માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્ર સરકારના કર્મચારીઓના ભથ્થામાં કોઇ કપાત નહીં, PIB ફેક્ટચેક દ્વારા ખોટા સમાચારનો પર્દાફાશ

Posted On: 27 APR 2020 9:22PM by PIB Ahmedabad

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) દ્વારા આજે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થામાં કોઇ કપાત કરવામાં આવશે નહીં. કોરોના વાયરસના કારણે સરકાર આવી કપાત કરવાની યોજના લાવતી હોવાની ખોટી અટકળો મીડિયામાં ચાલતી હોવાથી ફેક્ટચેક દ્વારા પ્રતિક્રિયારૂપે ટ્વીટ કરવામાં આવી હતી.


અન્ય એક પોસ્ટમાં, ફેક્ટ ચેક દ્વારા ફેસબુક પર ચાલી રહેલી એક અફવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કોવિડ-19 પરીક્ષણની કીટ્સના સસ્તા વિકલ્પો ઉપલ્બધ હોવા છતાં ICMR દ્વારા કથિતપણે નોંધપાત્ર પ્રમાણમાં મોંઘાભાવે કીટ્સ ખરીદવામાં આવે છે. ICMR દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કીટ્સ માટે નિર્ધારિત ભાવ છે અને જો તેનાથી પણ સસ્તા ભાવે કોઇપણ કંપની કીટ્સ આપી શકતી હોય તો તે આવકાર્ય છે.
 

પૃષ્ઠભૂમિ

સોશિયલ મીડિયા પર ખોટા સમાચારોના પ્રસારને રોકવા માટે અને સર્વોચ્ચ અદાલતના અવલોકનના અનુપાલનમાં PIB સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓનું સત્ય બહાર લાવવા માટે એક વિશેષ યુનિટની સ્થાપના કરી છે. “PIB Fact check” ટ્વીટર પર એક માન્યતા પ્રાપ્ત હેન્ડલ છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડિંગ મેસેજ પર સતત નજર રાખે છે અને ખોટા સમાચારોનો પર્દાફાશ કરવા માટે તેની સામગ્રીઓની વ્યાપક સમીક્ષા કરે છે. ઉપરાંત ટ્વીટર પર PIB ઇન્ડિયા હેન્ડલ અને સંખ્યાબંધ પ્રાદેશિક એકમો દ્વારા ટ્વીટર સમુદાયના હિતમાં #PIBFactcheck સાથે કોઇપણ માહિતી અથવા સત્તાવાર અને પ્રમાણભૂત સંસ્કરણ પોસ્ટ કરવામાં આવે છે.

કોઇપણ વ્યક્તિ ટેક્સ્ટ મેસેજ, ઓડિયો અને વીડિયો સહિત કોઇપણ સોશિયલ મીડિયા સંદેશની પ્રમાણભૂતતા તપાસવા માટે PIBFactCheckને મોકલી શકે છે. આવા સંદેશા https://factcheck.pib.gov.in/ લિંક પર અથવા +918799711259 વોટ્સએપ નંબર પર pibfactcheck[at]gmail[dot]com ઇમેલ પર મોકલી શકાય છે. આની વિગતો PIBની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.

 

 

GP/DS



(Release ID: 1618942) Visitor Counter : 172