વહાણવટા મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયાએ ભારતના બંદરો પર ચાલક દળના સભ્યોને બદલવા અંગે વિવિધ સંગઠનો સાથે ચર્ચા કરી


શ્રી માંડવિયાએ ખાતરી આપી કે પરિસ્થિતિ થોડી અનુકૂળ થાય એટલે તુરંત ફસાયેલા નાવિકોને પાછા લાવવામાં આવશે

Posted On: 28 APR 2020 1:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શિપિંગ લાઇનર્સ, શિપિંગ કંપનીઓ, મેરીટાઇમ સંગઠનો, નાવિકોના સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ભારતના બંદરો પર ક્રૂ બદલવા અને ભારતીય નાવિકોની પરિસ્થિતિ ફરી ઠીક કરવા તેમજ આંતરરાષ્ટ્રીય જળસીમાઓમાં ફસાયેલા ભારતીય નાવિકોને પરત લાવવા સંબંધે ચર્ચા કરી હતી.

શ્રી માંડવિયાએ ફસાયેલા ભારતીય નાવિકોને પરત લાવવા માટે યોજના ઘડવા માટે તેમની વિગતો પૂરી પાડવાના નિર્દેશો આપ્યા હતા. શ્રી માંડવિયાએ વિવિધ નાવિક સંગઠનોને ખાતરી આપી હતી કે, જેવી પરિસ્થિતિ થોડી અનુકૂળ થશે એટલે તુરંત ફસાયેલા ભારતીય નાવિકોને ઝડપથી પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પૂરવઠા સાંકળ સરળતાથી ચલાવવા માટે નાવિકોનું ઘણું મહત્વ છે તે પણ શ્રી માંડવિયાએ સ્વીકાર્યું હતું. કટોકટીપૂર્ણ અને કસોટીના સમયમાં નાવિકોને જે પડકારોનો સામનો કરવો પડે છે તેનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો અને આવી સ્થિતિમાં તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.


શ્રી માંડવિયાએ જહાજ મંત્રાલયના અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે, ભારતના બંદરો પર નાવિકોના સાઇન ઇન અને સાઇન ઓફની પ્રક્રિયાઓ સરળ કરવામાં આવે.

વીડિયો કોન્ફરન્સમાં ઇન્ડિયન નેશનલ શિપ ઓનર્સ એસોસિએશન (INSA), મેરીટાઇમ એસોસિએશને ઓફ નેશનવાઇડ શિપિંગ એજન્સીઝઇન્ડિયા (MANSA), નેશનલ યુનિયન ઓફ સીફેરર્સે ઓફ ઇન્ડિયા (NUSI), ઇન્ડિયન મેરીટાઇમ ફાઉન્ડેશન (IMF), મેરીટાઇમ યુનિયન ઓફ ઇન્ડિયા (MUI), મેરીટાઇમ એસોસિએશન ઓફ શિપ ઓનર્સ, શિપ મેમ્બર્સ એન્ડ એજન્ટ્સ (MASSA) સહિત વિવિધ સંગઠનોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

 

GP/DS

 

 


(Release ID: 1618936)