્મચારી બંને વતી વેતનના 12 ટકા ઈપીએફની રકમ જૂન, જુલાઈ અને ઓગષ્ટ, 2020 એટલે કે 3 માસ સુધી લંબાવી શકાશે. આના કારણે 72.22 લાખ કર્મચારીઓને અંદાજે રૂ.2500 કરોડ જેટલો લાભ થશે.

 

  1. માલિકો અને કર્મચારીઓ માટે ઈપીએફનું યોગદાન 3 માસ માટે ઘટાડવામા આવશે

 

 માલિક અને કર્મચારી બંનેનું વૈધાનિક પ્રોવડંટ ફંડ કોન્ટ્રીબ્યુશન આગામી 3 માસ માટે દરેક ઈપીએફઓ એકમમાં 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યું છે. આના કારણે દર મહિને રૂ.2250 કરોડની પ્રવાહિતા પ્રાપ્ત થશે.

 

  1. નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ/હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ /એમએફઆઈ માટે રૂ.30,000 કરોડની વિશેષ લિક્વીડીટી યોજના

 

સરકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પૂરી પાડવામાં આવેલી રૂ.30,000 કરોડની વિશેષ લિક્વીડીટી યોજના રજૂ કરશે. પ્રાથમિક અને સેકન્ડરી માર્કેટમાં એનબીએફસી, એચએફસી અને એમએફઆઈ ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડના સોદાઓ કરવામાં આવશે. સોદાઓને ભારત સરકારની 100 ટકા ગેરંટી મળી રહેશે.

 

  1. નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ અને   સૂક્ષ્મ  ફાયનાન્સ સંસ્થાઓ માટે રૂ.45,000 કરોડની આંશિક ક્રેડિટ ગેરંટી સ્કીમ 2.0

 

હાલની આંશિક ક્રેડિટ ગેરંટી યોજનાઓમાં સુધારા કરવામાં આવ્યા છે અને તેમાં નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ, હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ તથા અન્ય   સૂક્ષ્મ  ફાયનાન્સ સંસ્થાઓના ઓછા દરના ધિરાણોને પણ આવરી લેવામાં આવશે. ભારત સરકાર જાહેર ક્ષેત્રની બેંકોને 20 ટકા સુધીની પ્રથમ લૉસ સૌવરીન ગેરંટી પૂરી પાડશે.

 

  1. વીજ વિતરણ કરતી કંપનીઓને રૂ.90,000 કરોડ સુધીની પ્રવાહિતા પૂરી પાડવામાં આવશે

પાવર ફાયનાન્સ કોર્પોરેશન અને રૂરલ ઈલેક્ટ્રીફિકેશન કોર્પોરેશન બે સરખા હપ્તામાં વીજ વિતરણ કરતી કંપનીઓમાં રૂ.90,000 કરોડ સુધીની પ્રવાહિતા પૂરી પાડશે. વીજ વિતરણ કરતી કંપનીઓ રકમનો ઉપયોગ ટ્રાન્સમિશન અને વીજ ઉત્પાદન કરતી કંપનીઓના બાકી લ્હેણાં ચૂકવવામાં કરી શકશે. ઉપરાંત સીપીએસઈ જેન્કો વીજ વિતરણ કરતી કંપનીઓને ફીક્સ ચાર્જ સ્વરૂપે છેલ્લા ગ્રાહક સુધી રાહત પૂરી પાડવાની શરતે રિબેટ આપશે.

  1. કોન્ટ્રાક્ટરોને રાહત

રેલવે, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય તથા સીપીડબલ્યુડી ઈપીસી અને કન્સેશન એગ્રીમેન્ટ સહિત કોન્ટ્રાક્ટની જવાબદારી પૂર્ણ કરવા માટે 6 માસનો સમય લંબાવી આપશે.

  1. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટસને રાહત

રાજ્ય સરકારોને રેરા હેઠળ કાબુ બહારના સંજોગોનો માપદંડ લાગુ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તમામ રજીસ્ટર્ડ પ્રોજેક્ટસ માટે રજીસ્ટ્રેશન અને પૂર્ણ કરવાની તારીખ 6 માસ અને કદાચ તે પછી વધુ 3 માસ રાજ્યની સ્થિતિ પ્રમાણે લંબાવવાની છૂટ આપી શકાશે. સાથે સાથે વિવિધ વૈધાનિક નિયમોના પાલનની મર્યાદા પણ લંબાવી શકાશે.

 

  1. બિઝનેસને કર રાહત

ચેરીટેબલ ટ્રસ્ટસ અને નૉન-કોર્પોરેટ બિઝનેસ માટે તથા માલિકી, ભાગીદારી અને એલએલપી એકમોનું તથા સહકારી સંસ્થાઓનું આવક વેરાનું પેન્ડીંગ રિફંડ તાત્કાલિક ચૂકવી દેવામાં આવશે.

  1. કર સંબંધી પગલાં

 

  • ટેક્સ ડિડક્શન એટ સોર્સઅનેટેક્સ કલેક્ટેડ એટ સોર્સના દરમાં ઘટાડો નાણાંકિય વર્ષ 2020-21ના બાકીના સમય માટે નિવાસીઓને તમામ બિન-વેતની ચૂકવણીઓ અને ટેક્સ કલેક્ટેડ એક્ટ સોર્સના દરમાં નિર્ધારિત દરના 25 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. આના કારણે રૂ.50,000 કરોડ જેટલી પ્રવાહિતા પ્રાપ્ત થશે. નાણાંકિય વર્ષ 2020-21ના એસેસમેન્ટ વર્ષના તમામ ઈન્કમટેક્સ રિટર્ન માટેની તારીખ લંબાવીને 30 નવેમ્બર, 2020 કરવામાં આવી છે.
  • સમાન પ્રકારે ટેક્સ ઓડિટ માટેની નિર્ધારિત તારીખ પણ 31 ઓક્ટોબર, 2020 સુધી લંબાવવામાં આવશે.
  • વિવાદ સે વિશ્વાસયોજના હેઠળ વધારાની રકમ સિવાય ચૂકવણી કરવાની તારીખ લંબાવીને 31 ડિસેમ્બર, 2020 કરવામાં આવી છે.

 

GP/DS


(Release ID: 1623661) Visitor Counter : 743