માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ નવી દિલ્હીમાં ધોરણ 9 અને 10 માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું


ધોરણ 11 અને 12 માટે તથા વિષયના ભાગો માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર ટૂંક સમયમાં જાહેર થશે – શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’

Posted On: 02 MAY 2020 6:39PM by PIB Ahmedabad

આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલનિશંક ધોરણ 9 અને ધોરણ 10નું બીજા તબક્કા માટેનું વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું હતું.

પ્રસંગે મંત્રીએ કહ્યું હતું કે, કેલેન્ડર શિક્ષકોને વિવિધ ટેકનોલોજીકલ માધ્યમો અને સોશિયલ મીડિયા માધ્યમોનો ઉપયોગ કરવા અંગે શિક્ષકોને માર્ગદર્શન પ્રદાન કરશે, જેથી રસપ્રદ રીતો દ્વારા સંપૂર્ણ શિક્ષણ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. એનો ઉપયોગ વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો ઘરેથી પણ કરી શકશે. જોકે એમાં મોબાઇલ, રેડિયો, ટેલીવિઝન, એસએમએસ અને વિવિધ સોશિયલ મીડિયા જેવા માધ્યમોની સુલભતાના વિવિધ સ્તરોને ધ્યાનમાં લેવામાં આવ્યાં છે.

શ્રી પોખરિયાલે વધુમાં ઉમેર્યું હતું કે, હકીકત છે કે, આપણામાંથી ઘણા ઇન્ટરનેટ સુવિધા ધરાવતા હોય એવું બની શકે છે, અથવા વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ગૂગલ વગેરે જેવા વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરવા સક્ષમ હોય એવું બની શકે છે. કેલેન્ડર શિક્ષકોને મોબાઇલ ફોન પર એસએમએસ દ્વારા અથવા વોઇસ કોલ દ્વારા માતાપિતાઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. માતાપિતાઓને કેલેન્ડરનો અમલ કરવા પ્રાથમિક તબક્કાનાં વિદ્યાર્થીઓને મદદ મળવાની અપેક્ષા છે.

મંત્રીએ જાણકારી આપી હતી કે, ધોરણ 9 અને 10 માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર તથા આવરી લેવામાં આવેલા વિષયોના વિવિધ ભાગ ટૂંક સમયમાં જાહેર થશે. તેમણે ઉમેર્યું હતું કે, કેલેન્ડર તમામ બાળકોની જરૂરિયાત પૂર્ણ કરશે, જેમાં દિવ્યાંગ બાળકો (વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો) સામેલ છે. ઓડિયો બુક્સ, રેડિયો કાર્યક્રમો, વીડિયો કાર્યક્રમો માટે લિન્ક સામેલ કરવામાં આવશે.

શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, કેલેન્ડર રસપ્રદ અને પડકારજનક એક્ટિવિટી ધરાવતું અઠવાડિયામુજબની યોજના ધરાવે છે, જેમાં અભ્યાસક્રમ કે પાઠ્યપુસ્તકમાંથી થીમ/ચેપ્ટરનો સંદર્ભ સામેલ હશે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે કે, એમાં વિષયોનું મેપિંગ શીખવાના પરિણામો સાથે પ્રસ્તુત થશે. શિક્ષણના પરિણામો સાથે થીમના મેપિંગનો ઉદ્દેશ શિક્ષકો/માતાપિતાઓને બાળકોના અભ્યાસની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની સુવિધા પ્રદાન કરવાનો અને થીમ પાઠ્યપુસ્તક બહારની પણ હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, કેલેન્ડરમાં આપવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અભ્યાસના પરિણામો પર કેન્દ્રિત છે અને કોઈ પણ સંસાધન દ્વારા હાંસલ કરી શકાશે, જેમાં બાળકો એમના રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપયોગ કરે છે પાઠ્યપુસ્તકો સામેલ છે.

મંત્રીએ જાણકારી આપી હતી કે, કેલેન્ડરમાં કળાનું શિક્ષણ, શારીરિક કસરતો, યોગ વગેરે જેવી અનુભવજન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી છે. કેલેન્ડર વર્ગમુજબ અને વિષયવાર પ્રવૃત્તિઓ ટેબ્યુલર ફોર્મમાં ધરાવે છે. એમાં હિંદીઅંગ્રેજી, ઉર્દૂ અને સંસ્કૃત એટલે કે ચાર ભાષા સાથે સંબંધિત પ્રવૃત્તિઓ સામેલ છે. તેમણે વધુમાં જાણકારી આપી હતી કે, કેલેન્ડર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાઓ વચ્ચે ચિંતા અને તણાવ ઘટાડવા માટેની વ્યૂહરચનાઓને પણ ધરાવે છે. કેલેન્ડરમાં -પાઠશાલા, એનઆરઓઇઆર અને ભારત સરકારની દિક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ -સામગ્રી માટેની લિન્ક સામેલ છે.

