આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

આગ્રા સ્માર્ટ સિટી જીઆઈએસ ડેશબોર્ડનો ઉપયોગ કરીને કોવિડ-19 હોટસ્પોટ પર દેખરેખ રાખી રહ્યું છે

Posted On: 30 APR 2020 1:58PM by PIB Ahmedabad

આગ્રા સ્માર્ટ સિટીએ એક જીઆઈએસ ડેશબોર્ડ બનાવ્યું છે, જેથી જુદા જુદા હોટસ્પોટ્સ, હીટ મેપ, પોઝીટીવ અને સાજા થવાના કેસો વગેરેની જાણકારી પ્રાપ્ત કરી શકાય તેમ છે. ડેશબોર્ડને દૈનિક ધોરણે અપડેટ કરવામાં આવે છે અને નીચે આપેલ લીંકથી ડેશબોર્ડને જોઈ શકાય છે:

 http://covid.sgligis.com/agra

ડેશબોર્ડ આઈજીઆઈએસ પ્લેટફોર્મ પર વિકસિત કરવામાં આવ્યું છે કે જે એક સ્વદેશી ટેકનોલોજી છે. તેમાં જીઆઈએસ, ઈમેજ પ્રોસેસિંગ, ફોટોગ્રાફી અને સીએડીને એક સાથે અને એક પ્લેટફોર્મ પર રાખવાની તેમજ ઉપયોગ કરવાની સુવિધા છે. પ્લેટફોર્મ કૃષિ, સંરક્ષણ, વનીકરણ, આપત્તિ વ્યવસ્થાપન, ભૂમિ માહિતી, ખોદકામ, વિદ્યુત, સ્માર્ટ સિટી, શહેરી વ્યવસ્થાપન અને સ્થાન તેમજ ઉપયોગીતા પર આધારિત સેવા ક્ષેત્રો સાથે સંકળાયેલ સમાધાનોને પણ પુરા કરવામાં સમર્થ છે.

ડેશબોર્ડને કેટલીક ખાસ વિશેષતાઓ નીચે મુજબ છે:

હીપ મેપિંગ, તારીખ અને ઝોનના આધાર પર વિશ્લેષણ, ચેપ/ રોગમુક્ત થવાને લગતા પ્રવાહો

GP/DS(Release ID: 1619594) Visitor Counter : 129