નીતિ આયોગ

‘સામાજિક અંતર’ એ હાલમાં ઉપલબ્ધ સૌથી સક્ષમ રસી છે’ : આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન

Posted On: 30 APR 2020 5:07PM by PIB Ahmedabad

નીતિ આયોગે આજે કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધન સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિક સંગઠનોએ બેઠકનુ આયોજન કર્યુ હતું. બેઠકનુ સંચાલન સીઈઓ અમિતાભ કાંતે કર્યુ હતું

નીતિ આયોગના દર્પણ પોર્ટલ સાથે નોંધાયેલી તમામ સ્વૈચ્છિક સંસ્થાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં સામેલ થયેલાં કેટલાંક અગ્રણી સંગઠનોમાં બીલ અને મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનનું પ્રતિનિધિત્વ હરી મેનને કર્યું હતું. હેલ્પએજ ઈન્ડીયાનું પ્રતિનિધિત્વ મેથ્યુ ચેરીયને કર્યુ હતું. તાતા ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ એચએસડી શ્રીનિવાસને કર્યુ હતું. પિરામલ સ્વાસ્થયનું પ્રતિનિધિત્વ શ્રી અશ્વિન દેશમુખે તથા સીવાયએસડીનું પ્રતિનિધિત્વ જગદાનંદે તથા પ્રયાસનું પ્રતિનિધિત્વ આમોદ કાંથ, રેડ ક્રોસનુ પ્રતિનિધિત્વ યાહીયા અલીબી, સેવાનું પ્રતિનિધિત્વ છાયા ભાવસાર, મન દેશી ફાઉન્ડેશનનું પ્રતિનિધિત્વ પ્રભાત સિંહા, સુલભ ઈન્ટરનેશનલનું પ્રતિનિધિત્વ શ્રી લલિત કુમાર, લાલ પેથલેબ્ઝનું પ્રતિનિધિત્વ અરવિંદ લાલ, પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનનું પ્રતિનિધિત્વ કે શ્રીનાથ રેડ્ડી, કેર ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ શ્રી મનોજ ગોપાલકૃષ્ણન, વર્કિંગ વિમેન્સ ફોરમનું પ્રતિનિધિત્વ નંદીની આઝાદ અને અક્ષય પાત્રનું પ્રતિનિધિત્વ વિજય શર્માએ કર્યું હતું.

સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિક સંગઠનોએ સંખ્યાબંધ મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેમાં કોરોના વાયરસના દર્દીઓ અંગેની માન્યતાઓ અને તેમના પ્રત્યે રખાતા ભેદભાવનું નિવારણ તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સ અંગેના મુદ્દા રજૂ કર્યા હતા. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં દવાઓની અછત, -પાસ મેળવવામાં સહાય, વધુ પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટસ અને એન-95 માસ્કની જોગવાઈ, કટોકટી અંગે આંકડા આધારિત પ્રતિભાવ આપવાની વ્યવસ્થા તથા હિઝરત કરીને આવેલા લોકોને પહોંચાડવામાં સહાય તથા ડીજીટલ ચૂકવણીઓ આસાન કરવા અંગે, લૉકડાઉન ઉઠાવી લેવાય તે પછી અસંગઠીત ક્ષેત્રના ઉદ્યોગસાહસિકોને નાણાંકિય અને નીતિ વિષયક સહયોગ, દેશના દૂર દૂરના વિસ્તારોમાં આવશ્યક ચીજો પહોંચાડવા અંગે તથા ગ્રીન ઝોનમાં આવક પ્રાપ્તિ થાય તેવા કાર્યક્રમો ખૂલ્લા મૂકવાની દરખાસ્તો, ગ્રામ્ય વિસ્તારોમાં વધુ હેલ્થ વર્કર્સ, ગ્રામ્ય વિસ્તારોમાં વર્ચ્યુઅલ કાળજીને પ્રોત્સાહન આરટી-પીસીઆર ટેસ્ટીંગ, મેડિકલ સ્ટાફનું ક્ષમતા નિર્માણ, ક્વોરેન્ટાઈન અને ઈન્ટેન્સીવ કેર સુવિધાઓ અપડેટ કરવાની જરૂરિયાત અને વધુ વિકેન્દ્રિત સામુદાયિક સર્વેલન્સ વ્યવસ્થા ગોઠવવાની અને સામુદાયિક પોષણ કેન્દ્રોની વ્યવસ્થા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

આરોગ્ય મંત્રીએ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિક સંગઠનોએ કોરોના વાયરસ સામેના યુધ્ધમાં કરેલી ઉત્તમ અને વિશ્વાસ કામગીરીને બિરદાવી હતી તથા લૉકડાઉનમાં સહાય ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારતીય નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે હાથ ધરેલા ઝીણવટભર્યા પ્રયાસોની કદર કરી હતી.

ડૉ. હર્ષ વર્ધને એવો ઉલ્લેખ કર્યો હતો કે ભારતે ચીનમાં કોરોના વાયરસ ફાટી નિકળ્યો હોવાની માહિતી અંગે જાણકારી મળ્યા પછી થોડાક દિવસોમાં તાત્કાલિક ધોરણ અતિ સક્રિય ધોરણે કદમો ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યોને તાત્કાલિક સામુદાયિક કડક હેલ્થ સર્વેલન્સ હાથ ધરવા અને હવાઈ મથકો, સરહદો તથા બંદરો ઉપર થર્મલ સ્ક્રીનીંગ હાથ ધરવા અંગે માર્ગરેખાઓ બહાર પાડી હતી.

તેમણે કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓ અને મહામારી સામે લડત આપવામાં સકળાયેલા ફ્રન્ટ લાઈન વર્કર્સ અંગે પ્રવર્તમાન ખ્યાલો બાબતે વિસ્તારથી વાત કરી હતી. સરકારે તાજેતરમાં હેલ્થકેર વર્કર્સની સુરક્ષા અને કોરોના વાયરસ મહામારી અંગેની કટોકટી ભરી પરિસ્થિતિમાં હેલ્થ વર્કર્સ પર થતા હુમલાઓ અંગે કાયદો સુધાર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આમ છતાં તેમણે જણાવ્યું હતું કે કાયદાની સહાયથી તમામ સમસ્યાઓ ઉકલી શકે નહીં. આથી સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિક સંગઠનોએ જે કોઈ ખોટા ખ્યાલો પ્રવર્તે છે તેના નિવારણ માટે સહાય કરવા અનુરોધ કર્યો હતો. તેણે હિઝરતી શ્રમિકોને તેમના વતનના શહેર અને ગામોમાં મોકલી આપવામાં સહાય કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે લોકો વતનમાં જશે ત્યારે થોડોક વિરોધ થશે, પરંતુ તબક્કે સ્વૈચ્છિક સંસ્થાઓએ સામેલ થઈ પરિસ્થિતિનું નિવારણ કરવું જરૂરી બનશે અને તેમનું પૂરતું ટેસ્ટીંગ થાય અને સાચુ માર્ગદર્શન મળે તે માટે સહાય કરવાની રહેશે.

તેમણે જીલ્લાઓના વર્ગીકરણ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે 129 જીલ્લાને હોટસ્પોટ તરીકે જાહેર કરાયા છે, જ્યારે આશરે 297 જીલ્લા નૉન-હોટસ્પોટ છે, જ્યારે 300 થી વધુ જીલ્લાઓને કોઈ અસર થઈ નથી. ‘‘અમે રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ કેટેગરી નક્કી કરી છે. રેડ ઝોનમાં પછીના 14 દિવસમાં એક પણ કેસ નહીં હોય તો તેને અમે ઓરેન્જ ઝોનમાં મૂકવા તથા તે પછી તેને ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લઈ જવા પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ખૂબ ચોકસાઈથી જાણીએ છીએ કે અમારી દુશ્મન મહામારી દેશમાં ક્યાં છે અને તેની સામે કેવી રીતે કામ પાર પાડવું તે પણ જાણીએ છીએ. અમે અમારા તમામ દળોનો ઉપયોગ કરીને તેને પરાજય આપીશું’’ તેમ તેમણે જણાવ્યું હતું.

પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટસ અને માસ્ક્સ અંગે તેમણે જણાવ્યું હતું કેઅમે તંગી હલ કરવા માટે દેશમાં 108 ઉત્પાદકોને કામગીરી સોંપી છે, જે હાલ દરરોજ 1.5 લાખ પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટસનું ઉત્પાદન કરે છે. આપણે દરરોજ 1 લાખથી વધુ એન-95 માસ્કનું ઉત્પાદન કરીએ છીએ. આવશ્યક ચીજોનો પૂરતો પૂરવઠો મળી રહ્યો છે અને અમે તેનું રાજ્યોમાં વિતરણ કરી રહ્યા છીએ.”

તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે આયુષ મંત્રાલયે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે તેવી બાબતો અંગે માર્ગરેખાઓ જારી કરી છે.

દરેક વ્યક્તિ આરોગ્યસેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે તેનો ઉલ્લેખ કરતાં તેમણે કોરોના વાયરસ સામેની લડતમાં તેની મહત્વની ભૂમિકા અંગે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એપ્લિકેશન આપણને અત્યંત જરૂરી સુરક્ષા પૂરી પાડે છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે સરકારે ટ્વીટરઈન્ડિયાના સહયોગમાં @CovidIndiaSeva નો પ્રારંભ કર્યો છે અને નાગરિકો તેમની ચોક્કસ સમસ્યાના ઉપાય માટે સેવાનો ઉપયોગ કરી અમારી સાથે પરામર્શ કરી શકે છે. હું તમને ખાત્રી આપું છું કે અમે શક્ય તેટલા ટૂંકા સમયમાં તમારા મુદ્દાઓનો ઉકેલ લાવીશું.

છેલ્લે, ડૉ. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે નિયમિતપણે તમારા હાથ અને ચહેરો ધોવાથી તથા હંમેશા માસ્ક પહેરી રાખીને તમે તમારૂં અને તમારા સ્નેહીઓનું ચેપથી રક્ષણ કરી શકો છો. ખૂબ સાદી સાવચેતીઓ છે. ઘરમાં મોટી ઉંમરની વ્યક્તિઓનો ખ્યાલ રાખો, કારણ કે તેમને ચેપ લાગવાની વિશેષ શક્યતા છે. ઘરે રહો, ઘરેથી કામ કરો અને આપણે માટેની રસી શોધી કાઢીએ તે પહેલાં સોશ્યલ ડીસ્ટન્સીંગની સહાયથી નેશનલ લૉકડાઉનનો અમલ કરવો તે આપણાં માટે અત્યંત સક્ષમ સામાજીક રસી છે.

 

 

 

GP/DS



(Release ID: 1619750) Visitor Counter : 236