રેલવે મંત્રાલય

લૉકડાઉન સમયગાળા દરમિયાન ગયા વર્ષની સરખામણીમાં ખાનગી ખાદ્યાન્ન માલવહન માં બમણો વધારો


25 માર્ચથી 28 એપ્રિલ સુધીના લોકડાઉનના સમયગાળા દરમિયાન ભારતીય રેલવે દ્વારા 7.75 લાખ ટનથી વધુ (૩૦૩ રેક્સ)નો PFG સામાન વહન કરવામાં આવ્યો કે જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આશરે 6.62 લાખ ટન (243 રેક્સ) હતો

ભારતીય રેલવે એ બાબતની ખાતરી કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે કે ખાદ્યાન્ન જેવા ખેત ઉત્પાદનો સમયસર ઉપાડી લેવામાં આવે અને પુરવઠા શ્રુંખલામાં કોઇપણ અવરોધ વિના તેમને પહોંચાડવામાં આવે

Posted On: 29 APR 2020 5:51PM by PIB Ahmedabad

ભારતીય રેલવે કોવિડ-19ના કારણે સર્જાયેલ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના સમયગાળા દરમિયાન પોતાની માલવહન અને પાર્સલ સેવાઓના માધ્યમથી સમગ્ર દેશમાં ખાદ્યાન્ન સામગ્રી જેવી જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે પોતાનાથી શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.

25 માર્ચથી 28 એપ્રિલ 2020 સુધીના લોકડાઉનના સમયગાળા દરમિયાન ભારતીય ઘરોના રસોડાઓ સતત સામાન્ય રીતે ચાલતા રહે તે બાબતની ખાતરી કરવા માટે સમગ્ર દેશમાં 7.75 લાખ ટન (૩૦૩ રેક્સ)થી વધુનો ખાનગી ખાદ્યાન્ન સામગ્રીના જથ્થા (PFG)નું વહન કરવામાં આવ્યું છે કે જે ગયા વર્ષે સમયગાળા દરમિયાન આશરે 6.62 લાખ ટન હતું. આંધ્ર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ ખાનગી ખાદ્યાન્ન સામગ્રી (PFG)ના જથ્થાનું વહન કરનારા મુખ્ય રાજ્યો છે.

ભારતીય રેલવે બાબતની ખાતરી કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી રહી છે કે ખાદ્યાન્ન સામગ્રી જેવા ખેત ઉત્પાદનોને સમયસર ઉપાડી લેવામાં આવે અને કોવિડ-19ના કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન સમયસર પૂરવઠો પહોંચાડવામાં આવે. લોકડાઉનના સમયગાળા દરમિયાન જરૂરી ચીજવસ્તુઓનું માલવહન, માલની હેરફેર અને માલસામાનનું ઉતરામણ પુર જોશમાં ચાલી રહ્યું છે.

ભારતીય રેલવે દ્વારા લોકડાઉનનો સમય શરુ થયો ત્યારથી ફળો, શાકભાજીઓ, દૂધ અને ડેરી ઉત્પાદનો સહીત નાશ પામનાર ચીજવસ્તુઓ અને ખેતીવાડી માટે જરૂરી બીજ માટે પાર્સલ ટ્રેનો માટેના રૂટ્સ પણ ઓળખી કાઢવામાં આવ્યા છે. ટ્રેનોને એવા રૂટ્સ ઉપર પણ દોડાવવામાં આવી રહી છે કે જ્યાં માંગ ઓછી છે જેથી કરીને દેશનો કોઇપણ હિસ્સો વણસ્પર્શ્યો ના રહી જાય. ટ્રેનોને તમામ શક્ય હોય તેવા સ્થળો ઉપર સ્ટોપેજ આપવામાં આવ્યું છે જેથી કરીને વધુમાં વધુ પાર્સલનું શક્ય કલીયરન્સ કરી શકાય.

GP/DS



(Release ID: 1619416) Visitor Counter : 223