સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ

Posted On: 29 APR 2020 6:25PM by PIB Ahmedabad

ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે PM CARES ભંડોળમાં લાયન્સ ક્લબના સભ્યો દ્વારા રૂ. 9.1 કરોડ અને વિવિધ મુખ્યમંત્રી રાહત કોષમાં રૂ. 12.5 કરોડના યોગદાન બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે લાકો લોકોને ભોજન પહોંચાડવામાં તેમજ તબીબી ઉપકરણો અને સુરક્ષાત્મક ચીજો પહોંચાડવામાં લાયન્સ ક્લબના સક્રીય યોગદાનની પણ પ્રશંસા કરી હતી. કેન્દ્રીય આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો અને સમર્પિત હિતધારકો તેમજ ભાગીદારોની મદદથી ભારત કોવિડ-19 સામેની લડાઇમાં વિજેતા થઇને ઉભરી આવશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ સુશ્રી પ્રિતિ સુદાનની અધ્યક્ષતામાં વિવિધ રાજ્યો અને જિલ્લાના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોવિડ-19ના વ્યવસ્થાપન સંબંધિત વિવિધિ પરિબળો પર વિગતે ચર્ચા કરવામાં આવી હતી. GIS ડૅશબોર્ડ, કોવિડ-19 પોર્ટલ અને સમર્પિત RT-PCR રેફરલ એપ્લિકેશન અંગે પણ વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા થઇ હતી. તેમણે તમામ રાજ્યોને વિનંતી કરી હતી કે, તેઓ આરોગ્ય સેતૂ એપ્લિકેશનનો પ્રસાર કરે જે રોગને નિયંત્રણમાં લેવા માટે સરકારના પ્રયાસોનું મદદરૂપ આકારણી સાધન છે.

સચિવ (HFW) બિન-કોવિડ આવશ્યક તબીબી સંભાળની જરાય અવગણના થવી જોઇએ તે બાબતે પણ ભાર મૂક્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, ડાયાલિસિસ, કેન્સરની સારવાર, ડાયાબિટીસ, ગર્ભવતી મહિલાઓ અને જેઓ ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા છે તેમની પણ પૂરતા પ્રમાણમાં કાળજી લેવી જરૂરી છે. રાજ્યોને તેમણે વિનંતી કરી હતી કે, લોકોની આસપાસની સેવાઓ કાર્યરત રહે અને તેમને કોઇ વિપરિત અસર પડે તે સુનિશ્ચિત કરવામાં આવે.

કોવિડ-19ના વ્યવસ્થાપન અંગે ચર્ચા કરતા સચિવ (DHR) અને મહાનિદેશક (ICMR) ડૉ. બલરામ ભાર્ગવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નમૂનાના એકત્રીકરણ અને સાથે રહેલાં ફોર્મ ભરવામાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. રાજ્યોને માહિતી આપવામાં આવી હતી કે, RT-PCR એપ્લિકેશન કાર્યરત કરી દેવામાં આવી છે અને તેનો ઉપયોગ તાત્કાલિક ધોરણે કરવો જરૂરી છે.

દેશમાં અત્યાર સુધીમાં 7695 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 24.5% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 31,332 થઇ છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]inપર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.


(Release ID: 1619412) Visitor Counter : 273