પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગલના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો કોસ્ટા વચ્ચે ફોન પર વાત થઈ

Posted On: 05 MAY 2020 7:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફોન કોલ પર પોર્ટુગલના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો કોસ્ટા સાથે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરીમાં ભારતમાં પોર્ટુગલના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી માર્સેલો રિબેલો દા સૂસાની મુલાકાતને યાદ કરી હતી.

બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાની સ્થિતિ વિશે અને કોરોનાની સ્વાસ્થ્ય અને આર્થિક અસરને નિયંત્રણમાં લેવા બંને દેશો દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ કટોકટીનું અસરકારક રીતે સંચાલન કરવા માટે પ્રધાનમંત્રી કોસ્ટાની પ્રશંસા કરી હતી.

બંને નેતાઓએ જણાવ્યું હતું કે, સક્રિય રાષ્ટ્રીય પગલાં વાયરસના પ્રસારને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થયા હતા. તેમણે એકબીજાને સ્થિતિનું સમાધાન કરવા શક્ય તમામ મદદ આપવાની ઓફર કરી હતી તથા કોવિડ-19 સામેની લડતમાં સંશોધન અને નવીનતા પર જોડાણ કરવા સંમતિ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારતીય પ્રવાસીઓને પોર્ટુગલમાં વિઝાની વેલિડિટી લંબાવવા માટે પ્રધાનમંત્રી કોસ્ટાનો આભાર માન્યો હતો, જેઓ લોકડાઉનને કારણે પરત ફરી શક્યા નહોતા. પ્રધાનમંત્રી કોસ્ટાએ ભારતમાં પોર્ટુગીઝ નાગરિકોને ભારતીય સત્તામંડળોને પ્રદાન કરેલી સુવિધા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓ એકબીજાના સંપર્કમાં રહેવા સંમત થયા હતા અને કટોકટીની બદલાતી સ્થિતિ અને કોવિડ પછીના સંદર્ભ પર એકબીજા સાથે ચર્ચા કરી હતી.

 

 

 

GP/DS



(Release ID: 1621305) Visitor Counter : 219