સંસ્કૃતિ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર વર્ચ્યુઅલ ‘વૈશાખ વૈશ્વિક ઉજવણી’ને સંબોધન કર્યું


વર્ચ્યુઅલ પ્રાર્થના કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાંથી બૌદ્ધ સંઘના વડાઓએ ભાગ લીધો

આ કાર્યક્રમ કોવિડ-19ના અગ્ર હરોળના યોદ્ધાઓ અને ભોગ બનેલાઓના સન્માનમાં વૈશ્વિક પ્રાર્થના સપ્તાહ તરીકે સમર્પિત કરવામાં આવ્યો છે

Posted On: 07 MAY 2020 5:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે વર્ચ્યુઅલ વૈશાખ વૈશ્વિક ઉજવણીમાં સંબોધન કર્યું હતું. વર્ચ્યુઅલ રીતે આયોજિત કરવામાં આવેલ કાર્યક્રમમાં સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને પ્રવાસન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદ સિંહ પટેલ અને યુવા બાબતો અને ખેલકૂદ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી શ્રી કીરેન રીજ્જુએ પણ ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધનું જીવન, શિક્ષાઓ અને તેમના સંદેશે સમગ્ર વિશ્વની અંદર લોકોના જીવનને સિંચિત કરવાનું ચાલુ રાખ્યું છે. તેમનો સંદેશ કોઈ ચોક્કસ સંજોગો અથવા કોઈ એક વિષય સુધી મર્યાદિત નથી. સમય બદલાયો, પરિસ્થિતિ બદલાઈ, સમાજની કામ કરવાની રીત બદલાઈ પરંતુ ભગવાન બુદ્ધનો સંદેશ હંમેશાથી આપણા જીવનમાં વહેતો રહ્યો છે. બુદ્ધ માત્ર એક નામ નથી પરંતુ એક પવિત્ર વિચાર પણ છે, એક એવો વિચાર કે જે પ્રત્યેક માનવી હૃદયમાં ધબકે છે અને માનવ સમાજને માર્ગદર્શન પૂરું પાડે છે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે મિત્રો, ભગવાન બુદ્ધનો પ્રત્યેક શબ્દ અને પ્રત્યેક સંવાદ માનવતાની સેવા કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. બુદ્ધ ભારતના બોધ અને આત્મસાક્ષાત્કાર બનેના પ્રતિક સમાન છે. આત્મસાક્ષાત્કારની સાથે ભારત સંપૂર્ણ માનવ સમુદાય અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યું છે અને ભવિષ્યમાં કાર્ય કરવાનું ચાલુ રાખશે. ભારતની પ્રગતી સમગ્ર વિશ્વની પ્રગતીમાં હંમેશા મદદરૂપ બનશે.

શ્રી નરેન્દ્ર મોદીના સંપૂર્ણ સંબોધન માટે મહેરબાની કરી નીચેની લીંક ઉપર ક્લિક કરો

https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1621741

પ્રસંગે બોલતા સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને પ્રવાસન રાજ્ય મંત્રી  (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર સૌને અભિનંદન આપ્યા હતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમણે બુદ્ધ પૂર્ણિમાને 2015માં રાષ્ટ્રીય ઉજવણી તરીકે ઉજવવાની એક પહેલ શરુ કરી હતી. શ્રી પટેલે જણાવ્યું કે ભગવાન બુદ્ધ આપણને પ્રેમ અને અહિંસાની શક્તિ વડે પરિચિત કરાવે છે. ભગવાન બુદ્ધ સમગ્ર વિશ્વને શીખવ્યું છે કે અહિંસા જ્ઞાનની ભાષા છે. તેમણે કહ્યું કે ભગવાન બુદ્ધ સમગ્ર વિશ્વને પ્રેમની ભાષા શીખવે છે. શ્રી પટેલે તેમના સંબોધન દરમિયાન ભગવાન બુદ્ધના પ્રચારના કેટલાક ઉદાહરણો પણ ટાંક્યા હતા.

યુવા બાબતો અને ખેલકૂદ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને લઘુમતી બાબતો માટેના રાજ્ય મંત્રી શ્રી  કિરેન રિજિજુએ જણાવ્યું હતું કેમને અત્યંત હર્ષનો અનુભવ થઇ રહ્યો છે કે કોવિડ-19ના સમયમાં પણ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો એક પરિવારની માફક વર્ચ્યુઅલ રીતે અહીં એકત્રિત થયા છે. હું માનું છું કે વસુધૈવ કુટુંબકમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે જેનો અર્થ થાય છે કે સંપૂર્ણ વિશ્વ એક પરિવાર છે.”

સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા એક વૈશ્વિક બુદ્ધિસ્ટ છત્ર આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કન્ફેડરેશન (IBC) સાથે સહકાર સાધીને એક વર્ચ્યુઅલ પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં સમગ્ર વિશ્વમાંથી બુદ્ધ સંઘના વડાઓએ ભાગ લીધો હતો. સમગ્ર વિશ્વમાં કોવિડ-19 મહામારીની ફેલાયેલ અસરના કારણે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી વર્ચ્યુઅલ સામુહિક કાર્યક્રમના માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. કોવિડ-19ના આગળની હરોળના યોદ્ધાઓ અને તેનો ભોગ બનેલાના સન્માનમાં એક વૈશ્વિક પ્રાર્થના સપ્તાહ તરીકે પણ તેને સમર્પિત કરવામાં આવ્યો છે.

પ્રસંગે પ્રાર્થના કાર્યક્રમને મહાબોધિ મંદિર, બોધગયા, મુલગંધા કુટી વિહાર, સારનાથ, ભારત, પરીનિર્વાણ સ્તૂપ, કુશીનગર, ભારત; સેક્રેડ ગાર્ડન લુમ્બિની, નેપાળ; પવિત્ર અને ઐતિહાસિક અનુરાધાપુરા સ્તૂપ, શ્રી લંકામાં રુવાનવેલી મહા સેયામાંથી પીરીઠ ચેન્ટીંગ, બૌદ્ધનાથ સ્વયંભૂ, નમો સ્તુપ, નેપાળ ઉપરાંત અન્ય પ્રખ્યાત બૌદ્ધ સ્થળો પરથી લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમને IBC સોશ્યલ મીડિયા હેન્ડલ પરથી ફેસબુક, યુટ્યુબ પર અને સાથે સાથે મંડલા મોબાઇલ એપ ઉપર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.

ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂતાન, કંબોડિયા, ચેઝ રિપબ્લિક, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મ્યાનમાર, મોંગોલિયા, મલેશિયા, નેપાળ, રશિયા, શ્રી લંકા, સિંગાપુર, તાઇવાન, વિયેતનામ અને અન્ય સ્થળો પરથી વિશાળ સંખ્યામાં કાર્યક્રમને જોવામાં આવ્યો હતો.

વૈશાખ બુદ્ધ પૂર્ણિમાને ત્રણ રીતે આશીર્વાદ પ્રાપ્ત દિવસ તરીકે માનવામાં આવે છે કારણ કે તે તથાગત ગૌતમબુદ્ધના જન્મ, નિર્વાણ અને મહાપરીનિર્વાણની ઉજવણી કરે છે.

GP/DS


(Release ID: 1621925) Visitor Counter : 268