સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
શ્રી સંજય ધોત્રેએ કોવિડ-19ના સંકટ દરમિયાન પોસ્ટલ વિભાગને લોકોની સેવા કરવા માટેના તેમના અથાક પ્રયાસોને ચાલુ રાખવા જણાવ્યું
લોકડાઉનના સમયગાળા દરમિયાન 300 કરોડ રૂપિયાની કિંમતના 15 લાખથી વધુ AePS ટ્રાન્ઝેક્શન હાથ ધરવામાં આવ્યા
Posted On:
24 APR 2020 12:19PM by PIB Ahmedabad
કમ્યુનિકેશન અને માનવ સંસાધન અને વિકાસ રાજ્ય મંત્રી શ્રી સંજય ધાત્રે દ્વારા એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ-19 લોકડાઉન દરમિયાન પોસ્ટલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ પહેલોની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી શ્રીએ હાથ ધરવામાં આવેલ જુદા જુદા પગલાઓ માટે સંતોષ વ્યક્ત કર્યો હતો અને પોસ્ટલ વિભાગને સોશ્યલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરીને દેશની સેવામાં પોતાનું મહત્તમ યોગદાન આપવા પ્રોત્સાહન આપ્યું હતું.
શ્રી સંજય ધાત્રેએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા સરકારી વિભાગોને પણ પોસ્ટ વિભાગની ઝડપી ડિલીવરીનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે તેમ છે અને આંતર વિભાગીય સહયોગ એ પોસ્ટ વિભાગની માટે ઘણી તકોના દ્વાર ખોલી શકે તેમ છે. મંત્રી શ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પોસ્ટલ વિભાગ દ્વારા AePSનો મોટાપાયે ઉપયોગ થવો જોઈએ અને પોસ્ટલ વિભાગના ક્ષેત્રીય વડાઓ રોકડ રકમની ઘર આંગણે ડિલીવરી માટે જીલ્લા કલેક્ટરો અને રાજ્યના વહીવટીતંત્ર સાથે સંકલન સાધી શકે છે.
મંત્રી શ્રીને જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર દેશમાં ચેપ ધરાવતા વિસ્તારો સિવાયની મોટા ભાગની પોસ્ટ ઓફિસો કાર્યરત છે અને સેવાઓ પૂરી પાડી રહી છે. દવાઓ, કોવિડ-19 ટેસ્ટ કીટ, માસ્ક, સેનીટાઈઝર્સ, PPEs અને વેન્ટીલેટર્સ તથા ડેફીબ્રીલેટર્સ સહીતના મેડીકલ સાધનો સહીતની જરૂરી ચીજવસ્તુઓને પહોંચાડવાને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
મંત્રીશ્રીને એ બાબત અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા કે લોકડાઉનના સમયગાળા દરમિયાન 20 એપ્રિલ 2020 સુધીમાં 2100 કરોડ રૂપિયાની કિંમતના 84 લાખ IPPB ટ્રાન્ઝેક્શન સિવાય 28000 કરોડ રૂપિયાની કિંમતના આશરે 1.8 કરોડ પોસ્ટ ઓફીસ સેવિંગ બેંક ટ્રાન્ઝેક્શન હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર દેશમાં 135 કરોડ રૂપિયાની કિંમતના 4.૩ લાખ ATM ટ્રાન્ઝેક્શન પણ હાથ ધરવામાં આવ્યા છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AEPS) એ કોઇપણ શીડ્યુલ્ડ બેંકમાં રહેલ ખાતાઓમાંથી પૈસા ઉપાડીને ઘર આંગણે પહોચાડે છે. આ સમયગાળા દરમિયાન 300 કરોડ રૂપિયાની કિંમતના આશરે 15 લાખ AEPS ટ્રાન્ઝેક્શન હાથ ધરવામાં આવ્યા છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન 480 કરોડ રૂપિયાની કિંમતના આશરે 52 લાખ પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ ચૂકવણીઓ હાથ ધરવામાં આવી છે. આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ એ ગ્રામિણ વિસ્તારોમાં રહેતા લોકો ઉપરાંત વૃદ્ધ, દિવ્યાંગ લોકો અને પેન્શનવાળા લોકોને ઘણા મદદરૂપ સાબિત થઇ રહ્યા છે.
શ્રી સંજય ધાત્રેને વધુમાં ગ્રાહકોને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે વિશેષ આંતર રાજ્ય અને રાજ્યની અંદર કરવામાં આવેલ મેઈલની વ્યવસ્થા વિષે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. ઇન્ડિયા પોસ્ટ એ જરૂરી ચીજવસ્તુઓની સમયસર ડિલીવરીની ખાતરી કરવા માટે કાર્ગો ફલાઈટો, પાર્સલ ટ્રેન અને તેના પોતાના રેડ મેઈલ મોટર વાન અને રોડ ટ્રાન્સપોર્ટ નેટવર્કનો ઉપયોગ કરી રહી છે. પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓને આ અંગે સંવેદનશીલ બનાવવામાં આવ્યા છે જેથી કરીને લોકડાઉન દરમિયાન દવાઓ મોકલવા અને મેળવવા માટે કોઇપણ વ્યક્તિને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. ગુજરાત, યુપી, કેરલા, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા અનેક રાજ્ય પોસ્ટલ એકમોએ ઇન્ડીયન ડ્રગ મેનુફેક્ચરર્સ એસોસિએશન, ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ, ઓનલાઈન ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને કોવિડ-19 ટેસ્ટ કીટ પુરા પાડતા સપ્લાયર્સ સાથે સંગઠન સાધ્યું છે.
મંત્રી શ્રીને આ ઉપરાંત વ્હીલ્સ ઉપરની પોસ્ટ ઓફિસો વિષે પણ માહિતી આપવામાં આવી હતી કે જે જરૂરિયાત અનુસાર પાયાની પોસ્ટલ સેવાઓ પૂરી પાડીને સમગ્ર દેશના જુદા જુદા ભાગોમાં કાર્ય કરી રહી છે. સ્વૈચ્છિક યોગદાનના માધ્યમથી અને NGOs તથા જીલ્લા વહીવટીતંત્ર સાથે ભાગીદારી કરીને લોજિસ્ટિક સેવાઓ પૂરી પાડવા માટે પોસ્ટલ વિભાગ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન અને સુકું કરિયાણું પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. પોસ્ટલ કર્મચારીઓ, સેનિટેશન વર્કર્સ અને સામાન્ય જનતાની વચ્ચે વહેંચવા માટે કેટલાક સર્કલો દ્વારા માસ્ક સીવવાનું કામ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
મંત્રી શ્રીને ત્યારબાદ કેટલાક સર્કલો દ્વારા અંગત રીતે હાથ ધરવામાં આવેલ જુદી જુદી પહેલો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, રત્નાગિરીમાં વિભાગ દ્વારા કેરીના ખેડૂતોને લોજીસ્ટીક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેવી કે તેમના ખેતરોમાંથી કેરીનું ઉત્પાદન ઉપાડવું અને તેમનું લોડીંગ, ટ્રાન્સપોર્ટેશન તથા ગંતવ્ય સ્થાન ઉપર તેમનું અનલોડીંગ વગેરે. કર્ણાટકમાં ખેડૂતોને શહેરની અંદર જ ડિલીવરી કરવા માટે બેંગલોર GPO ખાતે કેરીની પેટીઓ નોંધાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તમામ ડિલીવરી સમય મર્યાદાની અંદર રહીને કરવામાં આવી રહી છે. 17મી એપ્રિલ 2020ના રોજ ઇન્ડિયા પોસ્ટના કર્ણાટક સર્કલ દ્વારા ‘અંચે મિત્ર’ નામના એક દ્વિભાષી વેબ એપ્લીકેશનની શરૂઆત કરવામાં આવી છે કે જેથી લોકડાઉનના કારણે જે લોકો પોતાના ઘરની બહાર નીકળી શકે તેમ નથી તેવા લોકોને મદદ મળી શકે.
હરિયાણા સર્કલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘ડાક મિત્ર’ એપને 21મી એપ્રિલના રોજ હરિયાણાના મુખ્યમંત્રી શ્રી દ્વારા શરુ કરવામાં આવેલ હરિયાણા સરકારના પોર્ટલની સાથે સંકલિત કરવામાં આવી છે. આ પોર્ટલનો ઉદ્દેશ્ય બેંકોમાં ક્રાઉડ મેનેજમેન્ટનો છે અને તે લોકોને AEPSના માધ્યમથી પોસ્ટ ઓફીસમાંથી પોતાના પૈસા ઉપાડવા માટેનો વિકલ્પ પૂરો પાડે છે. આ પોર્ટલના માધ્યમથી આ એપની અંદર 310 અરજીઓ પહેલેથી પ્રાપ્ત કરી ચૂકવામાં આવી છે.
મંત્રી શ્રીએ અનેક સર્કલો/ રાજ્યોના એકમોને લોકોની વચ્ચે હેલ્પલાઇન નંબરોનો બહોળો પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું જેથી કરીને તેઓ સરળતાથી સેવા મેળવી શકે. તેમણે એ બાબત ઉપર સમાપન કર્યું કે દરેક વ્યક્તિ, ખાસ કરીને ફિલ્ડમાં રહેલ સ્ટાફ દ્વારા જરૂરી તમામ સાવચેતીઓ જેવી કે માસ્કનો ઉપયોગ, સેનીટાઈઝર્સ અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થવું જ જોઈએ અને વરિષ્ઠ અધિકારીઓએ નીચેના સિપાહીઓની કાળજી રાખવા અને તેમને પ્રોત્સાહિત કરતા રહેવા માટે પ્રયાસો કરવા જોઈએ.
GP/DS
(Release ID: 1617811)
Visitor Counter : 265
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam