ગૃહ મંત્રાલય

કોવિડ-19 મહામારીનાં પગલે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમજીવીઓ સહિત અન્ય લોકોની આંતર રાજ્ય આવનજાવન માટે કેન્દ્રએ મંજૂરી આપી

Posted On: 29 APR 2020 6:25PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના પ્રતિબંધોના પગલે દેશના વિવિધ ભાગોમાં પરપ્રાંતીય શ્રમજીવીઓ, યાત્રાળુઓ, પ્રવાસીઓ વિદ્યાર્થીઓ અને અન્ય ઘણા લોકો ફસાઇ ગયા છે. હવે, કેન્દ્ર સરકારે તમામ ફસાયેલા લોકોને જમીનમાર્ગે આવનજાવન માટે મંજૂરી આપી છે. તેમને એક રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બીજા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં બંને સંબંધિત રાજ્યો વચ્ચે વિચારવિમર્શ બાદ સંમતિ સાધ્યા પછી જવાની મંજૂરી મળશે.

એવું ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, આવી વ્યક્તિ (વ્યક્તિઓ) તેમના ગંતવ્ય સ્થળે પહોંચ્યા પછી સ્થાનિક સત્તામંડળ દ્વારા તેમનું આકલન કરવામાં આવશે અને જ્યાં સુધી તેમને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રાખવાની જરૂર હોય ત્યાં સુધી તેમને હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે. તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવશે અને સમયાંતરે તેમની તપાસ થશે.

હેતુ માટે, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને વિનંતી કરવામાં આવે છે કે આવા વ્યક્તિઓને આરોગ્ય સેતૂ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે જેનાથી તેમની સ્વાસ્થ્યની સ્થિતિ પર દેખરેખ રાખી શકાશે અને ટ્રેક કરી શકાશે.

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો

 

 

 

GP/DS

 (Release ID: 1619400) Visitor Counter : 122