સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19ના વ્યવસ્થાપન માટે GOMએ વર્તમાન સ્થિતિ અને કાર્યોની સમીક્ષા કરી


કોવિડ-19નો સામનો કરવામાં તમામ ભાગીદારોના સહિયારા પ્રયાસોની ડૉ. હર્ષવર્ધને પ્રશંસા કરી

Posted On: 25 APR 2020 3:09PM by PIB Ahmedabad

કોવિડ-19 પર મંત્રીઓના જૂથ (GOM)ની 13મી ઉચ્ચસ્તરીય બેઠક આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં નિર્માણ ભવનમાં યોજાઈ હતી. બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી હરદીપ એસ પુરી, વિદેશ મંત્રી ડો. એસ જયશંકર, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી નિત્યાનંદ રાય, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય જહાજ, રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયા તથા રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબેન તેમજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવત, નીતિ આયોગનાં સીઇઓ શ્રી અમિતાભ કાંત અને સક્ષમ જૂથ-6ના ચેરપર્સન શ્રી સી કે મિશ્રા (પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન) તથા સક્ષમ જૂથ-2ના ચેરપર્સન ડો. અરુણ કે પાંડા, સચિવ (એમએસએમઈ) અને સક્ષમ જૂથ-4ના ચેરપર્સન તથા સક્ષમ જૂથ-3ના ચેરપર્સન શ્રી પી ડી વાઘેલા પણ ઉપસ્થિત હતા.

જીઓએમ સમક્ષ દેશમાં કોવિડ-19ની સ્થિતિની સાથે કોવિડ-19 સામેની કામગીરી અને વ્યવસ્થાપન વિશે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. મંત્રીઓનાં જૂથ (જીઓએમ) કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે કેન્દ્ર અને વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં વિશે વિગતવાર ચર્ચાવિચારણા કરી હતી. જીઓએમને જાણકારી આપવામાં આવી હતી કે, તમામ જિલ્લાઓને કોવિડ-19 સામે તેમની કટોકટીની યોજનાઓનું પાલન કરવા અને એને વધારે મજબૂત કરવા જણાવવામાં આવ્યું હતું. જીઓએમને દરેક રાજ્યમાં કોવિડ-19ની સારવાર માટે સમર્પિત હોસ્પિટલોની વિગત સાથે આઇસોલેશન બેડ/વોર્ડ, પીપીઇ, એન95 માસ્ક, દવાઓ, વેન્ટિલેટર, સીલિન્ડર વગેરેની પર્યાપ્તતા વિશે ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી. જીઓએમને સ્થાનિક ઉત્પાદકો વિશે જાણકારી આપવામાં આવી હતી, જેની ઓળખ અગાઉ પીપીઇ, માસ્ક વગેરેના ઉત્પાદન માટે થઈ હતી અને જેમણે કામગીરી શરૂ કરી દીધી છે. વળી પ્રકારની ચીજવસ્તુઓ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોવાની જાણકારી જીઓએમને આપવામાં આવી હતી. અત્યાર સુધી દેશમાં દરરોજ કુલ 1 લાખથી વધારે પીપીઇ અને એન95 માસ્કનું ઉત્પાદન થયું છે. અત્યારે દેશમાં પીપીઇના 104 સ્થાનિક ઉત્પાદનો છે અને ત્રણ ઉત્પાદકો એન95 માસ્કના છે. ઉપરાંત સ્થાનિક ઉત્પાદકોએ વેન્ટિલેટર્સનું ઉત્પાદન પણ શરૂ કર્યું છે અને નવ ઉત્પાદકો દ્વારા 59,000થી વધારે એકમો માટે ઓર્ડર આપવામાં આવ્યાં છે.

જીઓએમએ હોટસ્પોટ અને ક્લસ્ટર મેનેજમેન્ટ માટે સ્ટ્રેટેજી સાથે સમગ્ર દેશમાં ટેસ્ટિંગ કિટનાં પરીક્ષણની વ્યૂહરચના અને ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરી હતી. જીઓએમને કોવિડ-19 માટે પરીક્ષણ કરતી સરકારી અને ખાનગી પ્રયોગશાળાઓની સંખ્યા વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ પ્રયોગશાળાઓનાં નેટવર્ક દ્વારા દરરોજ હાથ ધરવામાં આવતા પરીક્ષણોની સંખ્યાની પણ જાણકારી આપી હતી.

જીઓએમએ વિવિધ સક્ષમ સમિતિઓને સુપરત કરવામાં આવેલા અલગ-અલગ કાર્યો પર ચર્ચા કરી હતી તથા શ્રી અમિતાભ કાંત, ડો. અરુણ કુમાર પાંડા અને શ્રી પ્રદીપ ખરોલાએ રજૂઆતો કરી હતી. જીઓએમને જાણકારી આપવામાં આવી હતી કે, વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 92,000 એનજીઓ, એસએચજી અને નાગરિક સમાજ સંસ્થાઓ કાર્યરત છે અને પરપ્રાંતીય મજૂરોને ભોજન પ્રદાન કરે છે. રાજ્ય સરકારો એસડીઆરએફ ફંડમાંથી ફાળવણી કરીને એનજીઓને ટેકો આપે છે તથા સબસિડાઇઝ દરે ખાદ્યાન્ન પ્રદાન કરતા લોકોને એફસીએ ટેકો આપે છે.

જીઓએમને એવી જાણકારી આપવામાં આવી હતી કે, રાષ્ટ્રીય સ્તરે હેલ્થ વર્કર્સ, એનએસએસ, એનવાયકે, એનસીસી, ડૉક્ટરો વગેરેનો મેટા-ડેટા તૈયાર કરવામાં આવ્યો છે તથા એને તમામ રાજ્યો, જિલ્લાઓ અને અન્ય અધિકારીઓ સાથે વહેંચવામાં આવશે, જેથી અતિ જરૂરી સ્થળો પર સંસાધનો/સ્વયંસેવકો (કોવિડ વોરિયર્સ) ઊભા કરી શકાય. અત્યારે ડેશબોર્ડ પર 1.24 કરોડથી વધારે માનવ સંસાધનોનો ડેટા છે તથા વિશેષતા સાથે નવા જૂથો અને પેટાજૂથોમાં ઉમેરા સાથે એમાં સતત અપડેશન થઈ રહ્યું છે. ડેશબોર્ડ રાજ્ય અને જિલ્લા મુજબ દરેક જૂથ પાસેથી માનવ સંસાધનની ઉપલબ્ધતાની જાણકારી આપે છે, જેની સાથે સંબંધિત રાજ્ય અને જિલ્લા નોડલ અધિકારીઓનાં સંપર્કની વિગતો સામેલ છે. ડેટાબેઝ https://covidwarriors.gov.in/default.aspx  પર ઉપલબ્ધ છે અને ક્ષમતા નિર્માણના ઉદ્દેશ માટે https://diksha.gov.in/igot/  પોર્ટલ સાથે લિન્ક કરવામાં આવ્યો છે. કોવિડ વોરિયર્સને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ અને આઇજીઓટી ટ્રેનિંગ પોર્ટલ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા તાલીમ આપવામાં આવે છે. પ્લેટફોર્મ પર 53 મોડ્યુલ્સ સાથે 14 કોર્સ છે, જેમાં 113 વીડિયો અને 29 ડોક્યુમેન્ટ છે. અત્યાર સુધી 10 લાખથી વધારે વ્યક્તિઓને તાલીમ આપવામાં આવી છે.

ડો. હર્ષવર્ધને તમામ સ્તરે બધા ભાગીદારોના સમર્પણ અને મહેનતની પ્રશંસા કરી હતી. તેમણે જાણકારી આપી હતી કે, કોવિડ-19 સામે લડતા હેલ્થકેર વર્કર્સ અને દર્દીઓ સાથે ભેદભાવની સમસ્યાનું સમાધાન કરવાની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તાજેતરમાં રોગચાળા રોગ ધારા, 1897માં સુધારો કરવા એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં અતિ કડક જોગવાઈ કરવામાં આવી છે. ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, માત્ર તેમની લડાઈ નથી, પણ આપણી સહિયારી લડાઈ છે. તેઓ આપણા મોખરાના સિપાહીઓ છે અને એક દેશ તરીકે ચાલો આપણે તેમના પ્રદાનનું સન્માન કરીએ અને સાથે સાથે સુનિશ્ચિત કરીએ કે તેમની સલામતી અને તેમનું સન્માન જળવાઈ રહે.

