સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19ના વ્યવસ્થાપનમાં સહાય માટે કેન્દ્રની ટીમોને રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે

Posted On: 09 MAY 2020 9:04PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આજે કોવિડ-19ના કેસોની સંખ્યા સૌથી વધુ ઝડપથી વધી છે/ વધી રહી છે તેવા 10 રાજ્યોમાં કેન્દ્રની ટીમો નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ ટીમો રાજ્યોના આરોગ્ય વિભાગોને કોવિડ-19 મહામારીના ઉપદ્રવના વ્યવસ્થાપનમાં મદદરૂપ થશે.

આ ટીમોમાં MoHFWના વરિષ્ઠ અધિકારી સંયુક્ત સચિવ સ્તરના એક નોડલ અધિકારી અને એક જાહેર આરોગ્ય નિષ્ણાત રહેશે. આ ટીમો રાજ્યોના આરોગ્ય વિભાગોને તેમના જિલ્લાઓ/ શહેરોમાં ચેપગ્રસ્ત વિસ્તારોમાં આ બીમારીના નિયંત્રણ માટે વિવિધ પગલાંના અમલીકરણમાં મદદ કરશે. આ ટીમો જે રાજ્યોમાં મોકલવાની છે તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

1. ગુજરાત

2. તામિલનાડુ

3. ઉત્તરપ્રદેશ

4. દિલ્હી

5. રાજસ્થાન

6. મધ્યપ્રદેશ

7. પંજાબ

8. પશ્ચિમ બંગાળ

9. આંધ્રપ્રદેશ

10.તેલંગાણા

સૌથી વધુ કેસોનું ભારણ ધરાવતા જિલ્લાઓમાં અગાઉ જાહેર આરોગ્ય નિષ્ણાતોની 20 કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી હતી તે ઉપરાંત આ ટીમો નિયુક્ત કરવામાં આવી રહી છે.

તાજેતરમાં મુંબઇમાં કોવિડ-19 પ્રતિક્રિયા અને વ્યવસ્થાપન માટે રાજ્યના પ્રયાસોમાં સહકાર આપવા એક ઉચ્ચ સ્તરીય ટીમ નિયુક્ત કરવામાં આવી છે.

 

SD/GP


(Release ID: 1622602) Visitor Counter : 266