સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ડૉ. હર્ષવર્ધને ઉત્તરપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ના વ્યવસ્થાન માટે તૈયારીઓ અને નિયંત્રણના પગલાંની સમીક્ષા કરી
Posted On:
07 MAY 2020 5:39PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીએ ઉત્તપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીઓ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ ત્રણ રાજ્યોમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે તૈયારીઓ અને નિયંત્રણ માટેના પગલાંઓ અંગે સમીક્ષા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, 7 મે 2020ના રોજની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19ના કુલ 52,952 કેસ નોંધાયા છે જેમાંથી 15,266 દર્દી સાજા થઇ ગયા છે અને 1,783 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3561 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે અને 1084 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
તેમણે ઉમેર્યું હતું કે, અન્ય દેશોની તુલનાએ ભારતમાં મૃત્યુદર 3.3% અને સાજા થવાનો દર 28.33% છે જે બહેતર સ્થિતિ સુચવે છે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, એક્ટિવ કેસોમાંથી ICUમાં 4.8% દર્દીઓ છે, 1.1% વેન્ટિલેટર પર છે અને 3.3% ઓક્સિજન સપોર્ટ પર છે. દેશમાં પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી છે અને અત્યારે રોજના 95,000 પરીક્ષણો થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 13,57,442 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આજદિન સુધીમાં, 180 જિલ્લામાં છેલ્લા 7 દિવસથી, 180 જિલ્લામાં 7 થી 13 દિવસથી, 164 જિલ્લામાં 14થી 20 દિવસથી અને 136 જિલ્લામાં 21થી 28 દિવસથી કોવિડના કોઇ નવા કેસ નોંધાયા નથી. આગામી દિવસોમાં રાજ્યોમાં વિસ્થાપિત શ્રમિકો મોટી સંખ્યામાં આવી પહોંચશે તેને ધ્યાનમાં રાખીને, ડૉ. હર્ષવર્ધને રાજ્યોને ખૂબ જ મજબૂત વ્યૂહનીતિ અને વ્યવસ્થાતંત્ર ઘડવા કહ્યું હતું જેથી તેમના પરીક્ષણ, ક્વૉરેન્ટાઇન અને પોઝિટીવ કેસોની સારવારની જરૂરિયાતને પહોંચી શકાય.
તેમના પરીક્ષણ, સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન અને જરૂર પડે તો સારવાર માટે અસરકારક વ્યૂહનીતિ પણ જરૂર હોવાનું તેમણે કહ્યું હતું. રાજ્યોને માહિતી આપવામાં આવી હતી કે, 1075 ઉપરાંત હેલ્પલાઇન નંબર 104 પણ બિન-કોવિડ આવશ્યક સેવાઓની ફરિયાદોના નિવારણ માટે ઉપયોગમાં લઇ શકાય છે અને આ સેવાઓની ઉપલબ્ધતા વગેરે અંગે માહિતી માટે પણ તેનો ઉપયોગ થઇ શકે છે. ચેપી રોગને ફેલાતો રોકવા માટે પૂરતા પ્રમાણમાં પગલાં પણ લેવામાં આવે તેવી તેમણે સલાહ આપી હતી.
GP/DS
(Release ID: 1621927)
Visitor Counter : 243
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada