ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે ટ્રેનો દ્વારા લોકોને મુસાફરી સુવિધાજનક બનાવવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડ્યા


માત્ર કન્ફર્મ ઇ-ટિકિટ હશે તેવા મુસાફરોને જ આવનજાવન અને રેલવે સ્ટેશનમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે

માત્ર એવા લોકોને જ ટ્રેનમાં જવાની મંજૂરી આપવામાં આવશે જેમનામાં કોરોના બીમારીના કોઇ પણ લક્ષણો ન દેખાતા હોય

તમામ મુસાફરો ટ્રેનમાં પ્રવેશે ત્યારે અને મુસાફરી દરમિયાન ફેસ કવર/ માસ્ક અવશ્ય પહેરે તે સુનિશ્ચિત કરવામાં આવશે

Posted On: 11 MAY 2020 2:41PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MAH) દ્વારા ટ્રેનોમાં લોકોની મુસાફરી વધુ સુવિધાજનક કરવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડવામાં આવ્યા છે.

માત્ર કન્ફર્મ -ટિકિટ ધરાવતા મુસાફરોને આવનજાવન અને રેલવે સ્ટેશનમાં પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવશે. તમામ મુસાફરોનું ફરજિયાત તબીબી તપાસ (સ્ક્રિનિંગ) કરવામાં આવશે. માત્ર એવા લોકોને ટ્રેનમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે જેમનામાં કોરોના વાયરસની બીમારીના કોઇ પણ લક્ષણો દેખાતા હોય. મુસાફરી દરમિયાન અને રેલવે સ્ટેશનો પર તમામ મુસાફરોએ સ્વાસ્થ્ય/ સ્વચ્છતા સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવું પડશે અને સામાજિક અંતર જાળવી રાખવાના દિશાનિર્દેશોનું પણ ચુસ્ત પાલન કરવાનું રહેશે.

તમામ મુસાફરોને સ્ટેશન પર તેમજ કોચમાં પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ હેન્ડ સેનિટાઇઝર આપવામાં આવશે. ઉપરાંત, પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે, તમામ મુસાફરો પ્રવેશ કરતી વખતે અને મુસાફરી દરમિયાન ફેસ કવર/ માસ્ક અવશ્ય પહેરેલું રાખે. પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા બાદ સંબંધિત મુસાફરોએ ગંતવ્ય સ્થાન વાળા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય સાથે પરામર્શ પછી રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનોની આવનજાવનની મંજૂરી ક્રમબદ્ધ રીતે આપવામાં આવશે.

 

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવેલો સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો

 

GP/DS(Release ID: 1622960) Visitor Counter : 162