તમામ પ્રવૃત્તિ મૂળે સૂચનાત્મક છે, નહીં કે વર્ણનાત્મક, કે એનો ક્રમ જાળવવો જરૂરી નથી. શિક્ષકો અને માતાપિતાઓ સાંદર્ભિક પ્રવૃત્તિઓને પસંદ કરી શકે છે અને પ્રવૃત્તિઓને એવી રીતે હાથ ધરી શકે છે કે વિદ્યાર્થીઓને એમાં રસ પડે, પછી ભલે ગમે તે ક્રમમાં હાથ ધરવામાં આવે.

એનસીઇઆરટીએ વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો સાથે ટીવી ચેનલ સ્વયંમ પ્રભા (કિશોર મંચ) (ફ્રી ડીટીએચ ચેનલ 128, ડિશ ટીવી ચેનલ # 950, સનડાયરેક્ટ#793, જિયો ટીવી, ટાટા સ્કાય #756, એરટેલ ચેનલ #440, વીડિયોકોન ચેનલ # 477), કિશોર મંચ એપ (પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે) અને યુટ્યુબ લાઇવ (એનસીઇઆરટીની અધિકૃત ચેનલ) દ્વારા લાઇવ ઇન્ટરેક્ટિવ સત્રો શરૂ કર્યા છે. સત્રોનું પ્રસારણ પ્રાથમિક ધોરણો માટે દર સોમવારથી શનિવાર સુધી સવારે 11.00થી બપોરના 1.00 સુધી, ઉચ્ચ પ્રાથમિક ધોરણો માટે બપોરે 2.00થી 4.00 સુધી અને માધ્યમિક ધોરણો માટે સવારે 9.00થી સવારે 11.00 સુધી થાય છે. દર્શકો સાથે આદાનપ્રદાન કરવા શિક્ષણના મુદ્દાઓ સાથે વ્યવહારિક પ્રવૃત્તિઓને લાઇવ સેશનોમાં પ્રદર્શિત કરવામાં આવી છે. કેલેન્ડરને SCERTs/SIEs, એજ્યુકેશન ડાયરેક્ટોરેટ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, નવોદય વિદ્યાલય સમિતિ, સીબીએસઈ, સ્ટેટ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ વગેરે સાથે વીડિયો કોન્ફરન્સિંગ યોજીને હાથ ધરીને વહેંચી પણ શકાશે.

આપણા વિદ્યાર્થઈઓ, શાળાના આચાર્યો અને માતાપિતાઓને ઘરે ઓન-લાઇન શિક્ષણ-અભ્યાસના સંસાધનોનો ઉપયોગ કરીનો કોવિડ-19નું સમાધાન કરવાની સકારાત્મક રીતો શોધવા આપણા વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાના આચાર્યો તથા માતાપિતાઓને સક્ષમ બનાવશે તથા તેમના શિક્ષણના પરિણામો વધારશે.

પોતાના માતાપિતાઓ અને શિક્ષકોની મદદ સાથે ઘરે શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા કોવિડ-19ને કારણે ઘરે રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓ અર્થપૂર્ણ પ્રવૃત્તિઓમાં જોડી રાખવા એમએચઆરડીના માર્ગદર્શન હેઠળ એનસીઇઆરટીએ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક તબક્કામાં વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર વિકસાવ્યું છે. વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર પ્રાથમિક ધોરણો (ધોરણ 1થી 5) અને ઉચ્ચ પ્રાથમિક ધોરણ (ધોરણ 6થી 8)ને એપ્રિલ, 2020માં કેન્દ્રીય એચઆરડી મંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

 

અંગ્રેજીમાં ધોરણ 9 અને 10 માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જોવા અહીં ક્લિક કરો :

 

હિંદીમાં ધોરણ 9 અને ધોરણ 10 માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જોવા માટે અહીં ક્લિક કરો :

 

 

 

GP/DS


(Release ID: 1620500) Visitor Counter : 327