ગૃહ મંત્રાલય

‘સરદાર પટેલ રાષ્ટ્રીયતા એકતા પુરસ્કાર’ માટે નામાંકન મંગાવવાની તારીખ 30 જૂન 2020 સુધી લંબાવવામાં આવી

Posted On: 04 MAY 2020 10:00AM by PIB Ahmedabad

ભારત સરકારે ભારતની એકતા અને અખંડિતાને પ્રોત્સાહન આપવામાં ઉલ્લેખનીય યોગદાન બદલ સરદાર વલ્લભભાઇ પટેલના નામે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારના રૂપમાં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કારની શરૂઆત કરી છે.

આ પુરસ્કાર દ્વારા આ ક્ષેત્રમાં વિવિધ વ્યક્તિઓ અથવા સંસ્થાઓ અથવા સંગઠનોએ કરેલા ઉલ્લેખનીય અને પ્રેરક યોગદાનને બિરદાવવામાં આવે છે. આ સાથે જ આ પુરસ્કાર મજબૂત અને સંયુક્ત ભારતના મૂલ્ય પર વિશેષ ભાર આપે છે.

આ સંબંધિત એક અધિસૂચના 20 સપ્ટેમ્બર 2019ના રોજ બહાર પાડવામાં આવી હતી જે અંતર્ગત આ પુરસ્કાર માટે નામાંકન/ ભલામણો મંગાવવામાં આવી હતી. આ પુરસ્કાર સંબંધિત વિગતો www.nationalunityawards.mha.gov.in પર ઉપલબ્ધ છે.

ઉપરોક્ત પોર્ટલના માધ્યમથી નામાંકન ઑનલાઇન મંગાવવાની તારીખ 30 જૂન 2020 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

SD/NG



(Release ID: 1620869) Visitor Counter : 183