કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે કોવિડ-19 સામે ભારતની લડતનું મૂલ્યાંકન કરવા ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ્સ સાથે વ્યાપક પરામર્શ કર્યો

Posted On: 25 APR 2020 6:37PM by PIB Ahmedabad

પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER) કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), રાજ્યમંત્રી,PMO, કાર્મિક, જાહેર ફરિયાદ નિવારણ, પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ, ડૉ.જીતેન્દ્રસિંહે આજે કોવિડ-19 સામે ભારતની લડાઇ અંગે ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ્સ સાથે વ્યાપર પરામર્શ કર્યો હતો અને લૉકડાઉન પછી કપરી સ્થિતિમાંથી બહાર નીકળવાની રીતો અંગે ચર્ચા કરી હતી.

વીડિયો કોન્ફરન્સમાં શ્રી સુધીર ભાર્ગવ, શ્રી રામ સુંદરમ, શ્રી રાકેશકુમાર ગુપ્તા, શ્રી સત્યાનંદ મિશ્રા, શ્રી પી. પન્નીરવેલ અને શ્રી કે.વી. એપેન- તમામ નિવૃત્ત IAS અધિકારી અને સુશ્રી સંગીતા ગુપ્તા, સુશ્રી શૈલા સાંગવાન- બંને ભૂતપૂર્વ IRS અધિકારી સાથે દોઢ કલાક સુધી ચાલેલી ચર્ચામાં ડૉ. જીતેન્દ્રસિંહે તમામ ભૂતપૂર્વ અધિકારીઓને મહામારીને નિયંત્રણમાં લેવા માટે સરકારના પ્રયાસો અંગે અસરકારક રીતે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ભારત અન્ય વિકસિત દેશોની તુલનાએ ઘણી સારી સ્થિતિમાં છે અને સક્રીયપણે લીધે પગલાંના કારણે બીમારી પર નિયંત્રણ મેળવી શકાયું છે.

 

અધિકારીએએ પણ વિવિધ પગલાં લઇને સરકારે મહામારીને નિયંત્રણમાં લીધી તે પ્રયાસોની પ્રશંસા કરી હતી અને લૉકડાઉન પછી કપરી સ્થિતિમાંથી બહાર આવી અર્થતંત્રને ઝડપથી બેઠું કરવા માટેના સંભવિત માર્ગો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. વીડિયો વાર્તાલાપ દરમિયાન, અધિકારીઓએ તબક્કાવાર લૉકડાઉન દૂર કરવું, વહીવટીતંત્રમાં વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ, વિટામિન સી વધુ પ્રમાણમાં લઇને રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું મહત્વ, અર્થતંત્રને ઝડપથી બેઠું કરવા માટે આર્થિક પ્રોત્સાહનો, ગરીબોની આર્થિક સુરક્ષા, શૈક્ષણિક વર્ષમાં ઉપયોગ થઇ શકે તેવા વધુને વધુ ઑનલાઇન અભ્યાસક્રમો અને પરીક્ષાઓની શરૂઆત, વિસ્થાપિત શ્રમિકોને તેમના વતન પહોંચવા માટેની સુવિધા અને રસી વિકસાવવી તેમજ મેક ઇન ઇન્ડિયા પરિકલ્પનાને આગળ વધારવા માટે સ્વદેશી પરીક્ષણ કીટ્સના ઉત્પાદન સહિત વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

તમામ બ્યૂરોક્રેટ્સે વિષય પર તેમનો મૂલ્યવાન સમય આપ્યો તે બદલ ડૉ. જીતેન્દ્રસિંહે સૌનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, પ્રકારનો સંપર્ક ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેથી કોરોના મહામારી સામે લડવા માટે તમામ પ્રકારે તેમની તજજ્ઞતાનો લાભ મળી શકે.

 

GP/DS



(Release ID: 1618293) Visitor Counter : 214