નાગરિક ઉડ્ડયન મંત્રાલય

કોવિડ-19 લૉકડાઉન દરમિયાન લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ અંતર્ગત સમગ્ર દેશમાં 684 ટનથી વધુ આવશ્યક અને તબીબી સામાન પહોંચાડવામાં આવ્યો

Posted On: 26 APR 2020 7:32PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને સરહદી વિસ્તારો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારાલાઇફલાઇન ઉડાનઅંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 383 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 223 ફ્લાઇટ્સનું પરિચાલન એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 684.08 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા અત્યાર સુધીમાં 3,76,952 કિલોમીટર હવાઇ અંતર કાપવામાં આવ્યું છે.

પવન હંસ હેલિકોપ્ટર્સમાં 25 એપ્રિલ 2020 સુધીમાં 6,885 કિમી અંતર કાપીને 1.99 ટન માલસામાનની ડિલિવરી કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાની મદદ લેવામાં આવે છે. પૂર્વોત્તર પ્રદેશો, ટાપુ વિસ્તારો અને પર્વતીય રાજ્યો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેનાએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર અને અન્ય ટાપુ વિસ્તારો માટે શરૂઆતથી જોડાણ કર્યું છે.

સ્થાનિક કાર્ગો ઓપરેટર્સ સ્પાઇસજેટ, બ્લુ ડાર્ટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 25 એપ્રિલ 2020 દરમિયાન 579 કાર્ગો વિમાનો ઉડાડીને 10,12,586 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 4246 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 208 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું હતું. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 25 એપ્રિલ 2020 દરમિયાન 207 કાર્ગો ઉડાન દ્વારા 2,19,978 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 3,399 ટન માલસામાનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. આમાંથી 9 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હતી. ઇન્ડિગો દ્વારા 3થી 25 એપ્રિલ દરમિયાન 15 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સહિત 48 કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 72,222 કિમીનું અંતર કાપીને 167 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. આમાં સરકાર માટે વિનામૂલ્યે તબીબી માલસામાન લઇ જવામાં આવે છે તે પણ સામેલ છે. વિસ્તારા દ્વારા 19 થી 25 એપ્રિલ 2020 દરમિયાન 12 કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરીને 16,952 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને અંદાજે 82 ટન સામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.

ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને કોવિડ-19 સંબંધિત રાહત સામગ્રીના પરિવહન માટે પૂર્વ એશિયા સાથે કાર્ગો એર બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે, 25 એપ્રિલ 2020 સુધીમાં એર ઇન્ડિયા દ્વારા 554 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત ઉલ્લેખ કર્યા ઉપરાંત, બ્લુ ડાર્ટ દ્વારા 14 એપ્રિલથી 25 એપ્રિલ 2020 સુધીમાં ગુઆંગઝોઉ ખાતેથી 90 ટન તબીબી પૂરવઠો લાવવામાં આવ્યો છે. બ્લુ ડાર્ટે 25 એપ્રિલના રોજ શાંઘાઇ ખાતેથી 5 ટન તબીબી માલસામાનનો જથ્થો ઉપાડ્યો હતો. સ્પાઇસજેટે 25 એપ્રિલ 2020 સુધીમાં શાંઘાઇથી 124 ટન તબીબી પૂરવઠાનો જથ્થો અને 25 એપ્રિલ 2020 સુધીમાં હોંગકોંગ અને સિંગાપોરથી 13 ટન તબીબી પૂરવઠાનો જથ્થો ઉપાડ્યો છે.

 

 

GP/DS(Release ID: 1618601) Visitor Counter : 16