રેલવે મંત્રાલય
ભારતીય રેલવે દ્વારા પસંદગીની મુસાફર સેવાઓ તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવશે
Posted On:
10 MAY 2020 8:26PM by PIB Ahmedabad
ભારતીય રેલવે 12 મે 2020થી તેમની મુસાફર ટ્રેન સેવાઓ તબક્કાવાર ફરી શરૂ કરવાની યોજનામાં છે જેમાં શરૂઆતમાં 15 જોડીમાં (30 રીટર્ન મુસાફરી) ટ્રેનોનું પરિચાલન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનો નવી દિલ્હી સ્ટેશનથી દીબ્રુગઢ, અગરતલા, હાવરા, પટણા, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઇ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી વચ્ચે વિશેષ ટ્રેનો તરીકે ચાલશે.
ત્યારબાદ, ભારતીય રેલવે દ્વારા કોવિડ-19 સંભાળ કેન્દ્રો માટે 20,000 અનામત રાખીને તેમજ ફસાયેલા પરપ્રાંતીયો માટે દરરોજ 300 જેટલી “શ્રમિક વિશેષ ટ્રેનો” ચલાવવા માટે પૂરતા પ્રમાણમાં કોચ ઉપલબ્ધ કરાવ્યા પછી કોચની ઉપલબ્ધતાના આધારે નવા રૂટ્સ પર વધુ વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવશે.
આ ટ્રેનો માટે 11 મેના રોજ સાંજે 4 વાગ્યાથી બુકિંગ શરૂ થશે અને માત્ર IRCTCની વેબસાઇટ (https://www.irctc.co.in/) પર બુકિંગ મળી શકશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગના કાઉન્ટર બંધ રહેશે અને કોઇ પ્રકારની કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) ઇશ્યુ કરવામાં આવશે નહીં. માત્ર કન્ફર્મ થયેલી માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે. મુસાફરોએ ફરજિયાતપણે ફેસ કવર માસ્ક પહેરવાનો રહેશે અને પ્રસ્થાન વખતે સ્ક્રિનિંગ પણ કરવવાનું રહેશે અને માત્ર જે મુસાફરોમાં કોઇ લક્ષણો ન દેખાતા હોય તેમને ટ્રેનમાં બેસવા દેવામાં આવશે. ટ્રેનના સમયપત્રક સહિતની વધુ વિગતો સમય સમયે અલગથી બહાર પાડવામાં આવશે.
(Release ID: 1622851)
Visitor Counter : 313
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada