ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

કેન્દ્રીય અન્ન અને જાહેર વિતરણ મંત્રીએ કહ્યું કે PM-GKAY હેઠળ સમગ્ર દેશમાં અંદાજે 80 કરોડ લોકોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને દાળનો પૂરવઠો પહોંચાડવાની મહા કવાયત ચાલી રહી છે


શ્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, FCIએ કુલ 2641 રેકમાં 74 LMT ખાદ્યાન્નનો જથ્થો લોડ કરીને અત્યાર સુધીમાં સર્વાધિક જથ્થાનો વિક્રમ સ્થાપિત કર્યો

મંત્રીએ કહ્યું કે, દેશમાં ત્રણ મહિના સુધી અંદાજે 19.50 કરોડ પરિવારોને વિનામૂલ્યે દાળ આવા માટે NAFED દ્વારા મોટું ઓપરેશન ચાલી રહ્યું છે

ખાદ્યાન્નની કોઇ જ અછત નથી; ખરીદીની કામગીરી બરાબર ચાલી રહી છે: શ્રી પાસવાન

Posted On: 08 MAY 2020 5:24PM by PIB Ahmedabad

PM-GKAY અંતર્ગત ખાદ્યાન્નનું વિતરણ

 “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત તમામ રાજ્યોને જરૂરિયાત મુજબ ખાદ્યાન્નના વિતરણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થઇ રહે તે માટે આ જથ્થો તૈયાર રાખવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસ પાસવાને આજે જણાવ્યું હતું કે, FCIએ પહેલાંથી જ 2641 રેક (ઘઉં અને ચોખા સહિત)માં આ તરફથી જથ્થો લોડ કરી દીધો છે અને અંદાજે 73.95 LMT (55.38 LMT ચોખા અને 18.57 LMT ઘઉં) જથ્થો લોડ કરવામાં આવ્યો છે. આ અત્યાર સુધીમાં સર્વાધિક જથ્થાનો વિક્રમ છે કારણ કે ખાદ્યાન્નના જથ્થાની આ ભારે/ વિપુલ હેરફેર 24.03.2020 (દેશમાં લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો તે તારીખ) થી 08.05.2020 સુધીના સમયગાળામાં થઇ છે.

તેમણે જણાવ્યું હતું કે, 21 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ PM-GKAY અંતર્ગત એપ્રિલ મહિના માટે 90%થી વધુ વિતરણનું કામ પૂરું કરી દીધું છે જેમાં આ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 41.35 કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. કેટલાક રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો જેમકે આંદામાન અને નિકોબાર ટાપુ, દાદરા અને નગર હવેલી અને દીવ, મધ્યપ્રદેશ, ઓડિશા, પુડુચેરી, હિમાચલ પ્રદેશ વગેરેમાં PMGKAY અંતર્ગત બે મહિનાના ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

 

મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, 6 કરોડ વિશેષ SMS 20 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા NFSA રેશનકાર્ડ ધારકોને PMGKAY અંતર્ગત વધારાના વિનામૂલ્યે ખાદ્યાન્નના વિતરણની જોગવાઇ વિશે જાગૃતિ ફેલાવવાના આશયથી મોકલવામાં આવ્યા છે.

 

PM-GKAYનો ઉદ્દેશ્ય કોવિડ-19 મહામારીના કારણે દેશમાં ઉભી થયેલા વિવિધ આર્થિક વિક્ષેપોના કારણે ગરીબોને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાંથી રાહત આપવાનો છે. આ પેકેજ અંતર્ગત સરકાર કોઇપણ ગરીબ નિઃસહાય પરિવાર/ વ્યક્તિ આગામી ત્રણ મહિનામાં ઉભા થતા વિક્ષેપોના કારણે ખાદ્યાન્નની ઉપલબ્ધતાના અભાવે પીડાય નહીં તે સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય રાખે છે.

 

તદઅનુસાર, અન્ન અને જાહેર વિતરણ વિભાગે પણ આ સંદર્ભે અંદાજે 80 કરોડ NFSA લાભાર્થીઓને PM-GKAY યોજના અંતર્ગત તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એપ્રિલ થી જૂન 2020 સુધીના ત્રણ મહિનાના સમયમાં વધારાના ખાદ્યાન્નના વિતરણ અંગે લેવાયેલા નીતિગત નિર્ણયની જાહેરાત કરી હતી. આમાં એવા કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ સમાવી લેવામાં આવ્યા છે જે DBT કેશ ટ્રાન્સફર મોડમાં છે.

 

PM-GKAY અંતર્ગત દાળનું વિતરણ

શ્રી પાસવાને જણાવ્યું હતું કે, ખાદ્યાન્ન ઉપરાંત સરકાર દેશમાં અંદાજે 19.50 કરોડ પરિવારોને ત્રણ મહિના સુધી દર મહિને એક કિલો દાળનું વિતરણ પણ કરી રહી છે. તેમણે કહ્યું હતુ કે, એવું પ્રથમ વખત બન્યું છે કે, ગ્રાહક બાબતોનો વિભાગ આટલા મોટા જથ્થામાં દાળની કામગીરી કરી રહ્યો છે. સરકારે આ યોજના માટે દેશમાં આવેલા નાફેડના અંદાજે 165 ગોદામનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી છે. સમગ્ર દેશમાં 100થી વધુ દાળ મિલોને અત્યાર સુધીમાં નાફેડ દ્વારા સેવામાં રોકવામાં આવી છે.

 

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અંદાજે 51,105 LMT દાળનું 21 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિતરણ થઇ ગયું છે. તેમણે કહ્યું હતું કે, દાળના પૂરવઠા અને વિતરણમાં વિલંબ થવા પાછળ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા તેમના તરપથી ચોક્કસ દાળની પસંદગી એટલે કે તુવેરની દાળ, અડદની આખી દાળ, મગની દાળ, ચણાની દાળ, આખા ચણા અથવા મસૂરની દાળ અંગે જાણ કરવામાં થયેલા વિલંબ તેમજ લૉકડાઉન દરમિયાન વિવિધ રાજ્યોમાં પરિવહનમાં સંકળાયેલા લોજિસ્ટિક્સના કારણે થયો છે. અરુણાચલ પ્રદેશમાં મ્યાનમાર સરહદે વિજયનગર અને લદ્દાખ જેવા ઘણા સ્થળોએ અત્યંત પડકારજનક સ્થિતિમાં દાળનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત, ઉત્તરપ્રદેશ જેવા કેટલાક રાજ્યોએ ખાદ્યાન્નની સાથે જ દાળનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે જેથી સામાજિક સંપર્ક ઓછો કરી શકાય તેના કારણે પણ વિતરણમાં વિલંબ થયો છે.

 

17 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ હેઠળ

શ્રી પાસવાને જણાવ્યું હતું કે, એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજના હેઠળ વધુ 5 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ તેમજ દાદાર અને નગરહવેલી અને દમણ અને દીવને રાષ્ટ્રીય ક્લસ્ટર એકીકૃત કરવાનું કહેવામાં આવ્યું છે. આ ક્લસ્ટર પહેલાંથી 12 રાજ્યો – આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપૂરામાં 1 જાન્યુઆરી 2020થી અમલમાં છે. હવે, કુલ 17 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો રાષ્ટ્રીય ક્લસ્ટર સાથે એકીકૃત છે જે 60 કરોડ NFSA લાભાર્થીઓને 17 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેમના હકનો ખાદ્યાન્નનો જથ્થો વ્યાજબી ભાવની તેમની પસંદની કોઇપણ દુકાનેથી સમાન/ હાલમાં તેમની પાસે રહેલા રેશન કાર્ડનો ઉપયોગ કરીને ખરીદ કરવા માટે રાષ્ટ્રીય/ આંતર રાજ્ય પોર્ટેબલિટીની સુવિધા આપે છે.

 

FCI દ્વારા ખાદ્યાન્નની ખરીદી બરાબર ચાલી રહી છે

શ્રી પાસવાને ખાતરી આપી હતી કે, વધતી માંગને પહોંચી વળવા માટે ખાદ્યાન્નનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ખરીદીની પ્રક્રિયા પણ બરાબર ચાલી રહી છે. 08.05.2020 સુધીમાં રવી માર્કેટિંગ મોસમ (RMS) 2020-21માં કુલ 226.85 LMT ઘઉંની ખરીદી કરવામાં આવી છે જ્યારે સમાન સમય ગાળા માટે RMS 2019-20માં 277.83 LMT ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. આથી, વર્તમાન મોસમમાં ઘઉંની ખરીદી અગાઉની મોસમમાં સમાન સમયગાળાની તુલનાએ 18.35% ઓછી છે. તેમણે કહ્યું કે, 06.05.2020 સુધીમાં ખરીદ માર્કેટિંગ મોસમ (KSM) 2019-20માં કુલ 439.02 LMT ચોખાની ખરીદી કરવામાં આવી છે જ્યારે સમાન ખરીદીના સમયગાળામાં KMS 2018-19માં 398.13 LMT ચોખાની ખરીદી કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આમ, વર્તમાન મોસમમાં ચોખાની ખરીદી અગાઉની મોસમમાં સમાન સમયગાળાની તુલનાએ 10.27% વધુ છે.

RMS 2020-21માં ઘઉં અને ચોખાની ખરીદી સામાન્યપણે 1 એપ્રિલ સુધીમાં પુરી થઇ જાય છે. પરંતુ કોવિડ-19ના કારણે ઉભી થયેલી સ્થિતિમાં મોટાભાગના રાજ્યોએ આ પ્રક્રિયા 15 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી છે.

પ્રવર્તમાન અભૂતપૂર્વ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રવી માર્કેટિંગ મોસમ (RMS) 2020-21 દરમિયાન ઘઉંની ખરીદી અને ખરીફ માર્કેટિંગ મોસમ (KMS) 2019-20માં રવી પાકના ચોખાની ખરીદીની કામગીરી ઘઉં અને ડાંગર/ ચોખા માટે અનુક્રમે અગાઉની RMS -2019-20 અને KMS 2018-19 દરમિયાન ખરીદીનો લક્ષ્ય/ અંદાજ ધ્યાનમાં રાખીને હંગામી ધોરણે કરવામાં આવે.

રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે, ખરીદીની પ્રક્રિયા તબક્કાવાર કરવામાં આવે જેથી મોટી સંખ્યામાં એક સાથે ખેડૂતોની ભીડ એકઠી થવાનું ટાળી શકાય અને કેટલાક પ્રકારની ટોકન સિસ્ટમ પણ આ માટે અમલમાં મુકવી જોઇએ. શક્ય હોય ત્યાં સુધી મોટી સંખ્યામાં ખરીદી કેન્દ્રો વધારી શકાય જેથી સામાજિક અંતરનું પાલન કરીને તેમજ આ કેન્દ્રો પર સ્વચ્છતા જાળવીને ખરીદીની કામગીરી સંપન્ન થઇ શકે.

શ્રી પાસવાને જણાવ્યું હતું કે, અન્ન અને જાહેર વિતરણ વિભાગે કોવિડ-19ના કારણે લૉકડાઉનના પગલે ખાદ્યાન્નના પેકિંગ માટે શણના કોથળા/ ગાંસડીઓની અછતના કારણે ઉભી થતી સ્થિતિનું આકલન કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે અને વપરાયેલા થેલામાં તેમજ HDPE /PPE બેગ્સ (સામાન્યપણે ખાદ્યાન્ન અને ખાસ કરીને ઘઉંના પેકિંગ માટે વપરાતા પ્લાસ્ટિકના થેલા)નો ઉપયોગ કરવા માટે માટે માર્ગદર્શિકામાં રાહત આપી છે.

SD/GP


(Release ID: 1622184) Visitor Counter : 287