માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ આજે નવી દિલ્હીમાં ઉચ્ચતર પ્રાથમિક તબક્કા માટે વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર બહાર પાડ્યું
પ્રાથમિક તબક્કા માટે વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ 16 એપ્રિલ 2020ના રોજ બહાર પાડ્યું હતું
Posted On:
23 APR 2020 1:39PM by PIB Ahmedabad
કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ તેમના માતાપિતા અને શિક્ષકોની મદદથી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાઇને અર્થપૂર્ણ રીતે તેમને ઘરમાં જ રોકાયેલા રાખવા માટે, પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક (ધોરણ Vi થી VIII) માટે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ NCERT દ્વારા વૈકલ્પિ શૈક્ષણિક કૅલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. ઉચ્ચતર પ્રાથમિક તબક્કા માટે આ વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કા માટે વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર 16 એપ્રિલ 2020ના રોજ કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, શિક્ષણને આનંદપૂર્ણ બનાવવા માટે આ કૅલેન્ડર શિક્ષકોને વિવિધ ટેકનોલોજિકલ સાધનો અને સોશિયલ મીડિયા સાધનોનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શિકા પૂરી પાડે છે, ઘરે જ શીખવા માટે લર્નર, માતા પિતા અને શિક્ષણો પણ ઉપયોગમાં લઇ શકે તેવી રસપ્રદ રીતો બતાવે છે. જોકે, અહીં ધ્યાનમાં લેવામાં આવ્યું છે કે, વિભિન્ન માધ્યમો જેમ કે મોબાઇલ, રેડિયો, ટેલિવિઝન, એસએમએસ અને વિવિધ સોશિયલ મીડિયા પર ઍક્સેસના સ્તર અલગ અલગ છે. તેમણે કહ્યું હતું કે, એક વાત હકીકત છે કે, આપણામાંથી ઘણા પાસે મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોય અથવા કદાચ આપણે વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર, ગૂગલ વગેરે જેવા સોશિયલ મીડિયા સાધનોનો ઉપયોગ કરવા માટે સમર્થ ન હોઇએ, તેવી સ્થિતિમાં આ કૅલેન્ડર મોબાઇલ ફોન પર એસએમએસ અથવા વોઇસ કોલ દ્વારા માતાપિતા અને વિદ્યાર્થીઓને શિક્ષકો કેવી રીતે માર્ગદર્શન આપી શકે તે અંગે શિક્ષકોને સમજાવે છે. માતાપિતા પ્રારંભિક સ્તરના વિદ્યાર્થીઓને આ કૅલેન્ડરનો અમલ કરવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં બાકી રહેલા ધોરણો એટલે કે IX થી XII અને વિષય ક્ષેત્રોને પણ આ કૅલેન્ડરમાં આવરી લેવામાં આવશે. આ કૅલેન્ડર દિવ્યાંગ બાળકો (વિશેષ જરૂર હોય તેવા બાળકો) સહિત તમામ બાળકોની જરૂરિયાતોની સંભાળ લેશે – ઓડિયો બુક, રેડિયો કાર્યક્રમ, વીડિયો કાર્યક્રમની લિંક સામેલ કરવામાં આવશે.
આ કૅલેન્ડરમાં સપ્તાહ અનુસાર પ્લાન સમાવવામાં આવ્યો છે જેમાં રસપ્રદ અને પડકારજનક પ્રવૃત્તિઓ, સાથે જે અભ્યાસક્રમ અથવા ટેક્સ્ટ બુકમાંથી થીમ/પ્રકરણ લેવામાં આવ્યું હોય તેનો સંદર્ભ પણ રહેશે. સૌથી મહત્વપૂર્ણ, તેમાં શિક્ષણના પરિણામો સાથે થીમનું મેપિંગ કરવામાં આવ્યું છે. શિક્ષણના પરિણામો સાથે થીમ્સના મેપિંગનો ઉદ્દેશ્ય શિક્ષકો/માતાપિતા શિક્ષણમાં બાળકની પ્રગતિ જાણી શકે અને તેઓ ટેક્સ્ટ બુકથી પણ આગળનું કંઇક જાણે તે માટે સુવિધા પ્રદાન કરવાનો છે. આ કૅલેન્ડરમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે શિક્ષણના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આમ બાળકો તેમના રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે પુસ્તકોનો ઉપયોગ કરે છે તે સહિત કોઇપણ સ્રોતોમાંથી તેઓ આ પરિણામ હાંસલ કરી શકે છે.
