નાગરિક ઉડ્ડયન મંત્રાલય

સમગ્ર દેશમાં જરૂરી ચીજવસ્તુઓ અને મેડીકલનો જથ્થો પહોંચાડવા માટે 403 લાઈફલાઈન ઉડાન ફલાઈટો ઉડાડવામાં આવી

Posted On: 28 APR 2020 4:03PM by PIB Ahmedabad

લાઈફ લાઈન ઉડાન અંતર્ગત ડોમેસ્ટિક ક્ષેત્રમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, આઈએએફ અને ખાનગી વાહનો દ્વારા અત્યાર સુધીમાં 403 ફલાઈટો કાર્યાન્વિત કરવામાં આવી છે. તે પૈકી 235 ફલાઈટો એર ઇન્ડિયા અને એલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે. લાઈફ લાઈન ઉડાન ફલાઈટો દ્વારા સમગ્ર દેશમાં લોકો માટે 27 એપ્રિલ 2020 સુધીમાં અંદાજીત 748.68 ટનનો જરૂરી ચીજવસ્તુઓ અને મેડીકલનો જથ્થો પહોંચાડવા માટે ,97,632 કિલોમીટરથી વધુનું અંતર કાપવામાં આવ્યું છે. લાઈફ લાઈન ઉડાન ફલાઈટો નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કોવિડ-19 વિરુદ્ધ ભારતના યુદ્ધને સહાયતા કરવા માટે દેશના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરી મેડીકલ સામાનની હેરફેર કરવા માટે ચલાવવામાં આવી રહી છે.

ખાનગી ઓપરેટરો સ્પાઇસ જેટ, બ્લુ ડાર્ટ, ઇન્ડિગો અને વિસ્તારા કાર્ગો ફલાઈટો વ્યવસાયિક ધોરણે ચલાવી રહી છે. 27 એપ્રિલ 2020 સુધીમાં સ્પાઇસ જેટ દ્વારા 11,09,028 કિલોમીટરનું અંતર કાપીને અને 4637 ટનનો સામાન ઉપાડીને લઇ જતી 633 કાર્ગો ફલાઈટો ઉડાડવામાં આવી છે. તે પૈકી 228 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફલાઈટો હતી. બ્લુ ડાર્ટ દ્વારા 27 એપ્રિલ 2020 સુધીમાં 2,38,928 કિલોમીટરનું અંતર કાપીને અને 3636 ટનનો સામાન ઉપાડીને લઇ જતી 219 કાર્ગો ફલાઈટો ઉડાડવામાં આવી છે. તે પૈકી 10 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફલાઈટો હતી. ઇન્ડિગો દ્વારા 27 એપ્રિલ 2020 સુધીમાં 77,996 કિલોમીટરનું અંતર કાપીને અને આશરે 185 ટન સામાન ઉપાડીને લઇ જતી કુલ 50 કાર્ગો ફલાઈટો ઉડાડવામાં આવી છે જેમાં 17 આંતરરાષ્ટ્રીય ફલાઈટોનો સમાવેશ થાય છે. તેમાં સરકાર માટે વિના મુલ્યે પહોંચાડવામાં આવતા મેડીકલ જથ્થાનો પણ સમાવેશ થાય છે. વિસ્તારા દ્વારા 27 એપ્રિલ 2020 સુધીમાં 20,466 કિલોમીટરનું અંતર કાપીને અને 113 ટનનો સામાન ઉપાડીને લઇ જતી 14 કાર્ગો ફલાઈટો ઉડાડવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ફાર્માસ્યુટિકલ, મેડીકલ સાધનો અને કોવિડ-19 રાહત સામગ્રીની હેરફેર કરવા માટે ઇસ્ટ એશિયા સાથે એક કાર્ગો એર બ્રીજની સ્થાપના કરવામાં આવી હતી. એર ઇન્ડિયા દ્વારા ઉપાડીને લાવવામાં આવેલ મેડીકલ કાર્ગોનો જથ્થો 609 ટન હતો. ઉપર જણાવ્યા ઉપરાંત, બ્લુ ડાર્ટ દ્વારા 14 એપ્રિલથી 27 એપ્રિલ 2020 સુધીમાં ગંગઝોઉમાંથી આશરે 109 ટનનો મેડીકલ પૂરવઠો ઉપાડવામાં આવ્યો છે. બ્લુ ડાર્ટ દ્વારા 25 એપ્રિલ 2020ના રોજ શાંઘાઈથી 5 ટનનો મેડીકલ સામાનનો જથ્થો ઉપાડવામાં આવ્યો છે. સ્પાઇસ જેટ દ્વારા 27 એપ્રિલ 2020 સુધી શાંઘાઈથી 140 ટનનો મેડીકલ સામાનનો જથ્થો અને 25 એપ્રિલ 2020 સુધીમાં હોંગકોંગ અને સિંગાપુરથી 13 ટનનો મેડીકલ પુરવઠાનો જથ્થો ઉપાડવામાં આવ્યો છે.

 

GP/DS(Release ID: 1618982) Visitor Counter : 57