જીઓએમને જાણકારી આપવામાં આવી હતી કે, અત્યાર સુધીનો મૃત્યુદર આશરે 3.1 ટકા છે, ત્યારે રિકવરીનો દર 20 ટકાથી વધારે છે, જે મોટા ભાગનાં દેશોની સરખામણીમાં વધારે સારો છે અને એને ક્લસ્ટર મેનેજમેન્ટ અને નિયંત્રિત કરવાની વ્યૂહરચનાની સાથે દેશમાં લોકડાઉનની સકારાત્મક અસર તરીકે લઈ શકાશે. અત્યારે દેશમાં કેસ બમણા થવાનો દર 9.1 દિવસ છે

જીઓએમને એવી જાણકારી પણ આપવામાં આવી હતી કે, અત્યાર સુધી 20.66 ટકાના રિકવરી દર સાથે 5,062 લોકો સાજાં થયા છે. ગઈ કાલથી અત્યાર સુધી 1429 નવા કેસ નોંધાયા હતા. ઉપરાંત કુલ 24,506 લોકો કોવિડ-19 પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે.

બેઠકમાં શ્રીમતી પ્રીતી સુદાન, સચિવ (એચએફડબલ્યુ), શ્રી એચ વર્ધન શ્રીંગ્લા, સચિવ (વિદેશ મંત્રાલય), શ્રી રવિ કપૂર, સચિવ (ટેક્સટાઇલ), શ્રી પ્રદીપ સિંઘ ખરોલા, સચિવ (નાગરિક ઉડ્ડયન), શ્રી પી ડી વાઘેલા, સચિવ (ફાર્માસ્યુટિકલ્સ), શ્રી અનુપ વાધવાન, સચિવ (વાણિજ્ય), શ્રી સંજીવ કુમાર, વિશેષ સચિવ (આરોગ્ય), શ્રી સંજય બંદોપાધ્યાય, અધિક સચિવ (જહાજ), શ્રી દમ્મુ રવિ, અધિક સચિવ (ગૃહ મંત્રાલય),

શ્રી અનિલ મલિક, અધિક સચિવ (ગૃહ મંત્રાલય), શ્રી આનંદ સ્વરૂપ, ડીજી, (આઇટીબીપી), ડો. રાજીવ ગર્ગ, ડીજીએચએસ, ડો. રામન આર ગંગાખેડકર, રોગચાળો અને ચેપી રોગોના વડા, આઇસીએમઆર અને શ્રી લવ અગ્રવાલ, સંયુક્ત સચિવ (એમઓએચએફડબલ્યુ)ની સાથે એનસીડીસી, સેના, આઇટીબીપી, ફાર્મા, ડીજીસીએ અને ટેકસ્ટાઇલ મંત્રાલયોમાંથી અધિકારો પણ હાજર હતા.

કોવિડ-19ની તમામ ટેકનિકલ જાણકારી, માર્ગદર્શિકાઓ અને એડવાઇઝરીઓ પર બધી અધિકૃત અને અપડેટેડ માહિતી મેળવવા કૃપા કરીને વેબસાઇટ જુઓઃ https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ પૂછપરછ માટે technicalquery.covid19[at]gov[dot]in  પર ઇમેલ કરો અને અન્ય પ્રશ્રો હોય તો ncov2019[at]gov[dot]in પર જણાવો તથા @CovidIndiaSeva પર પણ ટ્વીટ કરો, જે રિયલ ટાઇમ રિસ્પોન્સ આપે છે.

કોવિડ-19 પર સંબંધિત કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં હેલ્પલાઇન નંબર પર કોલ કરોઃ +91-11-23978046 અથવા 1075 (ટોલમુક્ત). કોવિડ-19 પર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી અહીં પણ ઉપલબ્ધ છે   

https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

GP/DS



(Release ID: 1618181) Visitor Counter : 245