આમાં કળા શિક્ષણ, શારીરિક કસરતો, યોગ, પ્રિ-વોકેશનલ કૌશલ્ય વગેરે પ્રયોગાત્મક શિક્ષણ પ્રવૃત્તિઓ પણ સમાવી લેવામાં આવી છે. આ કૅલેન્ડરમાં ધોરણ અનુસાર અને વિષય અનુસાર પ્રવૃત્તિઓ કોષ્ટક તરીકે બતાવવામાં આવી છે. આ કૅલેન્ડરમાં વિષય ક્ષેત્ર તરીકે ચાર ભાષા એટલે કે હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અને સંસ્કૃત સંબંધિત પ્રવૃત્તિઓ સમાવવામાં આવી છે. આ કૅલેન્ડરમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાને તણાવ અને અજંપો ઘટડાવા અંગેનો અવકાશ અને વ્યૂહનીતિ પણ બતાવવામાં આવ્યા છે. આ કૅલેન્ડરમાં ભારત સરકારના પોર્ટલ ઇ-પાઠશાળા, NROER અને DIKSHA પર ઉપલબ્ધ પ્રકરણ અનુસાર ઇ-કન્ટેન્ટની લિંક સામેલ કરવામાં આવી છે.
આપવામાં આવેલી તમામ પ્રવૃત્તિઓ સૂચન પ્રકારની છે અને આદેશાત્મક અથવા આવશ્યક ક્રમશ: પ્રકારની નથી. શિક્ષકો અને માતા પિતા આ પ્રવૃત્તિઓને અનુરૂપ થવાનો વિકલ્પ પસંદ કરી શકે છે અને વિદ્યાર્થીઓને સૌથી વધુ રસ હોય તેવી પ્રવૃત્તિઓ આગામી ક્રમની ચિંતા કર્યા વગર કરી શકે છે.
NCERT દ્વારા પહેલાંથી જ વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો સાથે ટીવી ચેનલ, સ્વયંપ્રભા (કિશોર મંચ) (ફ્રી DTH ચેનલ 128, ડિશ TV ચેનલ # 950, સનડાયરેક્ટ #793, જીઓ TV, ટાટાસ્કાય #756, એરટેલ ચેનલ #440, વીડિયોકોન ચેનલ # 477 પર ઉપલબ્ધ) દ્વારા ઇન્ટર એક્ટિવ સત્રો શરૂ કરી દેવામાં આવ્યા છે.
કિશોર મંચ એપ્લિકેશન (પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે) અને યૂટ્યૂબ લાઇવ (NCERT સત્તાવાર ચેનલ) દરરોજ – સોમવારથી શનિવાર આ સત્રોનું પ્રસારણ પ્રાથમિક ધોરણો માટે સવારે 11.00થી 1.00 અને ઉચ્ચતર પ્રાથમિક ધોરણો માટે બપોરે 2.00થી 4.00 દરમિયાન કરવામાં આવે છે. પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરવા ઉપરાંત, શીખવવાના મુદ્દા સહિત અન્ય હાથવગી પ્રવૃત્તિઓ આ લાઇવ સત્રો દરમિયાન બતાવવામાં આવે છે. આ કૅલેન્ડર SCERT/SIE, શિક્ષણ નિયામકો, કેન્દ્રીય વિદ્યાલય સંસ્થાન, નવોદય વિદ્યાલય સમિતિ, CBSE, રાજ્ટ શાળા શૈક્ષણિક બોર્ડ વગેરે સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે.
આ કૅલેન્ડર આપણા વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાના આચાર્યો અને માતાપિતાઓને શિક્ષણના ઑનલાઇન સ્રોતોનો ઉપયોગ કરીને કોવિડ-19નો સામનો કરવા માટે સકારાત્મક રીતો શોધવા માટે સમર્થ બનાવશે અને ઘરમાં જ શાળાકીય શિક્ષણ મેળવીને તેમના શિક્ષણના પરિણામો સુધારવામાં પણ મદદરૂપ થશે.
ઉચ્ચતર પ્રાથમિક તબક્કા માટે વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર અંગ્રેજી ભાષામાં જોવા માટે અહીં ક્લિક કરો
ઉચ્ચતર પ્રાથમિક તબક્કા માટે વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર હિન્દી ભાષામાં જોવા માટે અહીં ક્લિક કરો
GP/DS
(Release ID: 1617465)
Visitor Counter : 469
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam