સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ

Posted On: 03 MAY 2020 4:19PM by PIB Ahmedabad

ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજની મુલાકાત લઇને કોવિડ-19 વ્યવસ્થાપનની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે ડાયરેક્ટરની ઓફિસ, ઇમરજન્સી, OPD, સેમ્પલિંગ કેન્દ્ર, કોવિડ બ્લૉકમહત્વપૂર્ણ વિસ્તારો, રેડ ઝોન વિસ્તાર અને ડૉક્ટરો તેમજ આરોગ્ય કર્મચારીઓની ચેન્જિંગ સુવિધાની મુલાકાત લીધી હતી.

ડૉ. હર્ષવર્ધને સંતોષ વ્યક્ત કર્યો હતો કે, અહીંયા ડૉક્ટરો અને આરોગ્ય સ્ટાફને ઓન્કોલોજી ઇમારત, વિશેષ કોવિડ 19 સુવિધાના સ્થળે પોતાને જંતુમુક્ત રાખવા માટે તેમને વિશેષ સ્નાન, ચેન્જિંગ અને સ્પ્રેના છંટકાવની સુવિધા આપવામાં આવી છે. અગ્ર હરોળમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ સ્થિતિ સામે અસરકારક રીતે સામનો કરી શકે તે માટે હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા નિયમિત દિવસમાં બે વખત વાતચીત કરવામાં આવે છે તે પ્રયાસોની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી.

ડૉ. હર્ષવર્ધને ભારતના લોકોને લૉકડાઉન 3.0 (17 મે 2020)નું અક્ષરશઃ પાલન કરવાની વિનંતી કરી હતી કારણ કે કોવિડ 19ના સંક્રમણની સાંકળ તોડવા માટે એકમાત્ર અસરકારક રીત છે. તેમણે દેશવાસીઓને વિનંતી કરી હતી કે, કોવિડ-19 દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો અને સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરવી અને જેઓ કોવિડ-19 બીમારીનો સામનો કરી રહ્યા છે તેવા દર્દીઓ સાથે પણ ખરાબ વ્યવહાર કરવો.

દેશમાં અત્યાર સુધીમાં 10,632 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 682 દર્દી સાજા થઇ ગયા છે. જે 26.59% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 39,980 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2644 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]inપર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS



(Release ID: 1620640) Visitor Counter : 216