પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અને કેનેડાના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

Posted On: 28 APR 2020 9:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રુડો સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી.

બંને મહાનુભવોએ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે ઉભી થયેલી પ્રવર્તમાન સ્થિતિની ચર્ચા કરી હતી. વૈશ્વિક એકતા અને સહકાર, પૂરવઠા સાંકળની જાળવણી અને સંશોધનની પ્રવૃત્તિઓમાં સહયોગના મહત્વ પર બંને એકમત થયા હતા.

કેનેડામાં વસતા ભારતીય નાગરકો જેમા ખાસ કરીને વિદ્યાર્થીઓને વર્તમાન પરિસ્થિતિમાં પૂરતો સહકાર અને મદદ કરવા બદલ પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતમાં વસતા કેનેડાના નાગરિકોને ભારત સરકારે કરેલી મદદની પણ કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ પ્રશંસા કરી હતી.

ભારત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પોતાની ઉત્પાદન ક્ષમતાના કારણે કેનેડા સહિત સમગ્ર દુનિયામાં પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયાસો સાથે મદદ કરવાનું ચાલુ રાખશે તેવી પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી.

મહામારી સામે લડવાના વૈશ્વિક પ્રયાસોમાં અને તેમાં ખાસ કરીને કોવિડ-19ના ઉપચારાત્મક ઉકેલો અને રસી શોધવા માટે સંશોધન અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગમાં ભારત અને કેનેડાની ભાગદારી અર્થપૂર્ણ યોગદાન આપશે તે બાબતે બંને નેતાઓ સંમત થયા હતા.

 

 

GP/DS



(Release ID: 1619251) Visitor Counter : 182