ગૃહ મંત્રાલય
કેટલીક શ્રેણી સિવાય ભારતમાં આવતાં અને ભારતમાંથી બહાર જતાં મુસાફરોની આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી ઉપર પ્રતિબંધ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી વિદેશીઓને આપવામાં આવેલા તમામ પ્રવર્તમાન વીઝા મોકુફ રહેશે
Posted On:
05 MAY 2020 8:00PM by PIB Ahmedabad
દેશમાં કોવિડ-19 મહામારી ચાલુ રહેવાના કારણે કેન્દ્રીય ગૃહ બાબતોના મંત્રાલયે 17.04.2020ના રોજ વિદેશીઓને આપવામાં આવેલા તમામ વીઝા મોકુફ રાખવાનો નિર્ણય ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે રાજદ્વારી અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર/ આંતરરાષ્ટ્રીય સંગઠનો, રોજગાર અને પ્રોજેક્ટની શ્રેણીમાં આવતાં લોકોને 3 મે, 2020 સુધી આ નિર્ણય લાગુ પડશે નહીં. (https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615500)
આ બાબત ઉપર પુનઃવિચારણાં હાથ ધરાતાં હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભારત સરકાર દ્વારા ભારતમાં આવતાં કે ભારતમાંથી બહાર જતાં મુસાફરોનો આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી ઉપર પ્રતિબંધ ઉઠાવી લેવામાં ન આવે ત્યાં સુધી રાજદ્વારી અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર/ આંતરરાષ્ટ્રીય સંગઠનો, રોજગાર અને પ્રોજેક્ટ શ્રેણીના વ્યક્તિઓ સિવાય વિદેશી નાગરિકોને આપવામાં આવેલા તમામ પ્રવર્તમાન વીઝા મુલતવી રહેશે.
સત્તાવાર આદેશ જોવા માટે અહીં કલિક કરો
GP/DS
(Release ID: 1621306)
Visitor Counter : 267